Warrior Sita In Ramayana: બોક્સ ઓફિસ પર રામાયણ ફિલ્મ રિલીઝ થઈ તેને 10 દિવસનો સમય થઈ ગયો છે. 5 નવેમ્બરે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. 10 દિવસમાં ફિલ્મની કમાણી 1100 કરોડથી વધી ચૂકી છે. બોક્સ ઓફિસ પર રામાયણ ફિલ્મ છપ્પરફાડ કમાણી કરી રહી છે. સારી કમાણી થઈ રહી છે તેમ છતાં રામાયણ ફિલ્મના કેટલાક સીનને લઈને વિવાદ પણ થયા છે. જેમકે રામાયણ ફિલ્મોમાં એક સીનમાં માતા સીતાને યોદ્ધા તરીકે દેખાડવામાં આવ્યા છે.
રામાયણ જોનારા ઘણા દર્શકોના મનમાં એ પ્રશ્ન છે કે ફિલ્મમાં સીતા બનેલી અભિનેત્રી સાંઇ પલ્લવીને યુદ્ધ કરતી દેખાડવામાં આવી છે. ફિલ્મમાં સીતાજીને યુદ્ધ કરતા શા માટે દેખાડવામાં આવ્યા છે તેનો જવાબ ફિલ્મના નિર્દેશક નિતેશ તિવારીએ આપી દીધો છે. નિર્દેશક નિતેશ તિવારીએ ખુલાસો કર્યો છે કે તેણે આ સીન શા માટે દેખાડ્યો છે
નિતેશ તિવારીએ ધ ફેડરલ ને આપેલી મુલાકાત દરમિયાન સીતાના યોદ્ધા અવતાર વિશે વાત કરી હતી. નિતેશ તિવારીએ જણાવ્યું કે તેની ફિલ્મ રામાયણમાં સીતા નું જે રૂપ છે તે રામાયણના બે અલગ અલગ સંસ્કરણોમાંથી લેવામાં આવ્યું છે. તેની ફિલ્મ રામાયણમાં જે સીતા નું પાત્ર છે તે બે રામાયણ પર આધારિત છે જેમાં સંસ્કૃતની અદભુત રામાયણ અને 15મી સદીની ઓડિયા બિલંકા રામાયણ નો સમાવેશ થાય છે.
નિતેશ તિવારીએ જણાવ્યું કે આ બંને રામાયણમાં સીતાની અલગ જ છબી રજૂ કરવામાં આવી છે. આ રામાયણમાં સીતા ફક્ત સહનશીલતાની મૂર્તિ નહીં પરંતુ સક્રિય યોદ્ધા અને બ્રહ્માંડીએ શક્તિનો અવતાર પણ છે. મુલાકાત દરમિયાન તેમણે એક કથાનો ઉલ્લેખ પણ કર્યો જેમાં સીતા એક શક્તિશાળી રાક્ષસ સામે યુદ્ધ કરવા રૌદ્ર રૂપ ધારણ કરે છે. તેમણે આગળ કહ્યું કે આ કથામાં એવું લખવામાં આવ્યું છે કે જ્યારે રામ અસહાય થઈ જાય છે તો સીતા મહાકાળીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને સહસ્ત્ર રાવણ એટલે કે 1,000 માથા વાળા રાક્ષસ રાજાનો વધ કરે છે.
નિતેશ તિવારીએ મુલાકાત દરમિયાન એવું પણ કહ્યું કે રામાયણ ફિલ્મના સીતાને યોદ્ધા તરીકે દેખાડવા તે આધુનિક વિચાર નથી પરંતુ તેમનું જે ચરિત્ર ભારતની વિભિન્ન રામાયણ કથાઓમાં લખેલું છે તેમાંથી લેવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે ફિલ્મમાં સીતા ના પાત્ર સાથે કોઈ આધુનિકકરણ કરવામાં આવ્યું નથી. પરંતુ રામાયણના અલગ અલગ સંસ્કરણોમાંથી લેવામાં આવેલી કથાઓનો ભાગ છે.