• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Ramayana New Trailer: રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું નવું ટ્રેલર રિલીઝ, પહેલા ટ્રેલર કરતાં વધારે શાનદાર છે આ ટ્રેલર

Ramayana New Trailer: રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું નવું ટ્રેલર રિલીઝ, પહેલા ટ્રેલર કરતાં વધારે શાનદાર છે આ ટ્રેલર

Ramayana New Trailer: રામાયણ ફિલ્મનું નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રામ અને રાવણની નવી ઝલક જોવા મળે છે. દર્શકોને આ ટ્રેલર પહેલા રિલીઝ થયેલા ટ્રેલર કરતાં પણ વધારે શાનદાર લાગી રહ્યું છે.

Written ByKrupa Shah
Published: Oct 16, 2026, 08:46 AM IST|Updated: Oct 16, 2026, 08:50 AM IST
joinshare
Ramayana New Trailer: રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું નવું ટ્રેલર રિલીઝ, પહેલા ટ્રેલર કરતાં વધારે શાનદાર છે આ ટ્રેલર

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    Fatty Liver: ડોક્ટરે જણાવ્યો ફેટી લીવર રિવર્સ કરવાનો ઉપાય, 5 દેશી પીણા ફેટી લીવરના પેશન્ટ માટે ફાયદાકારક

    Fatty Liver: ડોક્ટરે જણાવ્યો ફેટી લીવર રિવર્સ કરવાનો ઉપાય, 5 દેશી પીણા ફેટી લીવરના પેશન્ટ માટે ફાયદાકારક

    2

    સરકારે પેટ્રોલ-ડીઝલ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં મધરાતે કર્યો મોટો ફેરફાર, સવારે જાહેર થયા નવા ભાવ, જાણો લેટેસ્ટ રેટ

    3

    Ramayana New Trailer: રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું નવું ટ્રેલર રિલીઝ, પહેલા ટ્રેલર કરતાં વધારે શાનદાર છે આ ટ્રેલર

    4

    એડનમાં રાષ્ટ્રપતિ મહેલ પર હુથીઓનો હુમલો, મિસાઈલ એટેકમાં 2 સુરક્ષાકર્મીના મોત, 5 થી વધુ ઘાયલ

    5

    જો અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો અમે પાકિસ્તાન સાથે છીએ: રાજસ્થાન ભાજપ પ્રમુખ અને સાંસદ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Ramayana New Trailer: રણબીર કપૂર અને યશની ફિલ્મ રામાયણનું ઇન્ટરનેશનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રામાયણ ફિલ્મનું હિન્દી ટ્રેલર પહેલાથી જ રિલીઝ થઈ ગયું છે હવે ફિલ્મ રિલીઝ થવાને થોડા દિવસોની જ વાર છે ત્યારે નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ટ્રેલરમાં કેટલાક નવા દ્રશ્યો પણ દેખાડવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ ટ્રેલર હોવાના કારણે આ ટ્રેલરમાં ડાયલોગ અંગ્રેજી ભાષામાં છે તેમ છતાં ટ્રેલરનું મ્યુઝિક અને ટ્રેલરના સીન દર્શકોને પસંદ પડી રહ્યા છે.

    રામાયણ ફિલ્મનું ઇન્ટરનેશનલ ટ્રેલર

    રામાયણ ફિલ્મનું જે નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યો છે તેમાં કેટલાક નવા સીન પણ દેખાડવામાં આવ્યા છે. ટ્રેલરમાં રણબીર કપૂર સાંઈ પલ્લવી અને યશ જોવા મળે છે. નવા ટ્રેલરમાં રાવણનો વિનાશ દેખાડવામાં આવે છે. તો બીજી તરફ શ્રીરામ રાક્ષસોની સેના સાથે લડતા હોય તેવું પણ દેખાડવામાં આવે છે. અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ, હિન્દી અને મલયાલમ ભાષામાં ઉપલબ્ધ આ ટ્રેલરમાં રામ અને રાવણની અલગ જ દુનિયા દેખાડવામાં આવી છે.

    આ પણ વાંચો: Suspense Thriller Movie: ઓટીટી મસ્ટ વોચ ફિલ્મ, સસ્પેન્સ જોઈ માથું પકડી લેશો, આ ફિલ્મ સામે દ્રશ્યમ ફિલ્મ પણ નબળી લાગશે

    નવા ટ્રેલરમાં કેટલાક નવા કલાકારોની ઝલક પણ જોવા મળે છે. જેમ કે રામાયણના ઇન્દ્ર દેવના પાત્રમાં કુનાલ કપુર જોવા મળે છે. ટ્રેલરમાં દેખાડવામાં આવે છે કે કેવી રીતે રાવણ લંકા પર કબજો કરે છે. રણવીર કપૂર અને સાંઈ પલ્લવીને રામ અને સીતા તરીકેની નવી ઝલક પણ જોવા મળે છે. મહત્વનું છે કે રામાયણ ફિલ્મના નિર્માતાઓએ ગુરુવારે બેંગ્લોરમાં એક કાર્યક્રમ દરમિયાન ફિલ્મનું ઇન્ટરનેશનલ ટ્રેલર રિલીઝ કર્યું હતું.

    આ પણ વાંચો: Gajab Raat Trailer: ઘુસખોર પંડિત ફિલ્મ ગજબ રાત ટાઈટલ સાથે થશે રિલીઝ, નેટફ્લિક્સ પર આ તારીખથી જોઈ શકશો

    નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત અને નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત રામાયણ ફિલ્મ 5 નવેમ્બર 2026 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. દુનિયાભરના ઘરોમાં રામાયણ ફિલ્મનો પહેલો પાર્ટ રિલીઝ થાય તે પહેલા ફિલ્મ મેકર્સે ગ્લોબલ કેમ્પેઈન પણ શરૂ કરી દીધું છે. ફિલ્મના ગ્લોબલ કેમ્પેઇનનું નેતૃત્વ સોની પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

     

    ફિલ્મ ના નવા ટ્રેલરના વખાણ દર્શકો કરી રહ્યા છે. ફિલ્મ ઇન્ટરનેશનલ ટ્રેલરમાં દરેક સીન સારી રીતે કટ કરવામાં આવ્યો છે અને વીએફએક્સ તેમજ મ્યુઝિક પણ દમદાર લાગી રહ્યું છે. નવા ટ્રેલરને લઈને લોકોના પોઝિટિવ રિએક્શન સામે આવી રહ્યા છે. ટ્રેલર જોઈને તો લોકોને લાગી રહ્યું છે કે ફિલ્મમાં જે 4000 કરોડ રૂપિયા ખર્ચ થયા છે તે યોગ્ય લાગે છે. આ સિવાય કેટલાક લોકો આ ફિલ્મને ભારતીય સેનામાં માટે નવો યુગ પણ કહી રહ્યા છે. લોકો દ્વારા ટ્રેલર જોઈને કરેલા વખાણ કેટલા સાચા ઠરે છે તે હવે 5 નવેમ્બરે જોવા મળશે. 5 નવેમ્બરે આ ફિલ્મ જોયા પછી દર્શકોનું રિએક્શન કેવું આવે છે તે જોવાનું રહ્યું.
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news