દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા સમસ્યા ન થાય તેવું શક્ય ન હોય તેવું લાગે છે. દિલ્હીમાં થયેલા કોન્સર્ટ પહેલા પણ ભારે વિવાદો થયા હતા હવે અમદાવાદમાં થનાર કોન્સર્ટ પહેલા પણ એક નવી વાત સામે આવી છે. ગુજરાતના અમદાવાદમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો લાઇવ કોન્સર્ટ થવાનો છે. આ કોન્સર્ટમાં ચાર ગીત ગાવા પર પ્રતિબંધ મૂકવાની માંગ જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીએ પોલીસ કમિશનરને પત્ર લખીને કરી છે.
જે ચાર ગીતો પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે તેમાં દારૂ, નશા અને હિંસાને પ્રોત્સાહન આપવાની વાત છે તેવું કહેવામાં આવ્યું છે. આ સિવાય કોન્સર્ટમાં હાઈવ વોલ્યુમ, ચમકતી લાઈટો તેમજ બાળકોને સ્ટેજ પર બોલાવવા જેવા કામ કરવાને લઈને પણ પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પત્રમાં ચાર ગીતનો વિશેષ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર દિલજીત સાંજના લોકપ્રિય ગીતો છે.
અમદાવાદના કોન્સર્ટમાં જે ચાર ગીતો ગાવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે તેમાં પટિયાલા પેગ, પાંચ તારા ઠેકે, જેબ વીચો ફીમ, જટ ફાયર કરદાં ગીતનો સમાવેશ થાય છે. બાલ સંરક્ષણ અધિકારીનું કહેવું છે કે આ ગીતને શબ્દો બદલીને પણ ગાવામાં ન આવે. કારણ કે આ ગીતમાં દારૂ, અફીણ, નશો અને હથિયારનો ઉલ્લેખ છે જેની બાળકો અને યુવાનો પર ખરાબ અસર થઈ શકે છે એટલા માટે આ ચાર ગીત ગાવા પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે.
જોકે દિલજીતના અમદાવાદના કોન્સર્ટ પર જ નહીં પરંતુ ઇંદોરના કોન્સર્ટ પર જોખમ તોડાઈ રહ્યું હોય તેવું લાગે છે. ઇન્દોરમાં કોઈ તરફથી વિરોધ તો કરવામાં આવ્યો નથી પરંતુ એવી જાણકારી સામે આવી છે કે ઈન્દોરમાં દિલજીતના કોન્સર્ટ પહેલા શહેરની ત્રણ બેંકો અને મેયર સેક્રેટરીએટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે તેમાં પંજાબી અને અંગ્રેજી બંને ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇન્દોરમાં ધમકી ભર્યા ઈ-મેલ પછી તપાસ શરૂ થઈ ગઈ છે. અહીં 15 નવેમ્બરે કોન્સર્ટ થવાનો છે.