EPFOએ બદલી નાખ્યા PFના નિયમો! 90% પૈસા ઉપાડવાથી લઈને રિટાયરમેન્ટ બાદ પણ થતો રહેશે ફાયદો!
લોકો સરળતાથી અને ઝડપથી પીએફના પૈસા ઉપાડી શકે તે માટે ઈપીએફઓ દ્વારા પીએફના ઉપાડ માટે નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જાણો તેના વિશે વિગતો. હવે તમે પીએફ એકાઉન્ટમાંથી 90 ટકા સુધીની રકમ ઉપાડી શકશો.
કર્મચારીઓ ભવિષ્યનિધિ ખાતા સંલગ્ન નિયમોમાં સરકાર મોટા ફેરફાર કરવા જઈ રહી છે. પીએફ ફંડ કાઢવાની લિમિટને લઈને લોક ઈન પીરિયડ અને સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનને મંજૂરી આપ્યા બાદ હવે EPFO યુપીઆઈ, એટીએમ દ્વારા પૈસા કાઢવાની સુવિધા શરૂ કરવાનું છે. જેનો હેતુ સરળતાથી અને ઝડપી પીએફ ઉપાડ કરી શકાય તે છે.
અત્રે જણાવવાનું કે પહેલા લોકો નોકરી છોડે ત્યારબાદ કે પછી રિટાયરમેન્ટ પછી પીએફના પૈસા મેળવી શકતા હતા. આ માટે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું અને ઘણા દિવસો જતા હતા. પીએફ ઓફિસના ચક્કર ખાવા પડતા હતા. પરંતુ હવે આ કામ ગણતરીની મિનિટોમાં થઈ શકે છે. EPFOની તૈયારી હવે યુપીઆઈ દ્વારા પીએફ ઉપાડને વધુ તેજ અને સરળ બનાવવાનો છે.
તમારી પ્રાઈવેટ ચેટ્સ, ફેમિલી ગ્રુપ અને ફોટા પર અજાણ્યાની નજર! વોટ્સએપ યુઝર્સને સરકારની કડક ચેતવણી, જાણો
હવે UPIથી ઉપાડી શકશો પીએફના પૈસા
EPFO આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં યુપીઆઈ દ્વારા પીએફના પૈસા કાઢવાની સુવિધા શરૂ કરશે એવું કહેવાય છે. ધ ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ યુપીઆઈથી પીએફ (પ્રોવિડેન્ટ ફંડ) ઉપાડની અનેક ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે અને હવે ડિસેમ્બરમાં તેને લોન્ચ કરવાની તૈયારી થઈ રહી છે. ત્યારબાદ તમે તમારા ફોનમાં રહેલી ભીમ એપ દ્વારા પીએફ ફંડ ઉપાડી શકશો.
યુપીઆઈથી કેવી રીતે ઉપાડી શકાશે પૈસા
- EPFOની નવી સુવિધા શરૂ થયા બાદ તમે યુપીઆઈ એપ દ્વારા પીએફના પૈસા ઉપાડવા, બેલેન્સ ચેક કરવા જેવા ફીચર્સનો ઉપયોગ કરી શકશો.
- 3 સરળ સ્ટેપ્સથી ફટાફટ તમારા પૈસા પીએફ ખાતામાંથી ઉપાડી શકાશે.
- સૌથી પહેલા તમારે તમારા બેંક એકાઉન્ટને પીએફના UAN નંબર સાથે લિંક કરવું પડશે. પીએફ એકાઉન્ટ હોલ્ડરોએ પોતાનો UAN નંબર અને UPI એકાઉન્ટ લિંક કરાવવું પડશે.
- તમારી ભીમ એપ પર જઈને એલિજિબલ વિથ્રડોઅલ બેલેન્સ ચેક કરવાનું રહેશે. એટલે કે તમે તમારા પીએફ ખાતામાંથી કેટલા પૈસા ઉપાડી શકશો તે ચેક કરવાનું રહેશે.
- ઈપીએફઓએ જરૂરી મિનિમમ બેલેન્સ લિમિટને 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરી નાખી છે. એટલે કે તમે તમારા જમા પીએફમાંથી 90 ટકા રકમ ઉપાડી શકો છો.
- આ પ્રોસેસ પૂરી કર્યા બાદ તમે તમારા પીએફના પૈસા સીધા યુપીઆઈથી ઉપાડી શકશો.
સિસ્ટમેટિક વિથડ્રોઆલ પ્લાનની સુવિધા
- પીએફ ઉપાડમાં માટે યુપીઆઈની સુવિધા ઉપરાંત EPFOએ બીજા પણ અનેક ફેરફાર કર્યા છે.
- જેમ કે SWF એટલે કે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનને મંજૂરી મળી છે. જે હેઠળ પીએફ એકાઉન્ટ હોલ્ડરોને રિટાયરમેન્ટ બાદ પણ પોતાનું પૂરેપૂરું રિટાયરમેન્ટ ફંડ કાઢવાની જરૂર નહીં પડે.
- તમારી જરૂરિયાત પ્રમાણે તે હપ્તામાં ઉપાડી શકો છો. જે પૈસા ઈપીએફઓ પાસે હશે, તેના પર 8.25 ટકાના દરે વ્યાજ મળતું રહેશે.
- તમે માસિક, ત્રિમાસિક, છમાસિક...તમારી સુવિધા અને જરૂરિયાત પ્રમાણે ઉપાડ કરી શકો છો.
- EPFOની આ સુવિધાથી તમને રિટાયરમેન્ટ બાદ પણ પીએફ પર વ્યાજ કમાવવાની અને દર મહિને પગારની જેમ હપ્તામાં પીએફના પૈસા ઉપાડવાની સુવિધા મળે છે.
PUC સર્ટિફિકેટના નિયમોમાં મોટા ફેરફારો, BS6 વાહનો માટે 3 વર્ષ સુધી વેલિડ, BS4 વાહનોની વેલિડિટી ઘટાડી, જાણો
FD થી વધુ ફાયદો થશે?
EPFOની આ સુવિધા હેઠળ તમને રિટાયરમેન્ટ બાદ પણ તમારા પીએફના પૈસા પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ દર પર દર મહિને લગભગ 0.6875% વ્યાજ મળતું રહેશે. જ્યારે FD પર વ્યાજ દર 6 થી 7 ટકા આસપાસ છે.
પીએફમાં શું શું બદલાયું?
- EPFOએ પીએફ ખાતા સંબંધિત નિયમોમાં ફેરફાર કરતા 90 ટકા પૈસા ઉપાડવાની સુવિધા આપી દીધી છે. એટલે કે જરૂર પડ્યે ખાતાધારક પોતાની જમા રકમનો મોટાભાગનો હિસ્સો ઉપાડી શકે છે.
- EPFOએ પીએફ ખાતામાં ફંડ લોક ઈન પીરિયડને પણ 12 મહિનાથી ઘટાડીને 2 મહિનાનો કર્યો છે. એટલે કે નોકરી છૂટી જવાની સ્થિતિમાં તમારો આખો પીએફ ઉપાડવા માટે 12 મહિના રાહ નહીં જોવી પડે પરંતુ ફક્ત 2 મહિનામાં તમે પીએફના પૂરેપૂરા પૈસા ઉપાડીને તમારી જરૂરિયાતો પૂરી કરી શકો છો. જો કે ફાઈનલ પેન્શનના પૈસા કાઢવા માટે નિયમને એનો એજ યથાવત રાખવામાં આવ્યો છે એટલે કે 36 મહિના રાહ જોવી પડશે.
- SWP સુવિધા હેઠળ રિટાયરમેન્ટ બાદ પણ થોડું થોડું કરીને ફંડ કાઢવાની સુવિધા મળશે, અને બાકી રકમ પર વ્યાજ મળતું રહેશે.