Fatty Liver: ફેટી લીવર ત્યારે થાય છે જ્યારે લીવરની કોશિકામાં ફેટનું પ્રમાણ 5% થી વધી જાય. ફેટી લીવરના મુખ્ય બે પ્રકાર હોય છે એક નોન આલ્કોહોલિક ફેટી લીવર અને બીજું આલ્કોહોલિક ફેટી લીવર. આલ્કોહોલિક ફેટી લીવર લાંબા સમય સુધી વધારે પ્રમાણમાં દારૂ પીવાના કારણે થાય છે અને નોન આલ્કોહોલિક ફેટી લીવરનું કારણ ખરાબ લાઈફ સ્ટાઈલ, ડાયાબિટીસ, સ્થૂળતા કોલેસ્ટ્રોલ અને બેઠાડું જીવન શૈલી હોઈ શકે છે.
ફેટી લીવર એટલે શું ?
જ્યારે લીવરમાં વધારે માત્રામાં ફેટ ઉત્પન્ન થવા લાગે તો તે સ્થિતિને મેડિકલ ભાષામાં ફેટી લીવર કહેવાય છે. જ્યારે લીવરની કોશિકામાં ફેટ જમા થવા લાગે છે તો તેના કારણે લીવરમાં સોજો આવી જાય છે. લીવરમાં ફેટ જમવાની પ્રક્રિયા ફેટી લીવરના કારણે થાય છે.. ફેટી લીવરમાં શરીરમાં રહેલી વધારાની કેલરી લીવરની કોશિકાઓમાં ફેટ તરીકે જામવા લાગે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર લીવરમાં સોજો એટલે કે ફેટી લીવરની સ્થિતિમાં જો દર્દીનો ઈલાજ સમયસર કરવામાં ન આવે તો લીવર ડેમેજ થવાનું અને લીવર સંબંધિત ગંભીર બીમારી થવાનું જોખમ વધી જાય છે. એટલા માટે જરૂરી છે કે ફેટી લીવરને ઝડપથી રિવર્સ કરવામાં આવે.
ફેટી લીવરને રિવર્સ કરવું શક્ય
ડોક્ટરોનું કહેવું છે કે ફેટી લીવર એવી સ્થિતિ છે જેને યોગ્ય આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને કંટ્રોલ કરી શકાય છે. ફેટી લીવરના શરૂઆતના સ્ટેજમાં જો જીવનશૈલી અને આહાર સુધારી લેવામાં આવે તો ફેટી લીવરને રિવર્સ પણ કરી શકાય છે. ફેટી લીવર રિવર્સ કરવા માટે પાંચ દેશી ડ્રિન્ક પણ મદદરૂપ થઈ શકે છે. ફેટી લીવરને રિવર્સ કરવામાં મદદ કરે તેવા પાંચ ડ્રિન્ક વિશે જાણકારી ડોક્ટર શુભમ વત્સે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ફેટી લીવરમાં ફાયદો કરે તેવા ડ્રિન્ક્સ
ગ્રીન ટી
ડોક્ટરના જણાવ્યા અનુસાર ફેટી લીવર હોય તેઓ દૂધ અને ખાંડવાળી ચાને બદલે ગ્રીન ટી પીવાનું શરૂ કરે તો તેનાથી ફાયદો થઈ શકે છે. ગ્રીન ટી માં એવા શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ફેટી લીવરની સમસ્યામાં મદદરૂપ થઈ શકે છે. ગ્રીન ટી માં એવા તત્વો હોય છે જે એક્સ્ટ્રા ફેટને જમા થતા રોકે છે અને વધારા ના ફેટને ઓછું કરવામાં મદદ કરે છે.
બ્લેક કોફી
લીવર હેલ્થ માટે સૌથી બેસ્ટ બ્લેક કોફી છે તેવું ડોક્ટરનું જણાવવું છે. ફેટી લીવરમાં ખાંડ અને દૂધ વિનાની બ્લેક કોફી પીવી ફાયદાકારક રહે છે. બ્લેક કોફી લીવરના સોજા અને ફાઇબ્રોસીસના રિસ્ક ને ઓછું કરવામાં પણ મદદ કરી શકે છે. બ્લેક કોફી માં રહેલું કેફીન અને એસિડ લીવર ડિટોક્ષ કરવામાં મદદ કરે છે અને લીવરને હેલ્ધી રાખી શકે છે.
લીંબુ પાણી
સવારના સમયે હૂંફાળા પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી લીવરને ફાયદો થાય છે તેવું ડોક્ટરનું જણાવવું છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર લીંબુપાણી નેચરલ લીવર ડિટોક્સ હોય છે. ખાલી પેટ પીધેલું લીંબુ પાણી શરીરમાંથી વેસ્ટેજ ને બહાર કાઢવામાં મદદ કરે છે ડાયજેશન સુધારે છે અને શરીરને હાઇડ્રેટ પણ કરે છે.
આમળાનો રસ
આમળાની સીઝન હવે શરૂ થવાની જ છે આમળાનો રસ વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આમળા લીવરને ડીટોક્ષ કરવામાં અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. આમળા લીવરનું ફેટ ઓછું કરવામાં મદદ કરે છે. આમળાનો રસ લીવરને ડિટોક્સ કરવાની સાથે સ્કીન અને હેરને પણ હેલ્ધી બનાવે છે.
છાશ
ડોક્ટરના જણાવ્યા અનુસાર છાશ પણ એવું પીણું છે જે ઓવરઓલ હેલ્થ સુધારવામાં મદદ કરી શકે છે. છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ ગટ હેલ્થ સુધારે છે. છાશમાં શેકેલું જીરું ઉમેરીને પીવાથી પાચન પણ સુધરે છે તેનાથી ઓવરઓલ હેલ્થમાં ફાયદો થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)