• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /IASનાં સપનાં બતાવી શાળામાં જ ખેલાયો વાસનાનો ખેલ: 15 વર્ષની વિદ્યાર્થિની સાથે નરાધમ આચાર્યનું શોષણ

IASનાં સપનાં બતાવી શાળામાં જ ખેલાયો વાસનાનો ખેલ: 15 વર્ષની વિદ્યાર્થિની સાથે નરાધમ આચાર્યનું શોષણ

Pardi principal arrested : એક બાપ પોતાની લાડકવાઈને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે, એક મોટા અધિકારી બનાવવાનું સપનું લઈને શાળાના પગથિયાં ચડાવે છે. શાળાનો પ્રિન્સિપાલ જે આખા ધામનો રક્ષક હોય છે, તે જ રક્ષક જો રાક્ષસ બની જાય, તો તમે તમારી દીકરીને ક્યાં મોકલશો?. વલસાડના પારડીમાં શિક્ષણ જગતને એવું કલંક લાગ્યું છે જે સભ્ય સમાજનું માથું શરમથી ઝુકાવી દેશે.

Edited ByKaran Rajput
Published: Oct 12, 2026, 04:34 PM IST|Updated: Oct 12, 2026, 04:42 PM IST
joinshare
IASનાં સપનાં બતાવી શાળામાં જ ખેલાયો વાસનાનો ખેલ: 15 વર્ષની વિદ્યાર્થિની સાથે નરાધમ આચાર્યનું શોષણ
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અંતથી આરંભ સુધી, ફરી થિયેટરમાં ધુમ મચાવવા આવી રહ્યા છે સની દેઓલ, સૂર્યાનો જોરદાર લુક વાયરલ

અંતથી આરંભ સુધી, ફરી થિયેટરમાં ધુમ મચાવવા આવી રહ્યા છે સની દેઓલ, સૂર્યાનો જોરદાર લુક વાયરલ

2

ભારતના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત! અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

3

IASનાં સપનાં બતાવી શાળામાં જ ખેલાયો વાસનાનો ખેલ: 15 વર્ષની વિદ્યાર્થિની સાથે નરાધમ આચાર્યનું શોષણ

4

આવ ભાઈ હરખા, આપણે બે સરખા! 2 કરોડના ફલેટ્સ મળ્યા છતાં સવા રૂપિયાના ભાડાવાળા ક્વાટર્સનો મોહ છૂટતો નથી

5

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરીની તક, 1.20 લાખ સુધી મળશે પગાર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pardi Crime News : વલસાડ જિલ્લાના પારડીમાંથી એક હૃદય હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં પવિત્ર ગણાતા વિદ્યાના ધામમાં જ વાસનાનો ખેલ ખેલાયો છે!. જેના પર વિદ્યાર્થિઓની સુરક્ષા અને ભવિષ્ય ઘડવાની સૌથી મોટી જવાબદારી હતી, તે જ શાળાનો આચાર્ય તમામ મર્યાદાઓ ઓળંગીને હવસખોર વરુ બની ગયો!.

  • વિદ્યાના ધામમાં વાસનાનો ખેલ
  • ગુરુ બન્યો વરુ
  • IAS બનાવવાની લાલચ… 
  • સગીરા સાથે શોષણનો આરોપ!
  • દીકરીઓની સુરક્ષા સામે સવાલ!

આ લંપટ પ્રિન્સિપાલે 15 વર્ષની માસૂમ સગીરાની નાદાનિયતનો ફાયદો ઉઠાવ્યો. દીકરીને UPSC પાસ કરાવી IAS-IPS અધિકારી બનાવવાની મોટી-મોટી લાલચો આપીને સતત તેનું શારીરિક શોષણ કરતો રહ્યો!. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ તંત્ર અને શિક્ષણ વિભાગ એક્શનમાં તો આવ્યું છે, પણ સવાલ એ છે કે શું વિદ્યાના ધામોમાં હવે આપણી દીકરીઓ સુરક્ષિત છે ખરી?

  • વિદ્યાના ધામમાં વાસનાનો ખેલ
  • IASનાં સપનાં બતાવી સગીરાનું શોષણ
  • વિદ્યાના ધામમાં ગુરુ બન્યો હવસખોર
  • હવસખોર પ્રિન્સિપાલની ધરપકડ
  • 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

વાત એમ છે કે નરાધમ પ્રિન્સિપાલ શાળા છૂટ્યા પછી પણ એક્સ્ટ્રા ક્લાસના બહાને માસૂમ સગીરાને રોકી રાખતો હતો. ક્યારેક લેબોરેટરીમાં તો ક્યારેક સ્પોર્ટ્સ રૂમમાં કામકાજના બહાને મોકલી, એકલતાનો લાભ લઈ આ હવસખોર અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. સતત થતા શારીરિક અને માનસિક અત્યાચારથી ગભરાઈ ગયેલી દીકરી ગંભીર ડિપ્રેશનમાં સરી પડી હતી. બાળકીની માનસિક સ્થિતિ જોઈને પરિવારને શંકા ગઈ અને દીકરીએ હિંમત રાખી પિતા સામે આખું પાપ છતું કરી દીધું.પરિવારે તાત્કાલિક પારડી પોલીસ મથકે પહોંચી નરાધમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.

લંપટ આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો
આ ઘટનાને પગલે સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મામલાની ગંભીરતાને જોતા જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રી ટંડેલ દ્વારા લંપટ આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો છે. તો બીજી તરફ, શિક્ષણ વિભાગે શાળાની અન્ય વિદ્યાર્થિનીઓનું પણ સ્પેશિયલ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેથી એ જાણી શકાય કે આ નરાધમે અગાઉ અન્ય કોઈ માસૂમ દીકરીને પોતાની હવસનો શિકાર તો નથી બનાવીને?...

નરાધમ આચાર્યને એવી કડક સજા થવી જોઈએ
વાલીઓ પોતાના કાળજાના ટુકડા સમાન દીકરીઓને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે શાળાના ભરોસે મોકલે છે પરંતુ જેની જવાબદારી રક્ષણ કરવાની છે, એ જ ગુરુ જો ભક્ષક બની જાય તો સમાજ માટે આનાથી મોટી શરમજનક બાબત બીજી કોઈ ન હોઈ શકે. આ નરાધમ આચાર્યને એવી કડક સજા થવી જોઈએ કે બીજી વાર કોઈ આવું પાપ કરતા હજાર વાર વિચારે...

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News