IPO News: ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી કંપની ટોનબો ઈમેજિંગ ઈન્ડિયાના મેઇનબોર્ડ IPOને ખુલતા જ સારો રિસ્પોન્સ મળ્યો છે, કંપનીનો IPO શરૂઆતના 2 કલાકમાં જ 100 ટકાથી વધારે ભરાઈ ચુક્યો હતો, કંપનીનો IPO 15 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો, અને 19 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે, IPOનો પ્રાઈસ બેન્ડ 665 રૂપિયાથી 700 રૂપિયા છે. આઈપીઓની ટોટલ સાઈઝ 852 કરોડ રૂપિયા સુધી છે. IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલના આધારે છે. એટલે કે IPOથી કંપનીને એક પણ રૂપિયો નહીં મળે. IPOના પુરા પૈસા ઈશ્યુંમાં પોતાનો ભાગ વેચનારા રોકાણકારો પાસે જશે. IPOની ટોટલ સાઈઝ 12174046 શેર છે.
ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ
ટોનબો ઈમેજિંગ ઈન્ડિયાના શેર ગ્રે માર્કેટમાં 500 રૂપિયાના પ્રીમિયમ પર એટલે કે 71.43 ટકાના પ્રીમિયમ પર ચાલી રહ્યો છે. ગ્રે માર્કેટની આ માહિતી investorgain પરથી લીધી છે. કંપનીના શેરોનું એલોટમેન્ટ 21 ઓક્ટોબર સુધી ફાઈનલ થઈ શકે છે. જ્યારે IPOમાં શેર ન મળનારા રોકાણકારોને પૈસાનું રિફંડ 22 ઓક્ટોબર સુધી મળી શકે છે. ટોનબો ઈમેજિંગ ઈન્ડિયાના શેર શુક્રવાર અને 23 ઓક્ટોબરના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.
100 ટકાથી વધારે સબ્સક્રાઈબ થયો કંપનીનો IPO
ટોનબો ઈમેજિંગ ઈન્ડિયાનો IPO પહેલા જ દિવસે બપોરે 12 વાગ્યા સુધીમાં 100 ટકાથી વધારે સબ્સક્રાઈબ થઈ ગયો હતો, કંપનીના IPOને બપોરે 12 વાગ્યા સુધી 1.09 ગણું સબ્સક્રાઈબ કરવામાં આવ્યો છે. કંપનીના IPOમાં સામાન્ય રોકાણકારોનો ભાગ 1.32 ગણો સબ્સક્રાઈબ થયો છે. જ્યારે એમ્પ્લોય કેટેગરીમાં 2.96 ગણો સબ્સક્રાઈબ થયો છે. IPOમાં નોન ઈન્ટીટ્યૂશન ઈનવેસ્ટર્સનો કોટા 1.98 ગણો સબ્સક્રાઈબ થયો છે. ટોનબો ઈમેજિંગ ઈન્ડિયાના IPOમાં સામાન્ય રોકાણકારો 1 લોટ માટે રોકાણ કરી શકે છે. IPOના એક લોટમાં 21 શેર છે. એક લોટ માટે સામાન્ય રોકાણકારોને 14700 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
શું કરે છે ટોન્બો ઇમેજિંગ ઇન્ડિયા ?
ટોન્બો ઇમેજિંગ ઇન્ડિયા ડિસેમ્બર 2003માં બની છે. ટોન્બો ઇમેજિંગ ઇન્ડિયા લિમિટેડ એક વૈશ્વિક સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ મૂળ ઉપકરણો ઉત્પાદક છે. કંપની રક્ષા અને સુરક્ષા એપ્લિકેશનો માટે અદ્યતન ઇલેક્ટ્રો-ઓપ્ટિક, ઇન્ફ્રારેડ એમ્બેડેડ વિઝન, મેસેજ, માર્ગદર્શન અને સર્વેલન્સ સિસ્ટમ્સ ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરે છે. કંપની યુદ્ધક્ષેત્રના ઉકેલોનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે, જેમાં થર્મલ ઇમેજિંગ સિસ્ટમ્સ, વેપન સાઇટ્સ, મિસાઇલ સીકર્સ, ફાયર કંટ્રોલ સિસ્ટમ્સ, મિસાઇલ માર્ગદર્શન સિસ્ટમ્સ, ટાર્ગેટિંગ સિસ્ટમ્સ અને હેન્ડહેલ્ડ થર્મલ ઇમેજિંગ ગેજેટનો સમાવેશ થાય છે.
કંપની નાણાકીય કામગીરી
ટોન્બો ઇમેજિંગ ઇન્ડિયાની જૂન 2026 ક્વાર્ટરમાં કુલ આવક 37.32 કરોડ રૂપિયા હતી. કંપનીને કરવેરા પછી 17.74 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ દરમિયાન, નાણાકીય વર્ષ 2026 માટે કંપનીની કુલ આવક 369.94 કરોડ રૂપિયા હતી. ટેક્સ પછી, કંપનીને 50.88 કરોડ રૂપિયાનો નફો થયો છે. IPO પહેલાં, પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ કંપનીમાં 18.58 ટકા હિસ્સો ધરાવતા હતા, જે IPO પછી ઘટીને 15.72 ટકા થશે.
Disclaimer: શેર બજારમાં રોકાણ કરવું જોખમી છે, રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી.