Najmeh Amini : 23 વર્ષીય નજમેહ અમીની ઈરાનની સત્તા સામે અવાજ ઉઠાવનાર એવી યુવતી છે, જેણે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈ જીવિત હતા ત્યારે સરકારનો વિરોધ કર્યો હતો પરંતુ તેને મોતની સજા સંભળાવવામાં આવી છે ઈરાનના ત્રીજા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના શાસનકાળમાં. જો કે, મોજતબા ખામેનેઈ પોતે ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે, તે અંગે પણ સ્પષ્ટ માહિતી નથી.
પરંતુ નજમેહ અમીનીને ફાંસીની સજા સંભળાવ્યા બાદ ઈરાનમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે...
યુદ્ધ શરૂ થવાના બરાબર પહેલાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે હજારો લોકો ઈરાનની કટ્ટરપંથી સત્તા સામે પોતાની ફરિયાદો લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતા. ઈરાન સરકારે આ પ્રદર્શનોને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો.
“Recuerden mi nombre, tal vez no podré hablar de nuevo”. Es la voz de Najmeh Amini, una estudiante iraní de 23 años, condenada a muerte por la tiranía teocrática de Irán, según las denuncias difundidas sobre su caso. El audio es del mes pasado, desde la prisión de Vakilabad, donde pidió al mundo que fuera su voz antes de que la ejecutaran. Seguimos esperando el pronunciamiento de tantas organizaciones internacionales y feministas. Como seguimos esperando por ellas ante la denuncia del asesinato de Melika Azizi hace apenas unos días, o por el asesinato de Mahsa Amini hace ya cuatro años. ¿Cuántas mujeres más deben morir a manos de estos bárbaros para que algunas organizaciones que dicen defender sus derechos levanten la voz?
— Walter Molina (@WalterVMG) October 15, 2026
હાલમાં અમેરિકા સાથેનું યુદ્ધ અટક્યું છે પરંતુ ઈરાનના કટ્ટર ઇસ્લામિક શાસન દ્વારા નજમેહ અમીની જેવી વિરોધીઓ સામેની કાર્યવાહી ચાલુ છે. 7 ઑક્ટોબરે ઈશ્વરની નિંદા કરવાના આરોપસર અમીનીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
નજમેહને શા માટે સંભળાવવામાં આવી મોતની સજા?
🚨 UPDATE: The Iranian regime has sentenced 23-year-old student Najmeh Amini to DEATH for "insulting the prophet" in a social media post WHERE IS THE UNITED NATIONS? Where are the liberal FEMINIST groups? 😡 She was sentenced to death last month but we now know the reason is INSULTING THE PROPHET This is what Islamic theocracy looks like. She was arrested January 31 for joining the mass protests against the regime. She spent eight months in Mashhad's Vakilabad Prison, reportedly with no lawyer. On top of the death sentence, she got 12 more years for "anti-regime propaganda" The world cannot stay silent while they hang a young woman over SPEECH!
— Eric Daugherty (@EricLDaugh) October 14, 2026
કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો
ઈરાની અખબાર 'ખોરાસાન'ના અહેવાલ મુજબ, અમીનીએ પોતાના બચાવમાં એમ પણ કહ્યું હતું કે તેણે મિત્રો સાથે સાઇકેડેલિક મશરૂમ્સ લીધા હતા. ઈરાનમાં આને નશાકારક મશરૂમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેનું સેવન કર્યા બાદ તે ભ્રમની સ્થિતિમાં હતી અને તે દરમિયાન તેણે કેટલીક પોસ્ટ કરી હતી. તેનો કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો. તેણે આંતરરાષ્ટ્રીય સંગઠનોને કરેલી અપીલમાં પણ આ વાત જણાવી છે..
અમીનીને સંભળાવવામાં આવેલી મોતની સજા હજુ અંતિમ નથી અને તેની વિરુદ્ધ ઈરાનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે. જો કે, અમીનીને સજા સંભળાવવાના સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યારે ઈરાનમાં ફાંસીની સજાના ઉપયોગને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.