Ahmedabad News: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરેટમાં પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને ગુજરાત સરકારના ગૃહ વિભાગે 29 ઓક્ટોબર 2026ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ અંતર્ગત આવતા વિવિધ પોલીસ સ્ટેશનોની હદ, જૂના પોલીસ સ્ટેશનના નામ અને ડિવિઝનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તે હેતુથી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ નવા જાહેરનામાની મહત્વપૂર્ણ વિગતોની વાત કરીએ તો...
સોલા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી ગોતા પોલીસ ચોકીના સ્થાનિક વિસ્તારોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ કરાયો છે...
ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ હેઠળની ગોદરેજ ગાર્ડન પોલીસ ચોકીના વિસ્તારોમાં પણ ફેરફાર કરીને નવી સીમાઓ નક્કી કરવામાં આવી છે..
'પી' ડિવિઝન હેઠળ આવતા સાબરમતી ઈસ્ટ પોલીસ સ્ટેશનના નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સત્તાવાર રીતે આ પોલીસ સ્ટેશનનું નામ "Sabarmati Riverfront East" વાંચવામાં આવશે.
નરોડા પોલીસ સ્ટેશન માટે વહીવટી સરળતા ખાતર ડિવિઝનમાં ફેરફાર કરાયો છે. હવે ડિવિઝનના ખાનામાં 'F' અક્ષરની જગ્યાએ 'G' અક્ષર અમલમાં મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટના સમગ્ર વિસ્તાર માટે બે મહત્વની વિશિષ્ટ શાખાઓને સત્તાવાર રીતે ઉમેરાયો છે, જેનું ક્ષેત્ર સમગ્ર અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ રહેશે:
નોંધનીય છે કે, અમદાવાદમાં શહેરોમાં પોલીસ સ્ટેશનની હદોમાં ફેરફાર કરવામાં આવતા શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવામાં અને પોલીસ વિભાગની કામગીરી વધુ સરળ બનાવવામાં મદદરૂપ થશે.