SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Scout OP Love Gill : બિગ બોસ 20 માં મસાજ પાર્લર ચલાવતા સ્કાઉટ પર ભડકી ગર્લફ્રેન્ડ, લવ ગિલથી દુર રહેવાની આપી વોર્નિંગ

Scout OP Love Gill : બિગ બોસ 20 ના ઘરમાં સ્કાઉટ ઓપી અને લવ ગિલનું મસાજ કાંડ ચર્ચામાં છે. સ્કાઉટ ઓપીની હરકતો જોઈ હવે તેની ગર્લફ્રેન્ડ કાશવી પણ ભડકી છે. તેણે સ્કાઉટને ચેતવણી પણ આપી દીધી છે કે તે લવ ગિલથી દૂર રહે.

Written By Krupa Shah
Published: Oct 25, 2026, 12:01 PM IST | Updated: Oct 25, 2026, 12:08 PM IST
Join

Scout OP Love Gill : Bigg boss માં રવિવાર નો એપિસોડ ધમાકેદાર રહેવાનો છે. કારણ કે આ એપિસોડમાં હોસ્ટ રોહિત શેટ્ટી સાથે સ્કાઉટ ઓપીની ગર્લફ્રેન્ડ કાશવી પણ શોમાં જોવા મળશે. Bigg boss નો નવો પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે અને આ પ્રોમો વાયરલ થઈ રહ્યો છે. આ પ્રોમોમાં સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશવી લવ ગીલને મસાજ આપવાની વાતમાં સ્કાઉટને આડે હાથ લેતી જોવા મળે છે. કાશવી સ્કાઉટને લવ દિલથી દૂર રહેવાની ચેતવણી પણ આપી દે છે.

આ પણ વાંચો: Drishyam 3 On OTT: દ્રશ્યમ 3 ઓટીટી રિલીઝ માટે રેડી, જાણો કયારે અને ક્યાં થશે રિલીઝ

લવ ગિલ અને સ્કાઉટની કેમેસ્ટ્રી

લવ ગિલ અને સ્કાઉટની કેમેસ્ટ્રી છેલ્લા કેટલાક એપિસોડથી ચર્ચામાં છે. કારણ કે તે બંને એકબીજા સાથે એવી રીતે જોવા મળે છે કે જે દર્શકોને પણ યોગ્ય લાગતું નથી. શોમાં સ્કાઉટ જાણે લવ ગિલને અડવાનું બહાનું શોધતો હોય તેમ તેને સતત મસાજ આપતો જોવા મળે છે. લવ ગિલ પણ સ્કાઉટ પાસે એવી રીતે મસાજ કરાવે છે જે બિગ બોસ જોતા દર્શકોને પણ યોગ્ય લાગતું નથી. લવ ગિલને આ બાબતે સલમાન ખાને પણ ટકોર કરી હતી.

લવ ગિલ ભાઈ કરીને કરાવે મસાજ

સલમાન ખાન અને રોહિત શેટ્ટી બંને લવ ગિલને પુછી ચુક્યા છે કે તે સ્કાઉટને શું માને છે ? તેના જવાબમાં લવ ગિલ સ્કાઉટને ભાઈ કહે છે. સલમાન ખાને તો ત્યાં સુધી પુછી લીધું હતું કે ઘરમાં લવનો ભાઈ પણ સ્કાઉટ અડે છે તે રીતે તેને અડે છે, મસાજ આપે છે... તો લવ ગિલ એ જણાવ્યું કે હા તેના માટે આ બધું નોર્મલ છે. જેને લઈને લવ ગિલ પણ ટ્રોલ થઈ છે.

આ પણ વાંચો: Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતિ રાવ હૈદરીની જામી જોડી, આ ઓટીટી પર રિલીઝ થશે રોમ-કોમ મુવી

સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશવી

રવિવારના એપિસોડમાં સ્કાઉટ સાથે વાત કરવા તેની ગર્લફ્રેન્ડ આવશે. જેમાં તે સ્કાઉટ જે રીતે લવ ગિલને મસાજ આપતો જોવા મળે છે તે વાત પણ ગુસ્સો વ્યક્ત કરે છે. થોડા દિવસ પહેલા લવ ગિલ સુતી હોય છે અને તેના કંફર્ટરની અંદર હાથ નાખીને સ્કાઉટ મસાજ આપતો જોવા મળે છે. આ ક્લીપ વાયરલ થયા પછી સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશવીએ તેને વોર્નિંગ આપી દીધી છે તે લવ ગિલથી દુર રહે.

કાશવીએ લવ ગિલને લીધી આડે હાથ

કાશવીએ લવ ગિલ સાથે પણ વાત કરી હતી. તેણે લવ ગિલને ચોખ્ખું કહી દીધું હતું કે તે ભાઈ-બહેનના સંબંધનું નામ યુઝ કરીને એક કમિટેડ વ્યક્તિ સાથે કોઝી થાય છે, તેની પાસે મસાજ કરાવે છે. આવું કઈ બહેન તેના ભાઈ સાથે કરે? કમિટેડ માણસ સાથે કોઈ યુવતી આવું ન કરે. કાશવી એવું પણ કહે છે કે લવ ગિલ નાદાન નથી. તેને બધી સમજ પડે છે. લવ જે હરકતો કરે છે તે યોગ્ય નથી. કાશવી નેશનલ ટેલીવિઝન પર એવું પણ કહે છે કે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લવ સામે થી જ સ્કાઉટની નજીક જઈ તેને અડવાની શરુઆત કરે છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES