આ અઠવાડિયું સોના અને ચાંદી માટે કડાકાનો માહોલ લઈને આવ્યું હતું. સોમવારથી ગુરુવાર સુધી સતત કડાકાનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આજે શુક્રવારે 16 ઓક્ટોબરના રોજ છઠ્ઠે નોરતે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. IBJA પર 24 કેરેટ સોનાના ભાવમાં 572 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને એક કિલો ચાંદી 2000 રૂપિયા જેટલી મોંઘી થઈ છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJA વેબસાઈટના ભાવ મુજબ આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 572 રૂપિયાનો વધારો નોંધાયો છે અને ભાવ 146514 રૂપિયા પર પહોંચ્યો છે. જે કાલે 145942 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં આજે 2037 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 210312 રૂપિયા પર પહોંચી ગયો છે. જે કાલે 208275 રૂપિયા પર બંધ થયો હતો.
ખાસ નોંધ: એસોસિએશન જે ભાવ બહાર પાડે છે તેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ હોતા નથી. આ ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. જાહેર રજાઓ અને શનિવાર તથા રવિવારે નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી.
કેરેટ પ્રમાણે ભાવ
#indicative #Retail Selling #Rates for #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459 Follow us on Twitter : https://t.co/hRezuawiQW Follow us on Instagram : https://t.co/3vg1tjL62h Follow us on Facebook : https://t.co/smodeFXecm Follow us on Linkedin : https://t.co/dKUD95mzZR Subscribe to IBJA YouTube Channel : https://t.co/ORoJbQDEUK Visit IBJA Website : https://t.co/HT1GRh5y8C Join Whatsapp Group : : https://t.co/heYoYinukJ Join IBJA Whatsapp Channel : https://t.co/G6oCST64qw . . . #GoldRates #GoldJewellery #IBJA #BullionMarket #JewelleryRates #GoldPriceUpdate #GoldMarket #PreciousMetals #GoldTrading #JewelleryBusiness #IndianBullion #BullionIndustry #JewelleryIndustry #GoldInvestment #GoldNews #FinanceNews #MarketUpdate #InvestmentTips #GoldLovers #GoldDealer #GoldRates #GoldJewellery #BullionMarket #JewelleryBusiness #GoldPriceUpdate #GoldInvestment
— IBJA (@IBJA1919) October 16, 2026
વાયદા બજારના ભાવ
MCX પર બપોરે 3.05 કલાકની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.59 ટકાના ઉછાળા સાથે 148352 રૂપિયાની આસપાસ જોવા મળ્યું છે. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.33 ટકાના ઉછાળા સાથે 213467 રૂપિયાની સપાટીએ પહોંચી.
Duty Drawback ના દરોમાં કાપ
એક બાજુ ભાવ ઉછળ્યા છે બીજી બાજુ કેન્દ્ર સરકારે સોના અને ચાંદીના દાગીનાના નિકાસકારોને મળતી ડ્યૂટી ડ્રોબેકના દરોમાં કાપ મૂક્યો છે. ગુરુવારે બહાર પડેલા નોટિફિકેશન મુજબ સોના ચાંદીના દાગીના અને વસ્તુઓ સંલગ્ન 3 ટેરિફ આઈટમના દરો ઘટાડવામાં આવ્યા છે. જેના કારણે નિકાસકારોને મળતી ડ્યૂટી ડ્રોબેલનો ફાયદો ઘટશે. જે જાણકારી સામે આવી છે તે મુજબ સોનાના દાગીના પર મળતું રિફંડ 1,851.99 પ્રતિ ગ્રામથી ઘટીને 1,794.11 રૂપિયા પ્રતિ ગ્રામ કરાયું છે. એટલે કે તેમાં લગભગ 3.1 ટકાનો કાપ મૂકાયો છે.
જ્યારે ચાંદીના દાગીના અને વસ્તુઓ તથા અન્ય વસ્તુઓ પર ડ્યૂટી ડ્રોબેકના દર 29,501.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટાડીને 26,859.02 પ્રતિ કિલોગ્રામ કર્યો છે. જે લગભગ 9 ટકા જેટલો ઘટાડો સૂચવે છે.