• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /અમિતાભથી લઈ અક્ષય સાથે સંબંધોની ચર્ચા, લગ્નને લઈને પણ સવાલો, છતાં એકલવાયું જીવન જીવે છે રેખા

અમિતાભથી લઈ અક્ષય સાથે સંબંધોની ચર્ચા, લગ્નને લઈને પણ સવાલો, છતાં એકલવાયું જીવન જીવે છે રેખા

Rekha 72 Birthday: બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખાનો આજે 72 મો જન્મદિવસ છે. રેખા તેના અભિનય અને સુંદરતાના કારણે લાખો દિલો પર રાજ કરે છે પણ અભિનેત્રી પોતે 72 વર્ષે પણ એકલવાયું જીવન જીવે છે. એવું નથી કે રેખાની લાઈફમાં પ્રેમ ન હતો. પ્રેમ તો ઘણા સાથે થયો બસ જીવનભરના સાથી ન બની શક્યા.

Written ByKrupa Shah
Published: Oct 10, 2026, 08:48 AM IST|Updated: Oct 10, 2026, 08:51 AM IST
joinshare
અમિતાભથી લઈ અક્ષય સાથે સંબંધોની ચર્ચા, લગ્નને લઈને પણ સવાલો, છતાં એકલવાયું જીવન જીવે છે રેખા

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

    AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

    2

    બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

    3

    Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

    4

    ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

    5

    ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Rekha 72 Birthday: અભિનેત્રી રેખા 10 ઓક્ટોબરે તેનો 72 મો જન્મ દિવસ ઉજવી રહી છે. ખૂબ જ નાની ઉંમરમાં રેખાએ એક્ટિંગની શરૂઆત કરી દીધી હતી. અભિનેત્રી રેખા ભારતીય હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક છે. રેખા એકમાત્ર એવી અભિનેત્રી છે જેની પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઇફ પણ ચર્ચામાં રહી છે. તેમ છતાં 72 વર્ષે રેખા એકલવાયું જીવન જીવે છે.

    રેખા ના પ્રેમ સંબંધની વાત હોય તો અમિતાભ બચ્ચનનું નામ સૌથી પહેલા આવે છે. પરંતુ અમિતાભ બચ્ચન એકમાત્ર હીરો નથી તેમના પછી રેખાની લાઈફમાં અન્ય એક્ટર્સની એન્ટ્રી પણ થઈ હતી. જો કે આ સંબંધોની ક્યારેય પુષ્ટિ થઈ નથી. આ વાતો બોલીવુડમાં હંમેશા ચર્ચામાં રહી છે.

    આ પણ વાંચો: Tanushree Dutta: અભિનેત્રી તનુશ્રી દત્તા થઈ ટ્રોલ, નાના પાટેકરના નિધન પર બોલ્યા હતા એલફેલ શબ્દો

    અમિતાભ બચ્ચન અને રેખા

    રેખાની લાઇફમાં સૌથી પહેલા અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ હતી. કહેવામાં આવે છે કે દો અંજાને સેટ પર રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચે પ્રેમ સંબંધની શરૂઆત થઈ. ત્યાર પછી 1981 માં સિલસિલા ફિલ્મ સમયે તેમના સંબંધો તૂટી ગયા. સિલસિલા ફિલ્મ છેલ્લી ફિલ્મ હતી જેમાં બંને એકસાથે કામ કર્યું.. 1976 થી 1981 સુધી રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધોની ચર્ચા સૌથી વધુ થઈ હતી ત્યાર પછી રેખાને સમજાઈ ગયું કે અમિતાભ બચ્ચન પરણિત છે અને તેની સાથે તેના સંબંધનું કોઈ ભવિષ્ય નથી જેને લઈને બંને કલાકારો અલગ થઈ ગયા.

    વિનોદ મહેરા અને રેખાના લગ્ન

    અમિતાભ બચ્ચન સાથેના સંબંધો પૂરા થયા પછી રેખાના જીવનમાં એક્ટર વિનોદ મહેરાની એન્ટ્રી થઈ. વિનોદ મહેરા સાથે રેખાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. કહેવાય છે કે બંનેએ લગ્ન પણ કરી લીધા હતા પરંતુ વિનોદ મહેરા ના પરિવાર એ રેખાને સ્વીકાર ન કરી. જોકે વર્ષો પછી 2004માં રેખાએ સીમી ગરેવાલને એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવું કહ્યું હતું કે તેણે વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા ન હતા તે બંને સારા મિત્ર હતા.

    આ પણ વાંચો: Nana Patekar Web Series: નાના પાટેકરની છેલ્લી વેબ સીરીઝ છે સંકલ્પ, નાનાની દમદાર એક્ટિંગ પર થઈ જશો ફીદા

    બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન

    રેખાએ 1990 માં મુકેશ અગ્રવાલ નામના બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા. રેખા અને મુકેશ અગ્રવાલના લગ્ન એક વર્ષમાં જ તૂટી ગયા. લગ્ન કર્યાના એક વર્ષમાં જ રેખા અને મુકેશ અગ્રવાલ ના ડિવોર્સ થઈ ગયા. ડિવોર્સ પછી મુકેશ અગ્રવાલ બિઝનેસ સંબંધિત પરેશાનીના કારણે ડિપ્રેશનમાં સરી પડ્યો અને તેણે આત્મહત્યા કરી હતી.

    સંજય દત્ત અને રેખા

    રેખાનું નામ બોલિવૂડના ખલનાયક એટલે કે સંજય દત્ત સાથે પણ જોડાયું હતું. રેખા કે સંજય દત્તે આ મામલે ક્યારેય કોઈ વાત કરી નથી પરંતુ કહેવાય છે કે 80ના દાયકામાં સંજય દત્ત અને રેખા એકબીજાની નજીક આવ્યા હતા. રેખા અને સંજય દતે 1984 માં જમીન આસમાન નામની ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યાર પછી તેમના અફેરની ચર્ચાઓ થઈ હતી.

    અક્ષય કુમાર અને રેખા

    રેખાનું નામ બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે પણ જોડાયું હતું. અક્ષય કુમાર અને રેખાના અફેરની ચર્ચા સૌથી વધારે થઈ હતી. 1996 માં રેખા અને અક્ષય કુમાર એ ખેલાડીઓ કા ખિલાડી ફિલ્મ સાથે કરી હતી. આ ફિલ્મમાં રેખા અને અક્ષય કુમાર ઈન્ટીમેટ સીન પણ આપ્યા હતા. ત્યાર પછી એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે રેખા અને અક્ષય કુમાર એકબીજાની નજીક આવ્યા હતા. રેખા અને અક્ષય કુમારની ચર્ચા એટલા માટે વધારે થઈ રહી હતી કે રેખા કરતા અક્ષય કુમાર 13 વર્ષ નાનો હતો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news