Must Watch Suspense Thriller Movie: શું તમે પણ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ દ્રશ્યમ 3 જોઈ છે ? દ્રશ્યમ 3 જોયા પછી તમારા મગજમાં પણ સસ્પેન્સ થ્રિલર ફિલ્મો જોવાનો ક્રેઝ વધ્યો છે ? એટલે કે તમે ઓટીટી પર સસ્પેન્સ થ્રિલર ફિલ્મો જોવાના ઝોનમાં છો ? તો તમારા માટે ઓટીટીની બેસ્ટ સસ્પેન્સ થ્રિલર ફિલ્મની જાણકારી અહીં આપવામાં આવી છે.
સસ્પેન્સ ફિલ્મો જોવાના શોખીન લોકોને અજય દેવગનની દ્રશ્યમ 3 ફિલ્મ ખૂબ પસંદ પડી. ફિલ્મમાં એક પછી એક સસ્પેન્સ જે રીતે ખુલે છે તેને જોઈને લોકોને મજા પડી જાય છે. આવી જ સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર ફિલ્મ નેટફ્લિકસ પર પણ તમે જોઈ શકો છો. શક્ય છે કે આ ફિલ્મ જોયા પછી તમને દ્રશ્યમ 3 નું થ્રિલ અને સસ્પેન્સ નબળું લાગી શકે.
નેટફ્લિક્સ પર દર સપ્તાહ કંઈક નવું રિલીઝ કરવામાં આવે છે.. જેમાં અલગ અલગ જોનરની વેબ સિરીઝ અને ફિલ્મોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ નેટફ્લિક્સ પર સુપરહિટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી. આ ફિલ્મ આમ તો મલયાલમ સિનેમાની છે પરંતુ નેટફિક્સ પર તમે આ ફિલ્મ હિન્દીમાં જોઈ શકો છો.. આ ફિલ્મ નવી જ છે અને સપ્ટેમ્બર મહિનામાં ઘરોમાં રિલીઝ થઈ હતી.. હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવી ચૂકી છે.
નેટફ્લિક્સની મસ્ટ વોચ ફિલ્મનું નામ છે પ્રધામા દ્રષ્ટિયા કુટ્ટક્ક. ફિલ્મનું નામ વિચિત્ર લાગશે પરંતુ આ ફિલ્મ જોયા પછી તમે તમારું માથું પકડી લેશો. ઓટીટી પર આ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ ટ્રેન્ડ કરવા લાગી છે. ફિલ્મની સ્ટોરી રસપ્રદ છે અને સસ્પેન્સથી ભરપૂર છે. આ ફિલ્મનું સસ્પેન્સ અને થ્રીલ તમને અજય દેવગનની દ્રશ્યમ ફિલ્મને પણ ભુલાવી દેશે.
પ્રધામા દ્રષ્ટિયા કુટ્ટક્ક ફિલ્મની સ્ટોરી
પ્રધામા દ્રષ્ટિયા કુટ્ટક્ક ફિલ્મની સ્ટોરી એક લેડી પોલીસ કોન્સ્ટેબલ અને એક મર્ડર મિસ્ટ્રી આસપાસ ફરે છે. આ લેડી કોન્સ્ટેબલને પોલીસમાં નોકરી તેના પતિના મોત પછી મળે છે. ફિલ્મમાં મર્ડર થાય છે અને પછી શરૂ થાય છે અસલી ખેલ. આ ફિલ્મને લોકો પરફેક્ટ ક્રાઇમ થ્રિલર ફિલ્મ કહી રહ્યા છે. આ ફિલ્મ 2 કલાક અને 40 મિનિટની છે અને તેમાં મુખ્ય કલાકારોમાં મલયાલમ સિનેમાની પ્રખ્યાત કલાકાર પાર્વતી થિરુવોથુ, મેશ્યૂ થોમલ, ઉન્નીમાયા સહિતના કલાકારો જોવા મળશે.
સસ્પેન્સ રિલર ફિલ્મ પ્રધામા દ્રષ્ટિયા કુટ્ટક્ક કેટલી દમદાર છે તેનો અંદાજ આઈએમડીબી રેટિંગ પરથી લગાવી શકો છો. IMdb માં ફિલ્મને 10 માંથી 7.5 પાંચનું રેટિંગ મળ્યું છે.