Punjab National Bank : પોતાની જિંદગીની કમાણીને જે ભરોસા અને બેફિકરી સાથે બેન્કમાં રાખવામાં આવે છે. એ જ બેન્કમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું થાય. આવો જ ચોંકાવનારો મામલો ગ્રેટર નોઈડાની પંજાબ નેશનલ બેન્કમાંથી સામે આવ્યો છે.
આ આક્ષેપો લાગ્યા છે ગ્રેટર નોઈડાના એચ્ચર ગામમાં પીજીબીની શાખા પર. જ્યાં ઘણા લોકો હવે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 16 લોકોએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પૈસા ખાતામાંથી ગાયબ કરી દીધા છે. આવા જ એક શખ્સ છે જેમની માતાનું એકાઉન્ટ આ બેન્કમાં હતું અને તેમાં એક કરોડથી વધુની રકમ હતી. જે જેવર એરપોર્ટની જમીનના વળતર તરીકે મળી હતી. પરંતુ જ્યારે તેઓ બેન્ક પહોંચ્યા તો જોયું કે તેમનું એકાઉન્ટ પૂરેપૂરું ખાલી છે અને તેમાં કોઈ પૈસા નથી.
આવો જ આક્ષેપ એક વેપારીએ પણ કર્યો છે જેમણે ફરિયાદમાં કહ્યું છે કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે બેન્ક કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવ્યો અને બ્રાન્ચ મેનેજરના કહેવા પર ચેક દ્વારા પૈસા આપવામાં આવ્યા. આક્ષેપ છે કે રકમ કોઈ બીજાના ખાતામાં મોકલી દેવામાં આવી છે.
આ સિવાય પણ ઘણા લોકોએ ખાતામાંથી પૈસા ગાયબ થવા અને એફડી ખતમ થવાની ફરિયાદો કરી છે. મામલો સામે આવ્યા બાદ બેન્ક પણ એક્શનમાં આવી છે. બ્રાન્ચ મેનેજર સહિત 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમની જગ્યાએ નવા સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે અને લોકોના પૈસા એક દિવસમાં પરત કરવાની વાત કરવામાં આવી રહી છે. બેન્ક ભલે આશ્વાસન આપી રહી છે, પરંતુ તેના પર કેટલા લોકો ભરોસો કરી શકશે. આ સવાલ હજુ પણ બનેલો છે.
હવે પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને એન્ટી કરપ્શન ટીમ પણ ગરબડની તપાસમાં જૂટેલી છે. પીએનબી બેન્ક પર આ પહેલાં સહારનપુરમાં નકલી નોટો હોવાના પણ આક્ષેપો લાગ્યા હતા. જ્યારે 17 કરોડની નકલી નોટો બેન્કમાં મળી આવી હતી. જેની તપાસ એનઆઈએ કરી રહી છે અને અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ વખતે તો સરેઆમ આખેઆખું એકાઉન્ટ જ ખાલી કરવાના આક્ષેપો લાગી રહ્યા છે.