Gajab Raat Trailer: ઘુસખોર પંડિત ફિલ્મ ગજબ રાત ટાઈટલ સાથે થશે રિલીઝ, નેટફ્લિક્સ પર આ તારીખથી જોઈ શકશો
Gajab Raat Trailer: થોડા સમય પહેલા મનોજ બાજપેયીની ફિલ્મ ઘુસખોર પંડિતને લઈને મોટો વિવાદ થયો હતો. ત્યારબાદ આ ફિલ્મની રિલીઝ અટકી ગઈ હતી. હવે આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું છે. નવા નામ સાથે આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
Gajab Raat Trailer: મનોજ બાજપાઈની એક ફિલ્મનું અનાઉન્સમેન્ટ થોડા સમય પહેલા થયું હતું. આ ફિલ્મનું નામ હતું ઘુસખોર પંડિત. ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું તે સમયે ફિલ્મના ટાઇટલને લઈને એટલો મોટો વિવાદ થયો કે ફિલ્મની રીલીઝ અટકાવી દેવી પડી. હવે આ ફિલ્મને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. ઘુસખોર પંડિત ટાઇટલના કારણે થયેલા વિવાદના કારણે ફિલ્મ મેકર્સે ફિલ્મનું નામ બદલી દીધું છે. હવે બદલાયેલા નામ સાથે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.
મનોજ બાજપાઈની ફિલ્મનું વિવાદિત ટાઇટલ હટાવી દેવામાં આવ્યું છે અને ફિલ્મને ગજબ રાત નામનું ટાઇટલ આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે અને સાથે જ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની ડેટ પણ કન્ફર્મ કરી દેવામાં આવી છે. મનોજ બાજપાઈ ની ફિલ્મ ગજબ રાત એક ભ્રષ્ટ પોલીસ અધિકારી આસપાસ ફરે છે. તેમનું નામ પહેલા ઘુસખોર પંડિત રાખવામાં આવ્યું હતું જે નામની સોશિયલ મીડિયા પર આલોચના થઈ હતી.
ટાઇટલને લઈને થયેલા વિવાદ પછી આ ફિલ્મની રિલીઝ પણ ટાળી દેવામાં આવી. હવે ફિલ્મ મેકર્સે આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે અને સાથે જ ફિલ્મનું ટ્રેલર બદલાયેલા નામ સાથે રિલીઝ કર્યું છે. ગજબ રાત ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ તેના ઓરીજિનલ નામ સાથે કરવામાં આવ્યું ત્યારે ફિલ્મ એક જ દિવસમાં વિવાદમાં આવી ગઈ હતી ફિલ્મ પર ધાર્મિક અને જાતિગત લાગણી દુભાવવાનો આરોપણ લાગ્યો હતો. આ ફિલ્મના ટાઈટલ મામલે ફિલ્મના નિર્દેશક અને ટીમ સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. વિવાદ એટલો વધી ગયો હતો કે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો ત્યાર પછી ફિલ્મ નિર્માતા એ ફિલ્મનું ટાઈટલ જ બદલી દેવાનું નક્કી કરી લીધું.
હવે આ ફિલ્મ ગજબ રાત નામના ટાઈટલ સાથે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. નેટફ્લિક્સ પર 23 ઓક્ટોબરથી ફિલ્મ જોઈ શકાશે. ગજબ રાત ફિલ્મનું નિર્દેશન રિતેશ શાહે કર્યું છે. જણાવી દઈએ કે નિર્દેશક તરીકે રિતેશ શાહની આ પહેલી ફિલ્મ છે. મનોજ બાજપેયીથી સાથે ગજબ રાત ફિલ્મમાં સાકીબ સલીમ, અક્ષય ઓબરોય, દિવ્યા દત્તા, નુસરત બરુચા સહિતના કલાકારો જોવા મળશે.