• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરતમાં માસૂમોના જીવ સાથે રમત! બાળકોને અપાતું હતું પશુઓનું કેમિકલ, વાલીઓ ચેતી જજો!

સુરતમાં માસૂમોના જીવ સાથે રમત! બાળકોને અપાતું હતું પશુઓનું કેમિકલ, વાલીઓ ચેતી જજો!

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં નકલી દવાઓના નામે માસૂમોના જીવ સાથે રમત રમવામાં આવી રહી હતી. ત્યાં પશુઓ માટે વપરાતી દવા બાળકોના હેલ્થ ટોનિક તરીકે વેચવાનો પર્દાફાશ થયો છે. જાણો શું છે આ સમગ્ર ઘટના...

Written ByGokani Dhaval
Published: Oct 15, 2026, 04:55 PM IST|Updated: Oct 15, 2026, 04:56 PM IST
joinshare
સુરતમાં માસૂમોના જીવ સાથે રમત! બાળકોને અપાતું હતું પશુઓનું કેમિકલ, વાલીઓ ચેતી જજો!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IIT બાબાની મળી લાશ? અભય સિંહની મોતના દાવા પર શું બોલી હરિયાણા પોલીસ

IIT બાબાની મળી લાશ? અભય સિંહની મોતના દાવા પર શું બોલી હરિયાણા પોલીસ

2

ગાંધીનગર નજીક કલોલમાં મોટી દુર્ઘટના: છત્રાલ GIDCની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા 4 લોકોના મોત

3

સુરતમાં માસૂમોના જીવ સાથે રમત! બાળકોને અપાતું હતું પશુઓનું કેમિકલ, વાલીઓ ચેતી જજો!

4

બાપ જેવો જ દીકરો! 23 વર્ષની નજમેહ અમીનીને ફાંસીનો આદેશ, જાણો કોણ છે આ છોકરી

5

રમત જગતમાં શોકની લહેર, આ ખેલાડીનું અચાનક નિધન, પરિવાર પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ચેતન પટેલ,સુરતઃ જરા વિચારો...તમે તમારા માસૂમ બાળકને સાજું કરવા માટે, તેને શક્તિ આપવા માટે જે દવા બજારમાંથી લાવો છો...એ દવા ખરેખર દવા છે કે પછી કોઈ 'મોતનો સામાન'? સુરતમાંથી એક એવો ચોંકાવનારો પર્દાફાશ થયો છે, જેને સાંભળીને કોઈપણ વાલીના કાળજા કમ્પી ઉઠશે!

સુરતમાં ચોંકાવનારો પર્દાફાશ!
જે દવાઓ પશુઓની ભૂખ અને ઉત્પાદકતા વધારવા માટે વપરાય છે...તે દવાઓ સુરતમાં માસૂમ બાળકોને 'હેલ્થ ટોનિક' તરીકે વેચવાનું મહાપાપ પકડાયું છે! સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા શાંતિનાથ મેડિકલ સ્ટોર પર જ્યારે SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો... ત્યારે ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

આ પણ વાંચોઃ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી: અમદાવાદના ઘાટલોડિયામાં બળાત્કારનો ગુનો, ચેન્નઈનો વિધર્મી ઝડપાયો

આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ છે મોહમ્મદ સાજિદ ઈબ્રાહિમ મુલ્લા. આ આરોપી પશુઓ માટેના એક અને પાંચ લિટરના મોટા કેન ખરીદતો હતો...તેમાંથી લિક્વિડ કાઢીને નાની-નાની 60 મિલી અને 100 મિલીની બોટલોમાં જાતે ભરતો હતો...અને તેના પર બાળકો માટેની પ્રખ્યાત દવા Himalaya Liv.52 Drops ના નકલી સ્ટીકરો લગાવીને વાલીઓને બમણા ભાવે વેચી દેતો હતો!

પશુઓનું આ કેમિકલયુક્ત હેલ્થ સપ્લિમેન્ટ બાળકોના લિવર અને કિડનીને કાયમ માટે નષ્ટ કરી શકે છે. પોલીસે અપીલ કરી છે કે જો કોઈ વાલીએ આ વિસ્તારમાંથી દવા લીધી હોય અને બાળકની તબિયત બગડી હોય, તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરે...મેડિકલ સ્ટોરના નામે મોતની દુકાન ચલાવતા આવા તત્વો સામે હવે લોકો ફાંસીની માંગ કરી રહ્યા છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News