• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Jioથી લઈને ઝેટવર્ક સુધીની 12 કંપનીઓ લાવી રહી છે IPO, આ મહિને બજારમાં થશે રેકોર્ડબ્રેક કમાણી

Jioથી લઈને ઝેટવર્ક સુધીની 12 કંપનીઓ લાવી રહી છે IPO, આ મહિને બજારમાં થશે રેકોર્ડબ્રેક કમાણી

પાછલા મહિને શેર બજારમાં આઈપીઓની સંખ્યાની દ્રષ્ટિએ 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. તો આ મહિને વેલ્યુ પ્રમાણે રેકોર્ડ તૂટી શકે છે, કારણ કે જિયોથી ઝેટવર્ક સુધી અનેક મોટા આઈપીઓ લોન્ચ થવાના છે.

Written ByGokani Dhaval
Published: Oct 12, 2026, 03:11 PM IST|Updated: Oct 12, 2026, 03:13 PM IST
joinshare
Jioથી લઈને ઝેટવર્ક સુધીની 12 કંપનીઓ લાવી રહી છે IPO, આ મહિને બજારમાં થશે રેકોર્ડબ્રેક કમાણી

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
આવ ભાઈ હરખા, આપણે બે સરખા! 2 કરોડના ફલેટ્સ મળ્યા છતાં સવા રૂપિયાના ભાડાવાળા ક્વાટર્સનો મોહ છૂટતો નથી

આવ ભાઈ હરખા, આપણે બે સરખા! 2 કરોડના ફલેટ્સ મળ્યા છતાં સવા રૂપિયાના ભાડાવાળા ક્વાટર્સનો મોહ છૂટતો નથી

2

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરીની તક, 1.20 લાખ સુધી મળશે પગાર

3

Jioથી લઈને ઝેટવર્ક સુધીની 12 કંપનીઓ લાવી રહી છે IPO, આ મહિને બજારમાં થશે રેકોર્ડબ્રેક કમાણી

4

ઇનકાર સહન ન થયો! લગ્ન બીજે નક્કી થતાં પ્રેમી બન્યો કાતિલ, યુવતીને ખીણમાં ફેંકી રચ્યું આત્મહત્યાનું નાટક

5

આ અઠવાડિયે કેટલા દિવસ બંધ રહેશે બેંકો? એક ક્લિકમાં જોઈ લો આખું લિસ્ટ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Upcoming IPO Jio to Zetwerk October 2026: શેર બજારના પ્રાઇમરી માર્કેટમાં હવે ઓક્ટોબરના બીજા પખવાડિયામાં હલચલ વધવાની છે. મુકેશ અંબાણીના  Jio Platforms થી લઈને  Zetwerk Manufacturing Business અને Avaada Electro સુધી 12 કંપનીના આઈપીઓ બજારમાંથી પૈસા ભેગા કરવાની તૈયારીમાં છે. તેમાંથી જે 10 કંપનીઓના ઈશ્યુનો આકાર સામે આવ્યા છે, તે મળી આશરે ₹50,651 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. બાકી કંપનીઓના ઈશ્યુની સંપૂર્ણ રકમ સામે આવ્યા બાદ આ આંકડો વધી શકે છે. પરંતુ તમામ 12 કંપનીઓની લોન્ચ ડેટ હજુ નક્કી નથી.

આ મહિને રોકાણકારોની નજર ખાર કરી Jio Platforms ના ચર્ચાસ્પદ આઈપીઓ પર રહેશે. તો Zetwerk, HD Fire Protect, Fusion CX, Tonbo Imaging, Bonfiglioli Transmissions અને Sahajanand Medical Technologies ના ઈશ્યુ પણ ચર્ચામાં છે. કંપનીઓનો આ સમૂહ ટેક્નોલોજી, હેલ્થકેર, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ અને મેન્યુફેક્ચરિંગ જેવા અલગ-અલગ સેક્ટર સાથે જોડાયેલો છે.

₹50,000 કરોડથી વધુ ભેગા કરવાની તૈયારી
IPO બજારમાં આવનારી આ કંપનીઓની ઈશ્યુ સાઇઝમાં મોટું અંતર છે. જિયો પ્લેટફોર્મ આશરે ₹30,213 કરોડ ભેગા કરવાની તૈયારીમાં છે. તો Zetwerk નો ઈશ્યુ લગભગ 5012 કરોડનો છે. Avaada Electro ₹7,600 કરોડ ભેગા કરવાની યોજના સાથે પાઇપલાઇનમાં છે.

કુલ આઇપીઓ (IPO)

૧૨ કંપનીઓ

સૌથી મોટો આઇપીઓ

₹૩૦,૨૧૩ કરોડ (જીઓ)

સ્થિતિ

ઓક્ટોબર ૨૦૨૬

ક્રમકંપનીનું નામપ્રસ્તાવિત ઇશ્યૂ સાઇઝઆઇપીઓ (IPO) ની સ્થિતિ / તારીખ
૧જીઓ પ્લેટફોર્મ્સ (Jio Platforms)₹૩૦,૨૧૩ કરોડ સુધી૨૧–૨૩ ઓક્ટોબર
૨ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસ (Zetwerk)₹૫,૦૧૨.૩૩ કરોડ૧૫–૧૯ ઓક્ટોબર
૩અવાડા ઇલેક્ટ્રો (Avaada Electro)₹૭,૬૦૦ કરોડતારીખ જાહેર નથી
૪બોનફિગ્લિયોલી ટ્રાન્સમિશન્સ (Bonfiglioli)આશરે ₹૨,૫૩૪ કરોડ૧૫–૧૯ ઓક્ટોબર
૫પારસ હેલ્થકેર (Paras Healthcare)₹૧,૮૦૦ કરોડતારીખ જાહેર નથી
૬ટોનબો ઇમેજિંગ (Tonbo Imaging)આશરે ₹૮૫૨ કરોડ૧૫–૧૯ ઓક્ટોબર
૭એચડી ફાયર પ્રોટેક્ટ (HD Fire Protect)₹૭૧૨.૩૧ કરોડ૧૩–૧૫ ઓક્ટોબર
૮ફ્યુઝન સીએક્સ (Fusion CX)₹૭૦૨ કરોડ૧૪–૧૬ ઓક્ટોબર
૯સહજાનંદ મેડિકલ ટેકનોલોજીસ (Sahajanand)આશરે ₹૪૭૫.૫ કરોડ૧૫–૧૯ ઓક્ટોબર
૧૦એનડીઆર ઇનવિટ ટ્રસ્ટ (NDR InvIT Trust)₹૭૫૦ કરોડતારીખ જાહેર નથી
૧૧ગુજરાત વિક્ટરી ફોર્જિંગ્સ (Gujarat Victory)સંપૂર્ણ વિગત ઉપલબ્ધ નથીતારીખ જાહેર નથી
૧૨એસએફસી એન્વાયર્નમેન્ટલ ટેકનોલોજીસ (SFC)₹૧૫૦ કરોડ ફ્રેશ ઇશ્યૂ + OFSતારીખ જાહેર નથી

નોટઃ આ ₹50,651 કરોડનો આંકડો તે 10 કંપનીઓના રિપોર્ટેડ ઈશ્યુ સાઇઝનો જોડ છે, જેની સંપૂર્ણ રકમ ઉપલબ્ધ છે. આ તમામ 12 આઈપીઓની અંતિમ કુલ રકમ નથી.  Jio Platforms અને Zetwerk ના આંકડા ઉપરી પ્રાઇઝ બેન્ડ પર આધારિત છે.

Jio Platforms IPO તોડશે બધા રેકોર્ડ
Jio Platforms નો IPO આ મહિને સૌથી મોટું આકર્ષણ હોઈ શકે છે. કંપનીએ 1065થી 1119 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. ઉપરી કિંમત પર આઈપીઓનો આકાર આશરે 30213 કરોડ હશે. સબ્સક્રિપ્શન 21થી 23 ઓક્ટોબર સુધી થવાની સંભાવના છે. શેરનું લિસ્ટિંગ 28 ઓક્ટોબર આસપાસ થઈ શકે છે. આ આકારની સાથે Jio Platforms નો ઈશ્યુ 2024મા આવેલા Hyundai Motor India ના આશરે 27800 કરોડના આઈપીઓને પાછળ છોડી શકે છે. જિયો પ્લેટફોર્મ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ટેલીકોમ અને ડિજિટલ સર્વિસ એકમ છે. તેના આઈપીઓ પર રિટેલ ઈન્વેસ્ટરોથી લઈને મોટા સંસ્થાગત ઈન્વેસ્ટરો સુધી બધાની નજર રહેશે.

આ પણ વાંચોઃ આ અઠવાડિયે કેટલા દિવસ બંધ રહેશે બેંકો? એક ક્લિકમાં જોઈ લો આખું લિસ્ટ

Zetwerk નો ₹5,012 કરોડનો IPO પણ ચર્ચામાં
Zetwerk Manufacturing Business નો IPO 15 ઓક્ટોબરે ખુલશે અને 19 ઓક્ટોબરે બંધ થશે. તેની પ્રાઇસ બેન્ડ 143 રૂપિયાથી 151 રૂપિયા પ્રતિ શેર છે. કંપની આશરે 5012.33 કરોડ ભેગા કરવાની તૈયારીમાં છે. આ ઈશ્યુમાં 2830 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને વર્તમાન શેરધારકો તરફથી 2182.33 કરોડના Offer for Sale (OFS) સામેલ છે. ફ્રેશ ઈશ્યુથી મળનારી રકમ કંપનીને મળશે, જ્યારે OFS હેઠળ શેર વેચનાર વર્તમાન રોકાણકારોને પૈસા મળશે. કંપનીની યોજનામાં લોન ચુકવવા અને કારોબારી જરૂરિયાત માટે ફંડ એકત્ર કરવું સામેલ છે.

આ સપ્તાહે ખુલશે ઘણા IPO
13 ઓક્ટોબરે HD Fire Protect નો ₹712.31 કરોડનો આઈપીઓ ખુલશે. ત્યારબાદ 14 ઓક્ટોબરે  Fusion CX નો 702 કરોડનો ઈશ્યુ શરૂ થશે. 15 ઓક્ટોબરથી  Zetwerk, Tonbo Imaging, Bonfiglioli Transmissions અને Sahajanand Medical Technologies ના IPO માટે અરજી કરી શકાશે. તેમાંથી ઘણા ઈશ્યુ ઓફર ફોર સેલ હેઠળ છે. એટલે કે તે રકમથી કંપનીને કોઈ લાભ થશે નહીં.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર આઈપીઓની માહિતી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમ અધીન છે, રોકાણ કરતાં પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News