નવરાત્રિ ટાણે ખેલૈયાઓ સાવધાન! અસુરક્ષિત ટેટૂ તમને જિંદગીભરનું આપી શકે છે દુ:ખ! આ રોગનો છે સૌથી મોટો ખતરો
Gujarat Navratri 2026: નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રિ પર્વ ટાણે ખૈલેયાઓમાં શરીર પર ટેટુ કરાવવાનો ક્રેઝ વધી જાય જાય છે. પરંતુ શું તમને ખબર છે કે તમારી એક બેદરકારી જિંદગીભરનું રોગનું કારણ બની જાય છે. ટેટૂને લીધે હિપેટાઈટિસ બી અને સીના કિસ્સાઓ સામે આવતાં રહે છે. એક અંદાજ મુજબ ટેટૂ ત્રોફાવનારાઓમાં હિપેટાઈટિસ બીના પસારનો દર વર્ષે અંદાજે 3.30 ટકાનો વધારો થઈ રહ્યો છે.
Gujarat Navratri 2026: નવરાત્રિના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓ અને યુવાનો અત્યારથી જ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. યુવાનોમાં નવરાત્રિ દરમિયાન શરીર પર ભાત-ભાતના ટેટૂ કરાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ ખેલૈયાઓ ચેતી જજો. અસુરક્ષિત રીતે ટેટૂ ત્રોફાવવાથી હિપેટાઈટિસ જેવી જીવલેણ બીમારીનું જોખમ ઊભું થઈ શકે છે.
ટેટૂ અને હિપેટાઈટિસ બી વચ્ચે શું છે સંબંધ?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, નવરાત્રિ વખતે ટેટૂ ત્રોફાવનારાઓમાં હિપેટાઈટિસ બીના પ્રસારનો દર અંદાજે 3.30 ટકા જેટલો જોવા મળે છે. ટેટૂ કરાવતી વખતે ચામડી પર સોય વડે છિદ્રો પાડવામાં આવે છે. જો આ સોય સંક્રમિત હોય અથવા યોગ્ય રીતે જંતુરહિત (Sterilized) કરવામાં ન આવી હોય, તો તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
Gujarat News Live: અમદાવાદમાં ફરી 10 જેટલી સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, રેપો રેટમાં ફરી વધારો, ભાવનગર-સોમનાથ હાઈ-વે પર ફરી અકસ્માત
ટેટૂમાં વપરાતી સોય અને શાહી બંનેથી ફેલાઈ શકે છે ચેપ
ઘણીવાર લોકો એવું માને છે કે માત્ર સોય નવી વાપરવાથી સુરક્ષિત રહેવાય છે, પરંતુ જો કોઈ સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલી સોય જંતુરહિત કર્યા વગર ફરી ઉપયોગમાં લેવાઈ હોય તો ખંજવાળ, બળતરા, ફોલ્લીઓ અને પરૂ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ચેપ વધુ ફેલાય તો ચામડી પર કાયમી ડાઘ પણ પડી જાય છે. આ ઉપરાંત, એક મોટું જોખમ શાહીથી પણ રહેલું છે.
ઘણીવાર આર્ટિસ્ટ નવી સોયનો ઉપયોગ કરે છે, પરંતુ જો એક જ શાહીની બોટલમાં વારંવાર સોય બોળવામાં આવે અને તેમાં કોઈ સંક્રમિત વ્યક્તિના લોહીના સૂક્ષ્મ કણો ભળી ગયા હોય, તો તેનાથી પણ હિપેટાઈટિસ બી અને સી જેવા જીવલેણ રોગોનો ફેલાવો થઈ શકે છે. આ રોગ ચેપગ્રસ્ત લોહી દ્વારા ફેલાય છે અને તેનાથી સીધી લીવર (યકૃત) પર ગંભીર અસર પડે છે.
"રાત્રે અંધારામાં નહીં, તાકાત હોય તો દિવસે ફાડો... છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું", ગાંધીનગરમાં ગેનીબેનનો હુંકાર
ટેટૂ કરાવતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂરી તકેદારીઓ
હિપેટાઈટિસ જેવી બીમારીઓથી બચવા માટે ટેટૂ કરાવતી વખતે સ્ટરિલાઈઝેશન પ્રોટોકોલ્સ અને સુરક્ષાના નિયમો પાળવા અત્યંત જરૂરી છે જેવા કે ટેટૂ આર્ટિસ્ટ તમારી સામે જ સીલબંધ પેકેટમાંથી નવી ડિસ્પોઝેબલ સોય નીકાળે તેની ખાતરી કરો. ટેટૂ આર્ટિસ્ટ પોતાના સાધનોને યોગ્ય રીતે સાફ કરવા માટે 'ઓટોક્લેવ' મશીનનો ઉપયોગ કરે છે કે નહીં તે ચકાસી લો. આર્ટિસ્ટ ટેટૂ બનાવતી વખતે ડિસ્પોઝેબલ મેડિકલ ગ્લોવ્ઝ પહેરે છે કે નહીં તે ખાસ જુઓ. વપરાતી શાહી પણ જંતુરહિત અને સુરક્ષિત કન્ટેનરમાંથી લેવામાં આવે તેની ખાતરી કરો.