Salman Khan: પિતા બનવાની વાતને લઈ સલમાન ખાનનો કોફી વીથ કરન ટોક શોમાં મોટો ખુલાસો, જાણો શું કહ્યું બાળકો માટે
Salman Khan In Koffee With Karan: કોફી વીથ કરન સીઝન 9 નો પહેલો એપિસોડ ઓનએર થઈ ગયો છે. આ એપિસોડમાં સલમાન ખાને ફરી એકવાર પિતા બનવાની ઈચ્છા વિશે વાત કરીને મોટો ખુલાસો પણ કર્યો છે.
Salman Khan In Koffee With Karan: કરન જોહરના ટોક શો કોફી વીથ કરનની 9 મી સીઝનની શરુઆત થઈ ચુકી છે. શોમાં પહેલા ગેસ્ટ તરીકે સલમાન ખાને હાજરી આપી હતી. આ એપિસોડમાં સલમાન ખાને તેની બાયોપિક, તેની લાઈફના સીક્રેટ, લવ લાઈફ અને પિતા બનવાની ઈચ્છા વિશે વાતો કરી હતી.
કોફી વીથ કરન સીઝન 9 નો પહેલો એપિસોડ જોવાનું તમે ચુકી ગયા છો તો તમને જણાવી દઈએ કે સલમાન ખાને કોફી વીથ કરનના આ એપિસોડમાં પોતાની લાઈફ વિશે શું કહ્યું હતું. જણાવી દઈએ કે કોફી વીથ કરન ટોક શોની આ છેલ્લી સીઝન છે એટલે પહેલાથી જ જાહેર કરી દેવામાં આવ્યું હતું કે આ સીઝન ધમાકેદાર હશે. અને શોની શરુઆત ધમાકેદાર રીતે થઈ છે. શો માં આવેલા સલમાન ખાને પોતાની લાઈફને લઈને ખુલીને વાતો કરી હતી.
આ પણ વાંચો: Awarapan 2 OTT: ઈમરાન હાશમીની ફિલ્મ આવારાપન 2 હવે જુઓ ઓટીટી પર, નવરાત્રી પર કરવામાં આવી સ્ટ્રીમ
સલમાન ખાનની પિતા બનવાની ઈચ્છા
દુનિયાભરના સલમાન ખાનના ચાહકો એ જાણવા આતુર છે કે સલમાન ખાન એ લગ્ન શા માટે ન કર્યા અને હવે તે લગ્ન વિશે શું વિચારે છે. આ પ્રશ્ન કરન જોહરના શોમાં પણ પુછવામાં આવ્યો હતો. તેના જવાબમાં સલમાન ખાને પોતાની લાઈફ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે ઘણીવાર વાતો થાય છે કે સલમાન ખાન આ મહિલાને ડેટ કરે છે. પરંતુ કોઈ કહી શકતું નથી કે તે તેની લાઈફમાં ભવિષ્યમાં હશે કે નહીં. થોડા સમયમાં તે બીજા સાથે લગ્ન કરી લે છે... બસ આટલું કહી તેણે તેના પિતાએ કહેલી વાત કરન જોહરને જણાવી. સલમાન ખાને કહ્યું કે જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારે તેના પિતા સલીમ ખાને તેને કહ્યું હતું કે તેની પર્સનલ લાઈફ બેડરુમ છે અને દેશ લિવિંગ રુમ. લિવિંગ રુમમાં જેમ રહેવું એમ રહો પણ બેડરુમની વાતો બહાર ન આવવી જોઈએ. એટલે કે પર્સનલ લાઈફની વાતો જાહેર ન કરવી.
એપિસોડમાં સલમાન ખાને જીવનસાથી ન હોવાની એકલતા પર પણ વાત કરી હતી. સલમાન ખાને કહ્યું કે માણસ સાવ એકલો ત્યારે હોય જ્યારે તેની સાથે કોઈ રહેવા ન માંગતું હોય. પાર્ટનર બનાવી લેવાથી કોઈને લાઈફમાં રોકી ન શકાય. હવે તે પોતાની લાઈફમાં ખુશ છે.
પર્સનલ લાઈફની એકલતા વિશે વાત કરવાની સાથે સલમાન ખાને બાળકો વિશે પણ વાત કરી હતી. સલમાન ખાને કોફી વીથ કરનમાં ફરી એકવાર કહ્યું છે કે તેમના બાળકો થશે. સલમાન ખાને કરન જોહરના સરોગસીથી બાળકો કરવાના નિર્ણયને પણ વખાણ્યો અને કહ્યું કે તેના બાળકો પણ થશે.