વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર અલ્ટ્રાવાયરલ રેડિએશન, એબેસ્ટોસ, તમાકૂ, સિગરેટના ધુમાડામાં રહેલા કેમિકલ, આલ્કોહોલ, કેન્સરનું કારણ બની શકે છે. આ સિવાય બાયોલોજિકલ કાર્સિનોજેલમાં વાયરલ, બેક્ટેરિયા કે પછી પેરાસાઈડના કારણે થતું ઈન્ફેકશન કેન્સનું કારણ બની શકે છે.
એક્સપર્ટ અનુસાર શરીરના સૌથી પહેલા નોર્લમ સેલ્સ ટ્યૂમર સેલ્સમાં બદલાવા લાગે છે. આ પ્રક્રિયા અલગ અલગ સ્ટેજમાં થાય છે. કેન્સરની શરીરમાં શરુઆતને પ્રી કેન્સર લીઝન કહેવાય છે જે આગળ જઈને ઘાતક ટ્યુમર બની જાય છે.
કેન્સર થવાના અલગ અલગ કારણો હોય છે. જેમાં તમાકુ, સિગરેટ કે દારુના વ્યસન ઉપરાંત જેમકે ખરાબ ડાયટ, બેઠાળુ જીવનશૈલી, પ્રદૂષણ કેન્સર થવાનું કારણ બની શકે છે. આ સિવાય કેટલીક બીમારી અને ક્રોનિક ઈન્ફેકશન કેન્સરના જોખમને વધારી શકે છે. એટલું જ નહીં હેપેટાઈટિસ સી અને બી જેવા વાયરસ પણ કેન્સરનું જોખમ વધારે છે.
દરેક હેલ્થ એક્સપર્ટ એ વાત પર અગ્રી હોય છે કે કેન્સરની શરુઆત જેટલી ઝડપથી પડી જાય એટલું સારું. કેન્સરની શરુઆતમાં જોવા મળતાં લક્ષણો સામાન્ય લાગતા હોય તો પણ તેને ઈગ્નોર ન કરો. કેન્સર કોઈપણ પ્રકારનું હોય કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે. જેમકે અચાનક વજન ઘટી જવું. કોઈ વિશેષ અંગમાં ગાંઠનો અનુભવ થવો વગેરે. આવી કોઈપણ અસામાન્ય સ્થિતિ શરીરમાં અનુભવાય એટલે તુરંત ડોક્ટરનો સંપર્ક કરી ચેકઅપ કરવાવવું.
- કેન્સર જેવી બીમારીથી બચીને રહેવા માટે કેટલાક સામાન્ય કામ કરી શકો છો. જેમાં તમાકૂ, દારુ કે સિગરેટનું વ્યસન હોય તો તુરંત આવા વ્યસન છોડો.
- એચપીવી અને હેપેટાઈટિસ બીની વેક્સીન લઈ લેવી.
- સૂર્ય કિરણથી શરીરનું રક્ષણ કરવું. કોઈપણ પ્રકારના રેડિએશનના સંપર્કમાં આવવાથી બચવું.
- શરીરનું વજન મેનેજ કરવું અને લાઈફસ્ટાઈલ એક્ટિવ બનાવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)