SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સિંગલ ટેન્ડર હોવા છતાં AMCની લહાણી! મક્તમપુરાનું જીમ અને લાઈબ્રેરી વાર્ષિક રૂ. 6 લાખના ભાડે AIMIM પ્રમુખને સોંપાયા

Ahmedabad News: ભાજપના આંતરિક જૂથવાદ અને વિરોધાભાસી નીતિથી કાર્યકરોમાં ગણગણાટ. AMCની લહાણી: AIMIMના શહેર પ્રમુખને મક્તમપુરાનું જીમ અને લાઇબ્રેરી પધરાવાયાં. સિંગલ ટેન્ડર હોવા છતાં રદ ન કરી વાર્ષિક માત્ર ૬ લાખના ભાડે પાંચ વર્ષ માટે સોંપણી..

Written By Kinjal Patel
Published: Nov 03, 2026, 10:51 AM IST | Updated: Nov 03, 2026, 10:58 AM IST
Join

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી ચર્ચામાં આવ્યું છે. ભાજપના આંતરિક જૂથવાદ અને વિરોધાભાસી નીતિ ફરી એકવાર સામે આવતા કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. AMCની રિક્રિએશન કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં લેવાયેલા એક નિર્ણયથી શહેર ભાજપના કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઈ છે. AMC દ્વારા મક્તમપુરા વિસ્તારમાં લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જીમ અને લાઈબ્રેરી AIMIMના શહેર પ્રમુખને ચલાવવા માટે સોંપી દેવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ? સરાઝા પાર્ટી વિવાદ વચ્ચે પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!

સિંગલ ટેન્ડર હોવા છતાં રદ ન કરી વાર્ષિક માત્ર ૬ લાખના ભાડે પાંચ વર્ષ માટે સોંપણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયમ એવો છે કે જો ટેન્ડર પ્રક્રિયામાં સિંગલ ટેન્ડર આવે, તો કમિટી તે દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલીને ફરીથી નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માટે સૂચના આપવામાં આવે છે, તેમ છતાં આ કિસ્સામાં સિંગલ ટેન્ડર હોવા છતાં તેને કેન્સલ કરવામાં આવ્યું ન હતું.

વાર્ષિક માત્ર રૂ. 6,01,786ના નજીવા ભાડે પાંચ વર્ષના સમયગાળા માટે આ મિલકતની સોંપણી કરાતા અનેક તર્ક-વિતર્ક ફેલાયા છે. મ્યુનિસિપલ કમિશનરે કોના દબાણ હેઠળ આ દરખાસ્તને લીલી ઝંડી આપી તે હવે તપાસનો વિષય બન્યો છે. આ અંગે રિક્રિએશન કમિટીના ચેરમેનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ ખુલાસો કરવાને બદલે માત્ર એટલું જ કહ્યું હતું કે, દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે.

બે નવી ટોયટ્રેનની દરખાસ્તને પણ આ બેઠકમાં મંજૂરી

રિક્રિએશન કમિટી દ્વાર છેલ્લી બે બેઠકોથી પેન્ડિંગ રાખવામાં આવેલી બે નવી ટોયટ્રેનની દરખાસ્તને પણ આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. 10 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) સાથે ખોડલ કોર્પોરેશનને વાર્ષિક રૂપિયા 1.27 કરોડની રકમથી આ કામગીરી સોંપવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો

ભાજપ અને AIMIM વચ્ચેની કથિત સાઠગાંઠનો આ કોઈ પહેલો કિસ્સો નથી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને AIMIM વચ્ચેની કથિત સાઠગાંઠનો આ કોઈ પહેલો કિસ્સો નથી. ભૂતકાળમાં પણ આવા વિવાદો સામે આવી ચૂક્યા છે. અમદાવાદ મ્યુનિ. ભાજપના તત્કાલીન પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને તત્કાલીન મેયર કિરીટ પરમાર આસ્ટોડિયા વિસ્તારમાં આવેલી AIMIMની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે AIMIMના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલા સાથે બેઠક યોજી હતી, જેના પગલે ભાજપ સંગઠનમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો હતો. બહેરામપુરામાં ૩૦ MLD કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ AIMIMના પ્રદેશ પ્રમુખ સાથેની બેઠક બાદ ઉતાવળે શરૂ કરી દેવાતાં મોટો વિવાદ વકર્યો હતો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES