• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /કારકિર્દી
  • /હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરીની તક, 1.20 લાખ સુધી મળશે પગાર

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરીની તક, 1.20 લાખ સુધી મળશે પગાર

HAL એ જુનિયર એક્ઝિક્યુટિવની 150 જગ્યા ભરવા માટે નોટિસ જારી કરી છે. આ ભરતી ટૂંકા ગાળા માટે થશે. અરજી પ્રક્રિયા 7 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે અને ઈચ્છુક ઉમેદવાર 17 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે.

Written ByGokani Dhaval
Published: Oct 12, 2026, 03:37 PM IST|Updated: Oct 12, 2026, 03:42 PM IST
joinshare
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરીની તક, 1.20 લાખ સુધી મળશે પગાર

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ભારતના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત! અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

ભારતના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત! અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

2

IASનાં સપનાં બતાવી શાળામાં જ ખેલાયો વાસનાનો ખેલ: 15 વર્ષની વિદ્યાર્થિની સાથે નરાધમ આચાર્યનું શોષણ

3

આવ ભાઈ હરખા, આપણે બે સરખા! 2 કરોડના ફલેટ્સ મળ્યા છતાં સવા રૂપિયાના ભાડાવાળા ક્વાટર્સનો મોહ છૂટતો નથી

4

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરીની તક, 1.20 લાખ સુધી મળશે પગાર

5

Jioથી લઈને ઝેટવર્ક સુધીની 12 કંપનીઓ લાવી રહી છે IPO, આ મહિને બજારમાં થશે રેકોર્ડબ્રેક કમાણી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

એન્જિનિયરિંગ કરી ચુકેલા યુવાઓ માટે હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડમાં નોકરીની તક આવી છે. HAL એ જુનિયર એક્ઝિક્યુટિવની 150 જગ્યા ભરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી શોર્ટ ટર્મ બેસિસ પર કરવામાં આવશે. અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઈચ્છુક ઉમેદવાર 17 ઓક્ટોબર બપોરે 12 કલાક સુધી અરજી કરી શકે છે. ભરતી માટે ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુના આધાર પર કરવામાં આવશે. પસંદ થયેલા ઈમેદવારોને ઈ0 પે સ્કેલ હેઠળ પગાર આપવામાં આવશે.

HAL ની આ ભરતી હેઠળ એન્જિનિયરિંગ જે અલગ-અલગ શાખાઓમાં જુનિયર એક્ઝિક્યુટિવની જગ્યા ભરવામાં આવશે. તેમાં સૌથી વધુ 78 પદ મિકેનિકલ એન્જિનિયરિંગ માટે છે. ઈલેક્ટ્રિકલ એન્જિનિયર માટે 25, ઈલેક્ટ્રોનિક્સના 21, સિવિલના 7, કમ્પ્યુટર સાયન્સના 6, પ્રોડક્શનના 6, મેટલર્જીના ત્રણ અને એયરોનોટિકલ તથા કેમિકલ એન્જિનિયરિંગના બે-બે પદ છે.

શું છે આ ભરતી માટે યોગ્યતા?
જુનિયર એક્ઝિક્યુટિવ પદ માટે ઉમેદવારની પાસે સંબંધિત એન્જિનિયરિંગ કે ટેક્નોલોજી બ્રાન્ચમાં રેગ્યુલર કે ફુટ ટાઈમ ડિગ્રી હોવી જોઈએ. ડિગ્રી ભારતમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની હોવી જોઈએ. તો  10+2+4 કે લેટરલ એન્ટ્રીના મામલામાં 10+3+3  પેટર્નની ડિગ્રી પણ માન્ય છે. સામાન્ય, ઓબીસી, એનસીએલ અને EWS ઉમેદવારો માટે એન્જિનિયરિંગની ડિગ્રીમાં ઓછામાં ઓછા 60 ટકા જરૂરી છે. તો એસસી, એસટી અને PWD ઉમેદવારો માટે 50 ટકા નક્કી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા કરવાની તક! કોસ્ટ ગાર્ડમાં 365 પદો પર નીકળી ભરતી

ઉંમર મર્યાદા અને પસંદગીની પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 17 ઓક્ટોબર 2026ના 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એસસી-એસટી ઉમેદવારોને 5 વર્ષ અને ઓબીસી એનસીએલ ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. PWBD ઉમેદવારોને નિયમાનુસાર ઉંમરમાં છૂટછાટ મળશે. તો HAL જુનિયર એક્ઝિક્યુટિવમાં ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઈન્ટરવ્યુ નવેમ્બરમાં યોજાવાની સંભાવના છે. આ ભરતી 3 વર્ષના સમયગાળા માટે થશે.

1.20 લાખ રૂપિયા સુધી છે પગાર
જુનિયર એક્ઝિક્યુટિવ પદ માટે ઈ0 પે સ્કેલ 30,000 થી 1,20,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. શરૂઆતી બેઝિક પે 30,000 રૂપિયા પ્રતિ માસ હશે. આ સિવાય ઉમેદવારોને મોંઘવારી ભથ્થું, એચઆરએ અને બેઝિક પેના 35 ટકા સુધી કેફેટેરિયા એલાઉન્સ મળશે. બીજા અને ત્રીજા વર્ષમાં બેઝિક પે પર 3 ટકાના વધારાની જોગવાઈ પણ છે. આ સિવાય મેડિકલ વીમો, પીએફ, ગ્રેચ્યુઇટી, લીવ એનકેશમેન્ટ, વર્ધી અને જૂતા ભથ્થા તથા નિયમાનુસાર ટીએ-ડીએ જેવી સુવિધા મળશે.

કેવી રીતે કરશો અરજી? 
- આ ભરતી માટે ઉમેદવાર સૌથી પહેલા HAL ની સત્તાવાર વેબસાઈટ ખોલે..
- અહીં જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી અરજી લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ વ્યક્તિગત અને શૈક્ષણિક જાણકારી ભરી ફોટો અને સહી અપલોડ કરો.
- ત્યારબાદ ફી ફરો અને ફોર્મ ચેક કરી સબમિટ કરી દો.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs News