Suryaa Movie Controversy: સની દેઓલની ફિલ્મ સૂર્યાને લઈને વિવાદ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ પ્રતિબંધ મુકવાની કરી માંગ
Suryaa Movie Controversy: સની દેઓલની ફિલ્મ સૂર્યાનું ટીઝર રિલીઝ થયા પછી હવે તેના પર પ્રતિબંધ મુકી દેવાની માંગ કરવામાં આવી છે. આ માંગ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. સૂર્યા ફિલ્મના ટીઝરમાં એવું તો શું દેખાડવામાં આવ્યું કે ડોક્ટર્સ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે ચાલો જાણીએ.
Suryaa Movie Controversy: સની દેઓલની આગામી ફિલ્મ સૂર્યા વિવાદમાં આવી છે.. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા પછી આ ફિલ્મના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ આ ફિલ્મ રિલીઝ થાય તેને લઈને પણ આપત્તિ વ્યક્ત કરી છે. એસોસિએશન પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી છે એસોસિએશનનું કહેવું છે કે ફિલ્મમાં જે રીતે મેડિકલ ક્ષેત્રને દેખાડવામાં આવ્યું છે અને ડોક્ટરો સામે હિંસા દેખાડવામાં આવી છે તેનાથી મેડિકલ ફીલ્ડની છબી ખરાબ થઈ શકે છે.
સની દેઓલની ફિલ્મ સુર્યા
બોલીવુડ એક્ટર સની દેઓલ હવે સૂર્ય નામની ફિલ્મમાં જોવા મળશે. સૂર્યા ફિલ્મનું એક ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર પરથી લાગે છે કે આ ફિલ્મ મેડિકલ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સંબંધિત છે. ફિલ્મની સ્ટોરી એક એવા વ્યક્તિની આસપાસ ફરે છે જે તેના એક અંગત વ્યક્તિને ગુમાવે છે. ત્યાર પછી તેની સામે હોસ્પિટલોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવે છે. ફિલ્મના ટીઝરમાં સની દેઓલ હોસ્પિટલના સ્ટાફ પર હિંસક હુમલો કરતા પણ જોવા મળે છે. જેને લઇને જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ વિરોધ વ્યક્ત કર્યો છે.
IMA નો સૂર્યા ફિલ્મને લઈને વિરોધ
સુર્યા ફિલ્મને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ પોતાનો વિરોધ નોંધાયો છે. એસોસિએશનનું કહેવું છે કે સૂર્યા ફિલ્મના ટીઝરમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલ કર્મચારીઓ પર હુમલો થતો દેખાડવામાં આવે છે. એસોસિએશનનું કહેવું છે કે જો ફિલ્મમાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પર હુમલો કરનાર વ્યક્તિને હીરો તરીકે દેખાડવામાં આવે અને તેણે ડોક્ટર્સ પર કરેલા હુમલાને યોગ્ય ગણાવવામાં આવે તો તેનાથી દેશભરમાં સ્વાસ્થ્ય કર્મીઓ વિરુદ્ધ હિંસાની ઘટના વધી શકે છે. એસોસીએશનનું કહેવું છે કે પહેલાથી જ આપણા દેશમાં ડોક્ટર અને મેડિકલ કર્મચારીઓ સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યા છે તેવામાં ફિલ્મમાં દેખાડવામાં આવતી ઘટનાઓ મેડિકલ સ્ટાફની સુરક્ષા ને અસર કરી શકે છે. કારણ કે ફિલ્મમાં સ્વાસ્થ્ય કર્મીઓ ઉપર હુમલો કરવાની વાતને યોગ્ય દેખાડવામાં આવે છે.
IMA ની યોગ્ય કાર્યવાહીની માંગ
સની દેઓલ ની ફિલ્મ સૂર્યાને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ સૂચના એવં પ્રસારણ મંત્રાલયને લેખિત રજૂઆત પણ કરી છે.. મંત્રાલય સામે તમામને નિષ્પક્ષ સમીક્ષા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ એસોસિએશનને ફિલ્મ નિર્માતા ને પણ ફિલ્મમાં જરૂરી ફેરફાર કરવાની માંગ કરી છે જેથી ફિલ્મમાં દેખાડવામાં આવેલી હિંસાની અસર સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા પર ન થાય. ઇન્ડિયન મેસેજ મેડિકલ એસોસિએશન એવું પણ કહ્યું છે કે યોગ્ય જણાય તો ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાની વાત પર પણ વિચાર કરવામાં આવે.
સૂર્યા ફિલ્મ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના વિવાદ વચ્ચે સેન્સર બોર્ડની સ્પષ્ટતા પણ આવી ગઈ છે. સેન્સર બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે સુર્યા ફિલ્મ હજુ સુધી સર્ટિફિકેટ માટે બોર્ડ પાસે જમા થઈ નથી તેનો અર્થ છે કે સૂર્ય ફિલ્મને લઈને સેન્સર બોર્ડ તરફથી અંતિમ નિર્ણય લેવાયો નથી.
મહત્વપૂર્ણ છે કે સની દેઓલ ની ફિલ્મ સુર્યા મેડિકલ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચારની ઘટનાઓને ઉજાગર કરતી ફિલ્મ છે. આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રવિ કિશન, પ્રજ્ઞા જયસ્વાલ, તનુશ્રી ચક્રવર્તી, અનુપ ત્રિવેદી, રોહિત તિવારી સહિતના કલાકારો જોવા મળશે.