SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

OTT Releases: આ વીકેન્ડમાં ઓટીટી પર મળશે ભરપુર મનોરંજન, ચેક કરી લો આ વીકનું લીસ્ટ

Latest OTT Releases: આ વીકેન્ડમાં ઓટીટી પર ભરપુર મનોરંજન મળશે. ઓટીટી પર નવી ફિલ્મો અને સીરીઝ રિલીઝ થઈ છે. અલગ અલગ જોનરની ફિલ્મો અને વેબ સીરીઝની રાહ દર્શકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા.

Written By Krupa Shah
Published: Oct 16, 2026, 01:00 PM IST | Updated: Oct 16, 2026, 01:02 PM IST
Join

Latest OTT Releases: શુક્રવારે જે રીતે બોક્સ ઓફિસ પર નવી નવી ફિલ્મો રિલીઝ થતી હોય છે તે જ રીતે ઓટીટી પર પણ વીકેન્ડમાં નવી ફિલ્મો અને વેબ સીરીઝ સ્ટ્રીમ કરવામાં આવે છે. આ વીકેન્ડમાં પણ ઓટીટી પર નવી ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઈ છે. આ વીકેન્ડમાં ડબલ ધમાકા છે. બોક્સ ઓફિસ પર જોવા માટે 3 ફિલ્મો રિલીઝ થઈ છે અને ઓટીટી પર પણ સીરીઝ અને ફિલ્મ રિલીઝ થઈ છે.

બોક્સ ઓફિસ પર આ વીકમાં જેલર 2, પ્રહાર અને નઈ નવેલી એમ 3 ફિલ્મો રિલીઝ થઈ છે. આ સિવાય ઓટીટી પર 5 ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઈ છે. આ વખતે ઓટીટી પર ક્રાઈમ, થ્રિલર જોનરમાં એવી સીરીઝ રિલીઝ થઈ છે જેને જોઈને તમારું મગજ હલબલી જશે.

આ પણ વાંચો: Suspense Thriller Movie: ઓટીટી મસ્ટ વોચ ફિલ્મ, સસ્પેન્સ જોઈ માથું પકડી લેશો, આ ફિલ્મ સામે દ્રશ્યમ ફિલ્મ પણ નબળી લાગશે

આશા

ઝી5 પર આશા નામની ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ મલયાલમ ભાષાની ફિલ્મ છે પણ ઓટીટી પર તમે આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિંદી અને કન્નડ દરેક ભાષામાં જોઈ શકો છો. આ ફિલ્મમાં જૌય મેથ્યૂ, ઐશ્વર્યા લક્ષ્મી અને જોજૂ જોર્જ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થઈ હતી. હવે 16 તારીખથી ઝી5 પર જોઈ શકાશે.

ડીસી

વામિકા ગબ્બી અને લોકેશની ફિલ્મ ડીસી સિનેમાઘરોમાં રિલીઝ થયા પછી ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં એક્શન, ડ્રામા ભરપુર માત્રામાં જોવા મળશે. 16 તારીખથી આ ફિલ્મ સોની લિવ પર રિલીઝ થઈ છે.

આ પણ વાંચો: Ramayana New Trailer: રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું નવું ટ્રેલર રિલીઝ, પહેલા ટ્રેલર કરતાં વધારે શાનદાર છે આ ટ્રેલર

માસ્ટરપ્લાન

પ્રાઈમ વીડિયો પર માસ્ટરપ્લાન ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં સ્ટેનલી ટુચી, સિમોના તબસ્કો અને વિક્ટર બેલમોંડો મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મમાં તમને ડ્રામા, કોમેડી અને ક્રાઈમ બધું જ એક સાથે જોવા મળશે. ક્રાઈમ અને કોમેડીનું કોમ્બીનેશન જોવા ઈચ્છતા લોકો માટે આ પરફેક્ટ ફિલ્મ છે.

મની ટ્રેપ

ક્રાઈમ અને કોમેડીનું પરફેક્ટ કોમ્બીનેશન મની ટ્રેપ છે. આ વેબ સીરીઝ છે જે 16 તારીખથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે. આ સીરીઝનો ક્રેઝ લોકોમાં ઘણા સમયથી જોવા મળે છે. આ વેબ સીરીઝના 8 એપિસોડ છે. મની ટ્રેપ વેબ સીરીઝ નવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સથી ભરપુર છે.

રોડીઝ શુક્રવાથી નેટફ્લિક્સ અને જિયો હોટસ્ટાર પર રોડીઝ રીબર્થની નવી સીઝન શરુ થશે. રોડીઝના નવા એપિસોડ દર શુક્રવારે અને શનિવારે રિલીઝ થશે. આ શોમાં રણવિજય હોસ્ટ તરીકે જોવા મળશે. જ્યારે ગેંગ લીડરમાં નિખિલ ચિનપા, નેહા ધુપિયા, પ્રિંસ નરુલા અને અભિષેક, બાની જે, બસીર અલી જોવા મળશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES