કેન્દ્રની મોદી સરકારે મોડી રાતે ઈંધણ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં મોટો ફેરફાર કર્યો. આ આદેશ મુજબ સરકારે પેટ્રોલના એક્સપોર્ટ પર લાગતો વિન્ડફોલ ટેક્સ વધારી દીધો છે. જ્યારે ડીઝલ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. એટલે કે પેટ્રોલ પર એક જ ઝટકે 2 રૂપિયા પ્રતિ લીટર વિન્ડફોલ ટેક્સ વધ્યો જ્યારે ડીઝલની નિકાસ પર ડ્યૂટીને 16 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડી સાડા આઠ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આ ફેરફાર મધરાતે 12 વાગ્યાથી એટલે કે 16 ઓક્ટોબરથી જ લાગૂ થઈ ગયા છે.
વિન્ડફોલ ટેક્સમાં કેટલો વધારો
સરકારે મોડી રાતે પેટ્રોલની નિકાસ પર લાગતા ટેક્સને 0.50 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 2.50 રૂપિયા પ્રતિ લીટર કર્યો છે. એટલે કે પાંચ ગણો વધારો ઝીંકાયો છે. જ્યારે ડીઝલની નિકાસ પર લાગતા ટેક્સને 16 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 8.50 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. એટલે કે સાડા સાત રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. CBICના જણાવ્યાં મુજબ એવિએશન ટર્બાઈન ફ્યૂલ (ATF) પર લાગતો વિન્ડફોલ ટેક્સ હતો એટલો જ એટલે કે યથાવત રહેશે. સરકારે ઘરેલુ વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર લાગૂ ટેક્સ દરોમાં હાલ કોઈ ફેરફાર કર્યો નથી.
શું છે આ વિન્ડફોલ ટેક્સ
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક વર્ષોથી બ્રિટન અને અમેરિકા જેવા વિક્સિત દેશો પણ આ રીતે વિન્ડફોલ ટેક્સ લગાવે છે. વિન્ડફોલ ટેક્સને સરળ ભાષામાં સમજવું હોય તો ઓઈલ કંપનીઓને અચાનક થતો પ્રોફિટ. ઉદાહરણ તરીકે સમજવું હોય તો જ્યારે ભારે પવનથી ઝાડ પર લટકેલા ફળ આપોઆપ નીચે પડે તો જરાય મહેનત કર્યા વગર તમને ફળ મળી જતા હોય છે. વિન્ડફોલ ટેક્સ પણ કઈક એવું જ કહી શકાય. વિન્ડફોલ એ ઓઈલ કંપનીઓની એવી વધારાની કમાણી છે જે તેમને બહારના અન્ય કારણોથી અચાનક ઉપજતી હોય છે. કંપનીઓને થતી આવી આકસ્મિક વધારાની કમાણી પર સરકાર દ્વારા આ પ્રકારે વિન્ડફોલ ટેક્સ લગાવવામાં આવે છે.
ભારતમાં ક્યારથી શરૂ થયો?
વિન્ડફોલ ટેક્સ કેમ લગાવાય છે?
આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
અત્રે જણાવવાનું કે સરકારી ઓઈલ વિતરણ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે નવા ભાવ જાહેર કરે છે. આજે પણ સવારે જાહેર થયેલા ભાવ મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે યથાવત છે.
શહેરો પ્રમાણે ભાવમાં સામાન્ય ફેરફાર હોઈ શકે છે.