• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /ક્રેડિટ કાર્ડ ખોવાયા પછી જો કોઈ ખરીદી કરી લે, તો તમારે પૈસા ચૂકવવા પડશે કે બેંક? જાણો જવાબ

ક્રેડિટ કાર્ડ ખોવાયા પછી જો કોઈ ખરીદી કરી લે, તો તમારે પૈસા ચૂકવવા પડશે કે બેંક? જાણો જવાબ

જો ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય અને કોઈ તેમાંથી ખરીદી કરે તો બધા પૈસા ગ્રાહકે આપવા પડતા નથી. જવાબદારી તે વાત પર નિર્ભર રહે છે કે ફ્રોડ ક્યારે થયો અને બેંકને તેની કેટલી જલ્દી જાણકારી આપવામાં આવી.

Written ByGokani Dhaval
Published: Sep 29, 2026, 05:10 PM IST|Updated: Sep 29, 2026, 05:12 PM IST
joinshare
ક્રેડિટ કાર્ડ ખોવાયા પછી જો કોઈ ખરીદી કરી લે, તો તમારે પૈસા ચૂકવવા પડશે કે બેંક? જાણો જવાબ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જો તમારૂ ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય અને ત્યારબાદ કોઈ બીજી વ્યક્તિએ તેમાંથી ખરીદી કે ટ્રાન્ઝેક્શન કર્યાં તો સૌથી મોટો સવાલ તે હોય છે કે તે ખર્ચની ચુકવણી કોણ કરશે. શું બધા પૈસા કાર્ડધારકે પોતાના ખિસ્સામાંથી આપવા પડશે કે બેંક તેની જવાબદારી લેશે? તેનો જવાબ દરેક મામલામાં એક જેવો હોતો નથી. ભારતીય રિઝર્વ બેંકના નિયમો પ્રમાણે, આ તે વાત પર નિર્ભર કરે છે કે ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન ક્યા કારણે થયું અને ગ્રાહકે બેંકને તેની જાણકારી કેટલી જલ્દી આપી.

કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું?
ક્રેડિટ કાર્ડ ગુમ થવા કે ચોરી થવાની જાણ થતાં સૌથી પહેલા તે કાર્ડને બ્લોક કરવું જોઈએ. તે માટે બેંકની મોબાઈલ એપ, વેબસાઇટ કે ગ્રાહક સેવા નંબરનો ઉપયોગ કરી શકાય છે. જો તમને માત્ર તે શંકા છે કે કાર્ડ કોઈ જગ્યાએ પડી ગયું છે અને બાદમાં મળી શકે છે, ત્યારે પણ થોડા સમય માટે કાર્ડ ફ્રીઝ કરવું સુરક્ષિત છે. તેનાથી કોઈ બીજી વ્યક્તિ કાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં.

કાર્ડ બ્લોક કર્યા બાદ તમારા પાછલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરો. જો કોઈ એવું ટ્રાન્ઝેક્શન જોવા મળે છે જે તમે કર્યું નથી તો બેંકને તત્કાલ જાણ કરો. ફરિયાદ નોંધાવ્યા બાદ ફરિયાદ સંખ્યા, તારીખ અને સમયનો રેકોર્ડ સંભાળી રાખવો જરૂરી છે.

3 કામકાજી દિવસમાં ફરિયાદ કરવા પર શું થશે?
આરબીઆઈના નિયમો અનુસાર જો ગેરકાયદેસર ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકની કોઈ બેદરકારી નથી અને ગ્રાહક બેંકને ટ્રાન્ઝેક્શનની સૂચના મળવાના 3 કામકાજી દિવસોની અંદર બેંકને જાણકારી આપે છે તો કેટલીક પરિસ્થિતિમાં ગ્રાહકની જવાબદારી શૂન્ય થઈ શકે છે. આવી સ્થિતિમાં ગ્રાહકે આ ટ્રાન્ઝેક્શનનું નુકસાન ઉઠવવું પડતું નથી.

ધ્યાન આપવાની વાત છે કે 3 દિવસ કાર્ડ ગુમ થવાની તારીખથી ગણવામાં આવતા નથી. આરબીઆઈના નિયમોમાં ગેરકાયદેસર લેતીદેતીની સૂચના મળ્યા બાદ બેંકને રિપોર્ટ કરવાનો સમય મહત્વપૂર્ણ છે. જો ગ્રાહક 4થી 7 કામકાજી દિવસ વચ્ચે ફરિયાદ કરે છે તો કેટલીક પરિસ્થિતિમાં તેની જવાબદારી સીમિત હોઈ શકે છે. 7 દિવસ કરતા વધુ વિલંબ થવા પર જવાબદારી બેંકની નીતિ અનુસાર નક્કી થઈ શકે છે.

ક્યારે ગ્રાહકોએ નુકસાન ઉઠાવવું પડી શકે છે?
જો ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન ગ્રાહકની બેદરકારીને કારણે થયા છે તો સ્થિતિ અલગ હોઈ શકે છે. ઉદાહરણ માટે જો ગ્રાહકે પોતાનો પાસવર્ડ, પિન કે ચુકવણીની ગોપનીય જાણકારી કોઈ બીજી વ્યક્તિને આપી છે, તો બેંકને જાણ કરવા સુધી થયેલા નુકસાનની જવાબદારી ગ્રાહક પર આવી શકે છે. પરંતુ બેંકને સૂચના આપ્યા બાદ થનાર ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનના નુકસાનની જવાબદારી બેંક માથે આવી શકે છે.

તેથી કાર્ડ ગુમ થયા બાદ પ્રતીક્ષા કરવી નહીં, ઝડપથી કાર્ડ બ્લોક કરશો અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શનની ફરિયાદ કરવામાં આવશે, એટલા નાણાકીય નુકસાન થવાથી બચી શકશો.

બેંકને ફરિયાદ બાદ શું કરવું જોઈએ
આરબીઆઈ અનુસાર બેંકે ગ્રાહકની ફરિયાદનો રેકોર્ડ અને ફરિયાદની પુષ્ટિ ઉપલબ્ધ કરાવવી જોઈએ. શૂન્ય કે સીમિત જવાબદારીવાળા મામલામાં બેંકે અનધિકૃત ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનની રકમ ગ્રાહકના ખાતામાં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર પરત કરવાની વ્યવસ્થા કરવાની હોય છે. આરબીઆઈ અનુસાર બેંકે આ રકમ ગ્રાહકની સૂચના મળ્યાના 10 કામકાજી દિવસની અંદર ક્રેડિટ કરવાની હોય છે, જ્યારે ફરિયાદનું સમાધાન સામાન્ય રીતે 90 દિવસની અંદર કરવું જોઈએ.

ચોથી થયું છે તો પોલીસ અને સાયબર ફરિયાદ પણ કરો
જો કાર્ડ ચોરી થયું છે કે તેના દ્વારા છેતરપિંડી થઈ છે, તો બેંકને સૂચના આપવાની સાથે પોલીસમાં ફરિયાદ કરવી ઉપયોગી સાબિત થઈ શકે છે. નાણાકીય છેતરપિંડીની સ્થિતિમાં 1930 હેલ્પલાઇન અને રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ દ્વારા ફરિયાદ કરી શકાય છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News