• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગર નજીક કલોલમાં મોટી દુર્ઘટના: છત્રાલ GIDCની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા 4 લોકોના મોત

ગાંધીનગર નજીક કલોલમાં મોટી દુર્ઘટના: છત્રાલ GIDCની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા 4 લોકોના મોત

છત્રાલ જીઆઈડીસીમાં એક કરૂણ દુર્ઘટના બની છે. જ્યાં કોવિકા ડાઇઝ કંપનીમાં બોયલસના વેસલમાં ખામી સર્જાવાને કારણે દુર્ઘટના સર્જાય છે, જેમાં ચાર લોકોના મોત થયા છે.

Written ByGokani Dhaval
Published: Oct 15, 2026, 05:18 PM IST|Updated: Oct 15, 2026, 05:40 PM IST
joinshare
ગાંધીનગર નજીક કલોલમાં મોટી દુર્ઘટના: છત્રાલ GIDCની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા 4 લોકોના મોત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વાવ-થરાદમાં કાળજું કંપાવતી ઘટના! પિતાએ અઢી વર્ષના બાળકને પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો

વાવ-થરાદમાં કાળજું કંપાવતી ઘટના! પિતાએ અઢી વર્ષના બાળકને પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો

2

IIT બાબાની મળી લાશ? અભય સિંહની મોતના દાવા પર શું બોલી હરિયાણા પોલીસ

3

ગાંધીનગર નજીક કલોલમાં મોટી દુર્ઘટના: છત્રાલ GIDCની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા 4 લોકોના મોત

4

સુરતમાં માસૂમોના જીવ સાથે રમત! બાળકોને અપાતું હતું પશુઓનું કેમિકલ, વાલીઓ ચેતી જજો!

5

બાપ જેવો જ દીકરો! 23 વર્ષની નજમેહ અમીનીને ફાંસીનો આદેશ, જાણો કોણ છે આ છોકરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટ થયો છે. કંપનીમાં બોયલરની વેસલ ફાટી જતાં ચાર લોકોના મોત થયા છે. કલોલના છત્રાલ જીઆઈડીસીમાં કાપડનો રંગ બનાવતી ફેક્ટરીમાં આ દુર્ઘટના થઈ છે. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત હોવાની પણ જાણકારી મળી છે.

ચાર લોકોના મોત
કલોલના બિલેશ્વરપુરામાં બોયલર ફાટ્યું છે. કાપડનો રંગ બનાવતી ફેક્ટરીમાં બોયલર ફાટવાની ઘટના બની છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. કલોકના ધારાસભ્ય લક્ષમણજી ઠાકોર ઘટનાસ્થળે જવા રવાના થયા છે.

ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યાં હતા. આ દરમિયાન કેમિકલ પ્લાન્ટના રિડક્શન બોયલર વેસલમાં અચાનક પ્રેશર વધી ગયું હતું. પ્રેશર અનિયંત્રિત થવાને કારણે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં નજીક કામ કરી રહેલા ચાર પરપ્રાંતીય કામદારો હવામાં ફંગોળાઈ ગયા હતા. ઘટનાસ્થળે ચારેયના મોત થયા છે. 

 

ગાંધીનગરના છત્રાલ GIDCમાં મોટી દુર્ઘટના! કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટતાં 4નાં મોત... #gandhinagar #gujarat #GIDC #boilerblast #viralvideos https://t.co/58ecFxCKes

— Zee 24 Kalak (@Zee24Kalak) October 15, 2026

આ લોકોના મોત થયા છે
આ દુર્ઘટનામાં કુલ ચાર લોકોના મોત થયા છે. જેના નામ વિનોદકુમાર સિંહ, ટેડા દેહારી, લભણ મીણા, સિકંદર દેહરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો તંત્રએ આ મામલે તપાસ શરૂ કરી છે.

 Kalol Factory Blast


આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર અને FSLની ટીમોએ સ્થળ પર પહોંચી અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

 

આ અંગે વાત કરતા કલોલ તાલુકાના PI જે.જે. ગઢવીએ કહ્યુ કે- છત્રાલના જીઆઈડીસીમાં આવેલી કોવિકા ડાઈઝ કંપનીના કેમિકલ પ્લાન્ટમાં રિડક્શન વેસલમાં ખામી સર્જાય હતી, જેના કારણે અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં ચાર કર્મચારીઓના મોત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બોઈલરની સેવલમાં પ્રેશર આવવાને કારણે દુર્ઘટના સર્જાય છે. અકસ્માતનું સ્પષ્ટ કારણ FSL તપાસ બાદ સામે આવશે.
 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News