Kangana Ranaut: એ વાત તો સૌ કોઈ જાણે છે કે કંગના રનૌત પોતાની વાત બિન્દાસ અંદાજમાં લોકો સામે મુકતી હોય છે. અત્યાર સુધીમાં એવું ઘણી વખત થયું છે કે કંગના એ આપેલા નિવેદન પછી મોટાપાયે વિવાદ થયા હોય. આવું ફરી એક વખત થયું છે. ભાજપની સાંસદ કંગના રનૌત વિરુદ્ધ શિમલામાં પ્રાથમિકી નોંધવામાં આવી છે. આ પ્રાથમિકી શિમલાના રહેવાસી કેપ્ટન અતુલ શર્માની ફરિયાદ પર નોંધાય છે. અતુલ શર્માએ આરોપ લગાવ્યો છે કે અભિનેત્રી કંગના રનૌત એ સોશિયલ મીડિયા પર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમના બંને દીકરાના મોતને લઈને ભડકાવ વાત કહી હતી.
અભિનેત્રી કંગના રનૌતની જે પોસ્ટ પછી તેના વિરુદ્ધ શિમલામાં ફરિયાદ નોંધાય છે તે પોસ્ટ અભિનેત્રીય 10 નવેમ્બરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી હતી. આ પોસ્ટમાં તેણે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને એક રહસ્યમય વિદેશી નાગરિક કહ્યા હતા. સાથે જ કંગના રનૌત પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે ગાંધી પરિવારમાં તેમની એન્ટ્રી પછી ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધીના મોત થયા. પરિવારમાંથી મેનકા ગાંધીને કાઢી નાખવામાં આવ્યા અને પછી અચાનક જ તે પોતે સરકાર અને ગાંધી પરિવારમાં મુખ્ય વ્યક્તિ બની ગયા. કંગના રનૌતની આ પોસ્ટથી સૌ કોઈ ચોકી ગયા હતા. હવે આ મામલેસ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે.
ફરિયાદ નોંધાવનારનું કહેવું છે કે કંગના રનૌત એ કહેલી આ વાત ભડકાઉ છે અને લોકોમાં વયમન્સ્ય ફેલાવાનો પ્રયત્ન છે.. ફરિયાદ કરનારે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ પ્રકારની પોસ્ટ કરીને અભિનેત્રી ડર ફેલાવવાની અને લોકો સુધી ખોટી જાણકારી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. આ પ્રકારની પાયાવિહોણી અને ખોટી વાત કરવાથી લોકો વચ્ચે વયમનસ્ય ફેલાઈ શકે છે જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડી શકે છે.
કંગના રનૌત વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મામલે શિમલાના પોલીસ અધિક્ષક ગૌરવસિંહનું કહેવું છે કે શિમલાના રહેવાસી કેપ્ટન અતુલ શર્માની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આ મામલે તપાસ કરશે. હાલ કંગના વિરુદ્ધ કલમ 196 કલમ, 353 અને કલમ 356 માનહની હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.