SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળી પર સસ્તામાં ઘરે લાવો નવી કાર: ટાટાથી લઈને મારુતિ સુધીની આ હેચબેક ગાડીઓ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

દિવાળી પર નવી કાર ખરીદવાનો પ્લાન હોય તો આ તકનો ફાયદો ઉઠાવી શકો છો. મારૂતિથી લઈને ટાટા સુધી ઘણી કંપનીઓ દિવાળી પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કેટલાક મોડલ પર 1.45 લાખ સુધીની બચત થઈ શકે છે.

Written By Gokani Dhaval
Published: Nov 02, 2026, 10:33 AM IST | Updated: Nov 02, 2026, 10:36 AM IST
Image Credit: AI Image
Join

દિવાળી પર જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. તહેવારોને જોતા ઘણી કાર કંપનીઓ પોતાની ગાડીઓ પર કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને બીજી ઓફર આપી રહી છે. ખાસ વાત છે કે કેટલીક હેચબેક કારો પર 1 લાખ રૂપિયાથી વધુની બચત થઈ શકે છે. Tata, Maruti Suzuki, Hyundai અને Citroen ની ઘણી ગાડીઓ પર મળી રહેલી આ ઓફરને કારણે નવી ગાડીનો ખર્ચ ઘટાડી શકાય છે.

આ 10 હેચબેક પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Tata Tiago EV પર 1.45 લાખ સુધીનો ફાયદો

ઈલેક્ટ્રિક કાર લેવાનો પ્લાન બનાવી રહેલા લોકો માટે  Tata Tiago EV પર સૌથી મોટી ઓફર મળી રહી છે. તેના જૂના એટલે કે પ્રી-ફેસલિફ્ટ સ્ટોક પર 1.45 લાખ રૂપિયા સુધીનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. આ ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટની સાથે એક્સચેન્જ કે સ્કેપેઝ બોનસ સામેલ થઈ શકે છે. Tiago EV ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 7.99 લાખ રૂપિયા છે. બેટરી પેક પ્રમાણે આ કાર ફુલ ચાર્જ પર 293 કિલોમીટર સુધી ચાલી શકે છે.

Citroen C3 પર 1.18  લાખ રૂપિયા સુધીની બચત

Citroen C3 પર પણ દિવાળીને કારણે મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપની આ હેચબેક પર ગ્રાહકોને 1.18 લાખ રૂપિયાનો ફાયદો આપી રહી છે. તેમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિનની સાથે ટર્બો પેટ્રોલનો વિકલ્પ પણ મળે છે. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 4.99 લાખ રૂપિયા છે, જેનાથી ઓછા બજેટમાં કાર ખરીદનાર માટે આ શાનદાર ડીલ સાબિત થઈ શકે છે.

Maruti Swift પર 71 હજાર સુધીનો ફાયદો

Maruti Swift ના બ્લિટ્ઝ એડિશન પર દિવાળી ઓફર આપવામાં આવી રહી છે. આ મોડલ પર 71000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. તેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને એક્સેસરીઝ સાથે જોડાયેલી ઓફર સામેલ છે. સ્વિફ્ટમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે અને તેમાં સીએનજી વિકલ્પ પણ મળે છે. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 5.84 લાખ રૂપિયા છે.

આ પણ વાંચોઃ વારંવાર ગિયર બદલવાની ઝંઝટમાંથી મુક્તિ! ₹6 લાખથી ઓછી કિંમતમાં ખરીદો આ બેસ્ટ ઓટોમેટિક કાર

Glanza થી Wagon R સુધી ડિસ્કાઉન્ટ

દિવાળી દરમિયાન અન્ય હેચબેક કારમાં પણ ઓફર મળી રહી છે. Toyota Glanza ના જૂના મોડલ પર 70000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. તો મારૂતિ સેલેરિયો પર 67500 રૂપિયા અને વેગનઆર પર 67000 રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. Hyundai Grand i10 Nios પર 60,000 રૂપિયા જ્યારે Alto K10 પર 57500 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે.

Hyundai i20 અને Tata Altroz પર પણ ઓફર

Hyundai i20 અને Tata Altroz ખરીદવી હોય તો 55000 રૂપિયા સુધીડનો લાભ મળી રહ્યો છે. પરંતુ આ ઓફરની શરતો અલગ-અલગ હોઈ શકે છે અને ફાયદો કારના વેરિએન્ટ, સ્ટોક અને ડીલર પ્રમાણે બદલાઈ શકે છે.

બુકિંગ પહેલા ઓફરની જાણકારી મેળવો

કાર ખરીદતા પહેલા માત્ર ડિસ્કાઉન્ટની રકમ જોઈ નિર્ણય ન કરવો જોઈએ. તમામ ઓફર દરેક ગ્રાહક અને વેરિએન્ટ પર લાગૂ હોય તે જરૂરી નથી. ઘણા મામલામાં સંપૂર્ણ છૂટ મેળવવા માટે જૂની કાર એક્સચેન્જ કરવા જેવી શરતો પૂરી કરવી પડે છે. આ સિવાય શહેર, ડીલર અને ઉપલબ્ધ સ્ટોક પ્રમાણે ઓફરમાં ફેરફાર થઈ શકે છે. તેથી બુકિંગ કરતા પહેલા તમારા નજીકના ડીલરનો સંપર્ક કરી ઓફર વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES