OTT Release This Week: દિવાળીની રજાઓ પછીનું આ પહેલું સપ્તાહ છે. દિવાળીમાં રજાઓમાં મજા કર્યા પછી પહેલા અઠવાડિયામાં કંટાળાનો અનુભવ અનેક લોકોને થતો હોય છે. જો તમને પણ રજા પછી શરૂ થયેલા નોર્મલ રૂટિનમાં પણ કંટાળો આવી રહ્યો છે તો ઓટીટી તમારા માટે બેસ્ટ છે. દિવાળી પછીના આ વીકમાં ઓટીટી પર નવી ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઈ ચૂકી છે જે તમારા કંટાળા ને દુર કરી શકે છે. ઘરે બેસીને તમે શાંતિથી આ ફિલ્મો અને વેબ સિરીઝની મજા લઈને કંટાળો દૂર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ ઓટીટી પર આ વિકેન્ડમાં કઈ કઈ નવી ફિલ્મો અને વેબ સિરીઝ આવી છે.
કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારનની આ ફિલ્મ દાયરા સિનેમા ઘરોમાં ક્યારે આવી અને ક્યારે ઉતરી ગઈ તે ખબર પડી નથી પરંતુ હવે આ ફિલ્મ ઓટીટી પર આવી ચૂકી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકે નથી પરંતુ ઓટીટી પર આપેલ ધમાલ મચાવે તેવું લાગે છે. દાયરા ફિલ્મ મેઘના ગુલઝારના ડાયરેક્શનમાં બનેલી ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. સામાન્ય રીતે આવી ફિલ્મો ઓટીટી પર વધારે જોવાતી હોય છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.
સનાયા કપૂરની થ્રિલર વેબ સીરીઝ સ્ટુડન્ટ ઓફ ધ યર આફ્ટર ડાર્ક પણ ઓટીટી પર રિલીઝ થઈ છે. આ સિરીઝમાં શનાયા કપૂર ડબલ રોલમાં છે. સનાયા કપૂરની બહેનનું મોત રહસ્યમય સંજોગોમાં થઈ જાય છે ત્યાર પછી તે મોતનું રહસ્ય જાણવાની શરૂઆત કરે છે. આ થ્રીલર વેબ સીરીઝ હોટ સ્ટાર પર 13 નવેમ્બરથી રિલીઝ થઈ છે.
સસ્પેન્સ થ્રિલર ફિલ્મો જોવાના શોખીન માટે ઝી5 પર એક જોરદાર ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મનું નામ છે બ્લાઈન્ડ ગેમ. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અર્જુન રામપાલ અને પ્રિયમણી જોવા મળે છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મની સ્ટોરી એક સસ્પેન્ડેડ પોલીસ અધિકારી આસપાસ ફરે છે.
જો તમને હોરર કન્ટેન્ટ જોવાનું પસંદ છે તો નેટફ્લિક્સ પર સ્માઈલ ફિલ્મ રિલીઝ થઈ છે. સ્માઈલ ફિલ્મમાં એક મનોચિકિત્સકની સ્ટોરી દેખાડવામાં આવી છે જેની લાઈફ ત્યારે બદલી જાય છે જ્યારે તેનો સામનો એક ડરામણી ઘટના સાથે થાય છે. આ ઘટના પછી એક ભયંકર સ્માઈલ તેનો પીછો કરે છે. આ સ્માઈલનું સિક્રેટ શું છે તે જોવા તમારે ફિલ્મ જોવી પડશે.
રજનીકાંતની ફિલ્મ જેલર 2 હવે ઓટીટી પર આવી ચૂકી છે. રજનીકાંતની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી છે. આ ફિલ્મ 13 નવેમ્બરથી પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ ચૂકી છે.
જો તમે રશ્મિકા અને વિજયના ફેન છો તો તેમની ફિલ્મ રાણાબલી પણ આવી ચૂકી છે. રાણાબલી ફિલ્મ પહેલી ફિલ્મ છે જે રશ્મિકા અને વિજય એ લગ્ન પછી એક સાથે કરી હોય. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીના ખૂબ જ વખાણ થયા છે. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી પરંતુ ઓટીટી પર આ ફિલ્મ હિટ સાબિત થશે કે નહીં તે આગામી દિવસોમાં ખબર પડશે.