• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /WhatsApp પર મેસેજ મોકલવા માટે આપવો પડશે ચાર્જ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ, જાણો વિગત

WhatsApp પર મેસેજ મોકલવા માટે આપવો પડશે ચાર્જ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ, જાણો વિગત

WhatsApp Message : મેટાએ વોટ્સએપ મેસેજિંગ માટે ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. મેસેજ મોકલવા માટે 1 ઓક્ટોબરથી ફી લાગશે. કોણ ભરશે આ ફી અને કોના માટે સર્વિસ ફ્રી રહેવાની છે, આવો જાણીએ.

Written ByGokani Dhaval
Published: Sep 30, 2026, 02:17 PM IST|Updated: Sep 30, 2026, 02:22 PM IST
joinshare
WhatsApp પર મેસેજ મોકલવા માટે આપવો પડશે ચાર્જ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ, જાણો વિગત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

WhatsApp Message Charge: તાજેતરમાં UPI પર MDR ચાર્જ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર ફી લગાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય પર હંગામો થઈ રહ્યો છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હવે વોટ્સએપ  (WhatsApp) પર મેસેજ મોકલવાની પણ ફી લાગવાની છે. 1 ઓક્ટોબરથી વોટ્સએપ ફ્રી રહેશે નહીં, મેસેજ મોકલવા માટે પૈસા આપવા પડશે.

વોટ્સએપ પર મેસેજ મોકલવાની ફી લાગશે
વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના નવા પ્રોસેસિંગ ડોક્યુમેન્ટ પ્રમાણે મેસેજ મોકલવા પર હવે પૈસા લાગશે.જોકે આ નિર્ણયની અસર સામાન્ય યુઝર્સ પર થશે નહીં. આ નિયમ કોમર્શિયલ પ્લેટફોર્મ WhatsApp Business API પર પડશે. મેટાએ 1 ઓક્ટોબર 2026થી સર્વિસ અને યુટિલિટી મેસેજિંગ ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે સામાન્ય યુઝર્સને આ સેવા ફ્રીમાં મળતી રહેશે. હવે સવાલ છે કે આ ચાર્જ કોણે આપવો પડશે અને કેટલો?

સવાલઃ વોટ્સએપ પર મેસેજ મોકલવા માટે કેટલો ચાર્જ આપવો પડશે?
જવાબઃ મેટાએ આ ફેરફાર WhatsApp Business API ઉપયોગ કરનારી કંપનીઓ, બિઝનેસ માટે કર્યો છે. 1 ઓક્ટોબરથી આ પ્લેટફોર્મની મેસેજિંગ ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં પહેલા ગ્રાહકને મેસેજ મોકલ્યા બાદ 24 કલાક સુધી બિઝનેસ કે કંપની તરફથી મોકલાતી વિન્ડો ફ્રી હતી, હવે તેના પર ચાર્જ લાગશે.

સવાલઃ 1 ઓક્ટોબરથી મેસેજ માટે કેટલી ફી આપવી પડશે?  
જવાબઃ મેટાના નવા નિયમ બાદ યુટિલિટી, ઓર્ડર, કન્ફર્મેશન, ડિલીવરી જેવા અપડેટના મેસેજ પર ચાર્જ લાગશે, જે પહેલા ફ્રી હતા. મહિનામાં 1000 સર્વિસ રિપ્લાય ફ્રી રાખવામાં આવ્યા છે, ત્યારબાદ ફી ભરવી પડશે.

મેસેજફી (પ્રતિ મેસેજ)
માર્કેટિંગ (ઓફર, પ્રમોશન વગેરે)0.8631 રૂપિયા પ્રતિ મેસેજ
યુટિલિટી (ઓર્ડર, પેમેન્ટ, ડિલીવરી અપડેટ) 0.136 રૂપિયા પ્રતિ મેસેજ
OTP 0.115 રૂપિયા પ્રતિ મેસેજ
સર્વિસ (ગ્રાહકોના મેસેજ પર જવાબ)0.115 રૂપિયા પ્રતિ મેસેજ

તેને એક ઉદાહરણથી સમજીએ. માની લો કોઈ કંપનીએ પોતાના ગ્રાહકના વોટ્સએપ નંબર પર કોઈ જાહેરાત મોકલી. ગ્રાહકે તેના પર ઇન્ક્વાયરી માટે સવાલ પૂછ્યો. કંપનીએ 24 કલાકની અંદર તેનો જવાબ આપ્યો. 30 સપ્ટેમ્બર સુધી આ જવાબ ફ્રી હતી, પરંતુ હવે કંપનીએ 1000 મેસેજ બાદ તેના પર ફી આપવી પડશે. દરેક મેસેજ માટે 0.15 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. જો કંપની 1000 ગ્રાહકને એક દિવસમાં વોટ્સએપ પર માત્ર ઓર્ડરનું અપડેટ મોકલે છે તો તેણે 0.115 રૂપિયા + GST ભરવો પડશે.

સામાન્ય યુઝર્સ પર તેની શું અસર થશે?  
સામાન્ય યુઝર્સ પર આ નવો નિયમ લાગૂ થશે નહીં. તમારા માટે વોટ્સએપ ફ્રી છે. એટલે કે તમે કોઈ સંદેશો કંપનીને ચેટબોક્સ દ્વારા મોકલો છો તો તમારે કોઈ ચાર્જ આપવાનો નથી. સામાન્ય વોટ્સએપ અને નાના કારોબારો માટે ફ્રી રહેશે.

આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડ ખોવાયા પછી જો કોઈ ખરીદી કરી લે, તો તમારે પૈસા ચૂકવવા પડશે કે બેંક? જાણો જવાબ

1 ઓક્ટોબર બાદ ક્યા-ક્યા વોટ્સએપ મેસેજ ફ્રી રહેશે?  
બિઝનેસ પ્લેટફોર્મ માટે દર મહિને 1000 ફ્રી સર્વિસ મેસેજ રહેશે.
સામાન્ય લોકો માટે વોટ્સએપ મેસેજ ફ્રી રહેશે.
ગ્રાહકો માટે આ સર્વિસ ફ્રી રહેશે.
જો તમે ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર એડને ક્લિક કરી વોટ્સએપ દ્વારા કંપનીને મેસેજ મોકલો છો તો કંપની 72 કલાક સુધી ફ્રીમાં જવાબ મોકલી શકશે.

યુઝર્સ વોટ્સએપ અને બિઝનેસ પ્લેટફોર્મ વોટ્સએપમાં શું અંતર છે?  
યુઝર્સ વોટ્સએપ જે હું અને તમે ઉપયોગ કરીએ છીએ. તો બિઝનેસ અને કંપનીઓ પણ વોટ્સએપ દ્વારા પોતાના કારોબારનો વિસ્તાર કરે છે. તેના માટે વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ હોય છે. કંપનીઓ માટે એક ખાસ સોફ્ટવેર સિસ્ટમ છે, જ્યાં તેને એક સાથે લાખો કસ્ટમરને સાથે મળવામાં મદદ મળે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News