SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શાહરુખ ખાન એ કંટેંટ ક્રિએટરને ફટકારી માનહાનિ નોટિસ, ભ્રામક માહિતી ફેલાવી હોવાનો આરોપ

બોલીવુડ એક્ટર શાહરુખ ખાન એ તેના વીડિયો સાથે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવા બદલ કંટેંટ ક્રિએટર સુવિજ્ઞ શર્માને માનહાનિ નોટિસ ફટકારી છે. શાહરુખ ખાનની આ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

Written By Krupa Shah
Published: Nov 26, 2026, 08:02 IST | Updated: Nov 26, 2026, 08:04 IST
Join

શાહરુખ ખાનની એક રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ રીલ હવે કંટેંટ ક્રિએટર સુવિજ્ઞ શર્મા માટે મુસીબતનું કારણ બની છે. શાહરુખ ખાન એ સુવિજ્ઞ શર્માને માનહાનિ નોટિસ ફટકારી છે. નોટિસ અનુસાર રીલ્સમાં શાહરુખ ખાન માટે જે માહિતી શેર કરવામાં આવી છે તે ખોટી અને તેની માનહાનિ કરે તેવી છે.

આ પણ વાંચો: આ ફિલ્મ દરેકને રડાવશે, કોરોનાની બીજી લહેરમાં ટપોટપ મરતાં લોકો અને ડોક્ટરોની લાચારી દર્શાવતી ફિલ્મ OTT પર રિલીઝ

વ્યુ માટે અને રીલ્સ વાયરલ થાય તે માટે કંટેંટ ક્રિએટર ઘણીવાર હકીકતને પણ તોડીમરોડીને રજૂ કરતાં હોય છે. વીડિયોમાં જે દેખાતું હોય તેની હકીકત જાણ્યા વિના પોતાની કલ્પના અનુસાર તેનું તારણ કાઢવું જાણીતા કંટેંટ ક્રિએટરને ભારે પડી ગયું છે. કારણ કે તેના વિરુદ્ધ બોલીવુડનો બાદશાહ એક્શન મોડમાં આવી ગયો છે.

શું છે શાહરુખ ખાનની માનહાનિનો મામલો ?

આ વિવાદ એક કાર્યક્રમ દરમિયાનના એક વીડિયો સંબંધિત છે. એક વીડિયો ક્લીપ વાયરલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે શાહરુખ ખાનને ચુપ રહેવાનું કહી દેવામાં આવ્યું. આ રીલ ઈંસ્ટાગ્રામ પર વાયરલ થઈ હતી અને હવે આ રીલ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. શાહરુખ ખાનની લીગલ ટીમ એક્શન મોડમાં આવી છે અને રીલ બનાવનાર સુવિજ્ઞ શર્માને માનહાનિ નોટીસ ફટકારી દીધી છે.

આ પણ વાંચો: દિલજીત દોસાંજના બેંગ્લોરના કોન્સર્ટમાં બ્લાસ્ટની ધમકી મળી, ધમકીમાં આઈફોનનો ઉલ્લેખ

શાહરુખ ખાનની ટીમનું કહેવું છે કે આ વીડિયો સાથે જે જાણકારી અને કેપ્શન શેર કરવામાં આવ્યું તે ભ્રામક અને માનહાનિ કરે તેવું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે દાવો કરવામાં આવે છે તે ખોટો છે અને તેનાથી શાહરુખ ખાનની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.

માનહાનિ નોટિસમાં કંટેંટ ક્રિએટર સુવિજ્ઞ શર્માને 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે. 48 કલાકમાં તેણે 5 માંગ પુરી કરવી પડશે. જેમાં વિવાદિત રીલ તુરંત હટાવવી, તેને વધારે વાયરલ ન કરવી, રીલના કેપ્શનમાં જે દાવો કરવામાં આવ્યો તેને હટાવો અથવા સુધારો, મૂળ ફૂટેજના રેકોર્ડ સુરક્ષિત રાખવા, નિર્દેશોનું પાલન થયું છે જેની જાણકારી લેખિતમાં 48 કલાકની અંદર આપવી.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES