• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Misal Pav Recipe: ઝણઝણીત મિસળ પાવ ઘરે બનાવવાની રીત, સ્ટ્રીટ સ્ટાઈલ તરીવાળો મસાલો બનાવવાનું જાણી લો સીક્રેટ

Misal Pav Recipe: ઝણઝણીત મિસળ પાવ ઘરે બનાવવાની રીત, સ્ટ્રીટ સ્ટાઈલ તરીવાળો મસાલો બનાવવાનું જાણી લો સીક્રેટ

Misal Pav Recipe: તમારા ઘરમાં પણ ચટપટું અને તીખું તમતમતું ખાવાના શોખીન લોકો છે તો તેમને મિસળ પાવ ભાવતું જ હશે. મહારાષ્ટ્રની આ વાનગી ચટાકેદાર હોય છે. તેની ગ્રેવી અને તરી સૌથી ખાસ હોય છે. આજે તમને સ્ટ્રીટ સ્ટાઈલ તરીવાળા મિસળ પાવ ઘરે કઈ રીતે બનાવવા ચાલો જણાવીએ.

Written ByKrupa Shah
Published: Oct 16, 2026, 02:37 PM IST|Updated: Oct 16, 2026, 02:39 PM IST
joinshare
Misal Pav Recipe: ઝણઝણીત મિસળ પાવ ઘરે બનાવવાની રીત, સ્ટ્રીટ સ્ટાઈલ તરીવાળો મસાલો બનાવવાનું જાણી લો સીક્રેટ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શેર બજારમાં કેમ કંપનીઓ લાવે છે IPO? લિસ્ટિંગથી કંપનીને કેવી રીતે મળે છે પૈસા અને રોકાણકારોને કમાણીનો મોકો, જાણો

શેર બજારમાં કેમ કંપનીઓ લાવે છે IPO? લિસ્ટિંગથી કંપનીને કેવી રીતે મળે છે પૈસા અને રોકાણકારોને કમાણીનો મોકો, જાણો

2

Gold Price Today: છઠ્ઠે નોરતે આજે સોનું-ચાંદી ફરી એકવાર ઉછળ્યા, ભાવ વધીને ક્યાં પહોંચ્યા? ચેક કરો આજનો સોનાનો ભાવ

3

Misal Pav Recipe: ઝણઝણીત મિસળ પાવ ઘરે બનાવવાની રીત, સ્ટ્રીટ સ્ટાઈલ તરીવાળો મસાલો બનાવવાનું જાણી લો સીક્રેટ

4

કોંગ્રેસના પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનો કથિત ઓડિયો વાયરલ: 'કાફિર' અને 'બ્રાહ્મણ' શબ્દથી રાજનીતિમાં ઉકળતો ચરું!

5

વિવાદના વંટોળ વચ્ચે ગુજરાત સહિત 17 રાજ્યોમાં થશે SSR, જાણો SIR કરતા કેટલું અલગ અને શાં માટે થશે?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Misal Pav Recipe: મિસળ પાવ મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એટલું ટેસ્ટી હોય છે કે લોકો સવારના નાસ્તાથી લઈને રાતના ભોજનમાં પણ મિસળ પાવ ખાવાનું પસંદ કરે છે. મિસળ પાવ મૂળ મહારાષ્ટ્રની વાનગી છે પરંતુ ગુજરાતમાં પણ આ વાનગી ખૂબ ખવાય છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં મિસળ પાવ માટે પ્રખ્યાત જગ્યાઓ પણ છે જ્યાં ટેસ્ટી અને તીખું તમતમતું મિસળ પાવ ખાવા મળે છે.

મિસળ પાવમાં મિક્સ કઠોળ પાવ અને સ્પેશિયલ તરી વાળો મસાલો સર્વ કરવામાં આવે છે. કઠોળ સાથે મસાલેદાર તરી, પાવ અને ફરસાણનું આ કોમ્બિનેશન એટલું જબરદસ્ત લાગે છે કે મિસળ પાવનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય. મહારાષ્ટ્રનું સ્ટ્રીટ ફૂડ મિસળ પાવ ઘરે બનાવવું પણ સરળ છે. મિસળ પાવનો તરી વાળો મસાલો કેવી રીતે બનાવવો ચાલો તેના વિશે પણ તમને જાણકારી આપીએ.

મિસળ માટેની સામગ્રી

આદુ લસણની પેસ્ટ, બાફેલા બટેટા, ફણગાવેલા મિક્સ કઠોળ, ગરમ મસાલો, તજ લવિંગનો પાવડર, લીંબુનો રસ, મીઠું તેલ અને પાણી

મિસળની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

4 મોટા ચમચા તેલ, લાલ મરચું પાવડર, હળદર અને ગરમ મસાલો, ધાણાજીરું પાવડર, તજ અને લવિંગનો પાવડર, ખમણેલું નાળિયેર, 2 ટમેટા ઝીણા સમારેલા, 1 ડુંગળી ઝીણી સમારેલી, આદુ-લસણની પેસ્ટ.

મિસળ બનાવવાની રીત

સૌથી પહેલા ગ્રેવી અને ગ્રેવી માટેનો મસાલો બનાવવો તેના માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ-લસણ અને ડુંગળી સાંતળો. ડુંગળી બ્રાઉન થઈ જાય પછી તેમાં ટમેટા અને ખમણેલું નાળિયેર ઉમેરી ધીમા તાપે શેકો. નાળિયેર કુક થઈ જાય પછી ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડું કરી તેની પેસ્ટ બનાવી લો.

ત્યાર પછી ફરી એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ધીમા તાપે સાંતળો. સાથે જ તેમાં મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, હળદર અને ધાણાજીરું ઉમેરો. 1 મિનિટ પછી તેમાં તજ અને લવિંગનો પાવડર ઉમેરી બરાબર સાંતળો. મસાલા કુક થઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે તેમાં ત્રણ કપ પાણી ઉમેરો. પાણી ઉકળવા લાગે અને તેના પર તેલ અલગ થઈ જાય એટલે ગેસ બંધ કરી તૈયાર કરેલી મસાલાની તરી સાઇડ પર રાખો

હવે મિસળ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં આદુ અને લસણ ઉમેરો. સાથે જ તેમાં ફણગાવેલા કઠોળ અને બાફેલા બટેટાના ટુકડા ઉમેરો. થોડું પાણી ઉમેરી ફણગાવેલા કઠોળને કુક થઈ જવા દો. કઠોળ અને બટેટામાં પણ સ્વાદ પ્રમાણે મીઠું હળદર ગરમ મસાલો અને તજ લવિંગનો પાવડર ઉમેરો. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી થોડું પાણી ઉમેરી મસાલાને પાંચથી દસ મિનિટ પકાવો.

મિસળ સર્વ કરવાની રીત

મિસળમાં બે અલગ અલગ વસ્તુઓ તૈયાર કરેલી હોય છે તેથી તેને સર્વ કરવાની રીત પણ અલગ હોય છે. સૌથી પહેલા એક પ્લેટ કે વાટકીમાં કઠોળ અને બટેટાનું મસાલેદાર મિશ્રણ લેવું. તેના પર તૈયાર કરેલી મસાલાની તરી ઉમેરવી. આ મિશ્રણ પર ઝીણી સમારેલી ડુંગળી કોથમીર અને ફરસાણ ઉમેરવું. આ રીતે તૈયાર કરેલા મિશ્રણને પાવ સાથે સર્વ કરો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
recipe