SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ramayana: રામાયણ ફિલ્મનો એક સીન પુરો કરવામાં લાગ્યાં સાડા 6 વર્ષ ! જાણો કયો છે આ સીન ?

Ramayana Movie: રામાયણ ફિલ્મને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. ફિલ્મમાં એક સીન છે જેને પુરો કરવામાં સાડા છ વર્ષનો સમય લાગ્યો. આ વાત જાણીને સૌ કોઈ આશ્ચર્યમાં છે અને જાણવા આતુર છે કે આ સીન કયો છે. તો ચાલો તમને જણાવીએ રામાયણ ફિલ્મનો સૌથી સ્પેશિયલ સીન કયો છે.

Written By Krupa Shah
Published: Nov 02, 2026, 09:29 AM IST | Updated: Nov 02, 2026, 09:32 AM IST
Join

Ramayana Movie: રણવીર કપૂર, સાંઈ પલ્લવી સ્ટારર રામાયણ ફિલ્મનું વર્લ્ડ પ્રિમિયર અમેરિકાના યોજાયું હતું. ત્યાર પછી હવે ભારતમાં પણ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રમોશન દરમિયાન ફિલ્મને લઈને પણ રસપ્રદ વાતો બહાર આવી રહી છે. જેમકે આ ફિલ્મમાં એક સીન એવો છે જેને પૂરો કરવામાં ફિલ્મ નિર્દેશકને સાડા છ વર્ષનો સમય લાગ્યો. ફિલ્મ પ્રમોશન દરમિયાન ફિલ્મના નિર્દેશક નિતેશ તિવારીએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો.

આ પણ વાંચો: Shah Rukh Khan Birthday: શાહરુખનો બર્થ ડે બની ગયો ખાસ, અપકમિંગ ફિલ્મ કિંગનું પહેલું ગીત તુ મિલ જાયે રિલીઝ

રામાયણ ફિલ્મના પ્રમોશન દરમિયાન નિર્દેશક નિતેશ તિવારીએ જણાવ્યું કે રામાયણ ફિલ્મમાં એક સિંહ એવો છે જેને પૂરો કરવામાં ટીમને સાડા છ વર્ષનો સમય લાગ્યો. આ એક સીનને પર્ફેક્ટલી તૈયાર કરવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ફિલ્મના સીનને શૂટ કરવામાં મહેનત પણ વધારે લાગી. રામાયણ ફિલ્મનો આ સ્પેશ્યલ સીન કયો છે તેનો ખુલાસો પણ ફિલ્મ નિર્દેશકે કર્યો.

ફિલ્મ પ્રમોશન દરમિયાન નિર્દેશક નિતેશ તિવારી એ ફિલ્મના શૂટિંગ દરમિયાન કઈ કઈ વાતો પર ધ્યાન આપવામાં આવ્યું છે તે અંગેની જાણકારી આપી હતી. આ તકે તેમણે કહ્યું હતું કે ફિલ્મમાં રાવણ અને જટાયુ વચ્ચે જે લડાઈનો સીન છે તેને પૂરો કરવા માટે સાડા છ વર્ષનો સમય લાગ્યો. જેમાં વીએફએક્સ આર્ટિસ્ટને હવામાં થતા રાવણ અને જટાયુ વચ્ચેના યુદ્ધની વિગતો સમજાવવાથી લઈને, સીનનું શૂટિંગ, એડીટીંગ અને સીન ફાઈનલ થયો ત્યાર સુધીનો સમય આવી જાય છે. આ ટોટલ કામગીરીમાં સાડા છ વર્ષનો સમય થયો.

આ પણ વાંચો:  Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતી રાવની ફિલ્મની રિલીઝ ડેટ કંફર્મ, જાણો કઈ તારીખથી જોવા મળશે ઓટીટી પર

ફિલ્મ નિર્દેશક નિતેશ તિવારી એ જણાવ્યું કે રામાયણ ફિલ્મોમાં નાની મોટી દરેક વાત પર ખૂબ જ મહેનત કરવામાં આવી છે અને દરેક વાતને ધ્યાનમાં રાખીને ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે રામાયણ ફિલ્મના શૂટિંગ દરમિયાન ટીમને ઘણું નવું શીખવાની જરૂર પણ પડી. તેમણે જણાવ્યું કે રામાયણ ફિલ્મને સ્ક્રીન પર લાવવા સુધીની પ્રક્રિયા ખૂબ જ લાંબી રહી ફિલ્મના દરેક સીનને પરફેક્ટ રીતે તૈયાર કરવામાં ઘણો સમય લાગ્યો.  
 

ફિલ્મ નિર્દેશકનું કહેવું છે કે રામાયણ ફિલ્મ બની તેની પાછળ અનેક લોકોની વર્ષોની મહેનત લાગી છે. ફિલ્મ નિર્દેશર નિતેશ તિવારીએ આ તકે એ વાત પણ કરી કે ફિલ્મમાં મહર્ષિ વાલ્મિકીની મૂળ રામાયણથી લઈને રામાયણના અત્યાર સુધીમાં આવેલા અલગ અલગ એડિસનસમાંથી પણ જરૂરી તથ્યોનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Kaante 2: ફિલ્મ મેકર સંજય ગુપ્તાની છેલ્લી ઈચ્છા પુરી કરશે સંજય દત્ત, કાંટે 2 ફિલ્મ બનાવવાની કરી જાહેરાત

રામાયણ ફિલ્મ આ વર્ષનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. તેમનો પહેલો પાર્ટ 5 નવેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રણબીર કપૂર, સાંઈ પલ્લવી, યશ, રવિ દુબે, સની દેઓલ સહિતના કલાકારો છે. રામાયણ પાર્ટ વન 3 કલાક અને 15 મિનિટની ફિલ્મ છે. ભારતમાં રામાયણ ફિલ્મને સારું ઓપનિંગ મળશે તેવું એડવાન્સ બુકિંગ પરથી લાગી રહ્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES