SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shah Rukh Khan Birthday: શાહરુખનો બર્થ ડે બની ગયો ખાસ, અપકમિંગ ફિલ્મ કિંગનું પહેલું ગીત તુ મિલ જાયે રિલીઝ

Shah Rukh Khan Birthday: 2 નવેમ્બર 2026 ના રોજ શાહરુખ ખાન તેનો 61 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને આજના દિવસે તેની આગામી ફિલ્મ કિંગનું ગીત તુ મિલ જાયે રિલીઝ કરવામાં આવ્યું છે.

Written By Krupa Shah
Published: Nov 02, 2026, 08:05 AM IST | Updated: Nov 02, 2026, 08:09 AM IST
Join

Shah Rukh Khan Birthday: 2 નવેમ્બર 1965 ના રોજ દિલ્હીના એક સામાન્ય પરિવારમાં જન્મેલો શાહરુખ ખાન આજે બોલીવુડનો બાદશાહ ગણાય છે અને કરોડો દિલો પર રાજ કરે છે. શાહરુખ ખાનના 61 માં જન્મદિવસે તેની આગામી ફિલ્મ કિંગનું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં શાહરુખ ખાનનો એક્શન અવતાર અને દીપિકા સાથેની રોમેન્ટિક કેમેસ્ટ્રી બંને એકસાથે જોવા મળે છે.

આ પણ વાંચો: Kaante 2: ફિલ્મ મેકર સંજય ગુપ્તાની છેલ્લી ઈચ્છા પુરી કરશે સંજય દત્ત, કાંટે 2 ફિલ્મ બનાવવાની કરી જાહેરાત

શાહરુખ ખાનની ફિલ્મ કિંગનું આ ગીત જોઈને લાગશે નહીં કે શાહરુખ ખાન 61 વર્ષનો છે. ગીતમાં દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનની સીઝલિંગ કેમેસ્ટ્રી ફરી એકવાર જોવા મળે છે. કિંગ ફિલ્મના આ ગીતના શબ્દો છે તુ મિલ જાયે. ફિલ્મમાં રોમાન્સ અને એક્શન બંને જોવા મળે છે. આ ગીત રિલીઝ થયાની સાથે ટ્રેંડ કરવા લાગ્યું છે.

આ પણ વાંચો: Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતી રાવની ફિલ્મની રિલીઝ ડેટ કંફર્મ, જાણો કઈ તારીખથી જોવા મળશે ઓટીટી પર

કિંગ ફિલ્મના તુ મિલ જાયે ગીતમાં અવાજ એડ શીરીન અને અરિજીત સિંહ, મધુબંતી એ આપ્યો છે. સચિન-જીગર એ આ ગીત કંપોઝ કર્યું છે. ગીતના શબ્દો કુમાર એ લખ્યા છે. ગીતમાં જે અંગ્રેજી રૈપ આવે છે તે એડ શીરીન એ લખ્યું છે અને અવાજ પણ એડ શીરીન એ આપ્યો છે. તુ મિલ જાયે ગીતની શરુઆત શાહરુખ ખાનના દમદાર ડાયલોગ સાથે થાય છે.

આ પણ વાંચો: Sai Pallavi : રાવણ સાવ ખરાબ માણસ ન હતો... રણબીર કપૂર પછી સાંઈ પલ્લવીની વાત પર શરુ થયો વિવાદ

તુ મિલ જાયે ગીત વિદેશમાં શૂટ થયું છે. જો કે આ ગીતની ખાસ વાત દીપિકા અને શાહરુખ ખાનની કેમેસ્ટ્રી છે. ફરી એકવાર સ્ક્રીન પર દીપિકા અને શાહરુખ ખાનનો જાદુ છવાઈ જાય છે. દીપિકા અને શાહરુખની જોડી લોકોને પણ પસંદ છે. બંનેએ ઓમ શાંતિ ઓમ, ચેન્નઈ એક્સપ્રેસ, હૈપી ન્યુ યર અને પઠાન ફિલ્મમાં સાથે કામ કર્યું છે. હવે આ જોડી ફરી એકવાર કિંગ ફિલ્મમાં જોવા મળશે.

 

કિંગ ફિલ્મ શાહરુખ ખાનની સૌથી મોટી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ એ કર્યું છે. કિંગ ફિલ્મ દુનિયાભરમાં 24 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. કિંગ ફિલ્મમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણની સાથે સુહાના ખાન, અભિષેક બચ્ચન, જયદીપ અહલાવત, રાઘવ જુયાલ સહિતના કલાકારો જોવા મળશે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES