SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

LPG ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 ડિસેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના આ નિયમો!

LPG Cylinder Rules: LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડિસેમ્બર 2026થી અમુક મહત્વપૂર્ણ નિયમો બદલાઈ જશે. ઈન્ડેન, એચપી ગેસ અને ભારત ગેસના ગ્રાહકોએ આગામી સિલિન્ડર બુક કરાવતા પહેલા તેમના આધાર બાયોમેટ્રિક e-KYC સ્ટેટસની ચકાસણી કરી લેવી જોઈએ.

Written By Dilip Chaudhary
Published: Nov 25, 2026, 18:20 IST | Updated: Nov 25, 2026, 18:29 IST
Join

LPG Cylinder Rules: દેશભરમાં ઈન્ડેન, એચપી ગેસ અથવા ભારત ગેસનો ઉપયોગ કરતા કરોડો પરિવારો માટે LPG સિલિન્ડર સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જરૂરી છે. ડિસેમ્બર 2026માં ગેસ સિલિન્ડર બુક કરાવતા પહેલા, ગ્રાહકોએ તેમના આધાર બાયોમેટ્રિક e-KYCની સ્થિતિ તપાસી લેવી જોઈએ.

EPFOએ બદલી નાખ્યા PFના નિયમો! 90% પૈસા ઉપાડવાથી લઈને રિટાયરમેન્ટ બાદ પણ થતો રહેશે ફાયદો!

જો તમે હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો તમારી ગેસ સબસિડી પર અસર પડી શકે છે. જોકે સરકારે કે ઓઈલ કંપનીઓએ નવેમ્બર મહિનામાં આધાર e-KYC અંગે કોઈ નવા નિયમો જાહેર કર્યા નથી, તેમ છતાં ગેસ સિલિન્ડરના ગ્રાહકોએ નીચેની 8 મહત્વપૂર્ણ બાબતો જાણવી જોઈએ.

1. આધાર બાયોમેટ્રિક e-KYC ફરજિયાત

ઘરગથ્થુ LPG ગ્રાહકોએ સબસિડીનો લાભ મેળવવા માટે આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું જરૂરી છે. આ નિયમ ત્રણેય કંપનીઓના ગ્રાહકોને લાગુ પડે છે.

2. e-KYC પૂર્ણ ન કરવા પર સબસિડી અટકી શકે છે

જો તમે હજુ સુધી આધાર બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવ્યું નથી, તો તમારી સબસિડી પર અસર પડી શકે છે. e-KYC પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ પાત્ર ગ્રાહકો સબસિડી મેળવી શકશે.

3. જો પહેલેથી કરાવી લીધું હોય, તો ફરીથી કરવાની જરૂર નથી

જો તમે અગાઉથી જ આધાર બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરી લીધું છે, તો તમારે ફરીથી આ પ્રક્રિયા કરવાની જરૂર નથી. તમારી નિયમિત ગેસ બુકિંગ અને સબસિડી માટેની પાત્રતા પહેલાની જેમ જ ચાલુ રહેશે.

4. સિલિન્ડર ડિલિવરી સમયે પણ e-KYC કરાવી શકાય છે

જો તમે હજુ સુધી તમારું e-KYC કરાવ્યું નથી, તો તમે સિલિન્ડર ડિલિવરી સમયે તે કરાવી શકો છો. ડિલિવરી કર્મચારી તમને બાયોમેટ્રિક વેરિફિકેશન પ્રક્રિયામાં મદદ કરી શકે છે.

5. મોબાઈલ એપ દ્વારા પણ કરાવી શકાય છે

ગ્રાહકો તેમની સંબંધિત ગેસ કંપનીની અધિકૃત મોબાઈલ એપ દ્વારા પણ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

આ એપ્લિકેશન્સ દ્વારા 'ફેસ ઓથેન્ટિકેશન' સુવિધા પણ ઉપલબ્ધ છે.

6. ગેસ એજન્સીએ જઈને પણ ઈ-કેવાયસી કરી શકાય છે

જો તમને તમારા મોબાઈલ દ્વારા ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં કોઈ મુશ્કેલી જણાય, તો તમે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવા માટે તમારી નોંધાયેલ ગેસ એજન્સીની મુલાકાત લઈ શકો છો.

7. સબસિડી વગરના સિલિન્ડરનો વિકલ્પ પસંદ કરવાની સુવિધા

જે ગ્રાહકો ઈ-કેવાયસી કરાવા માંગતા નથી અથવા સબસિડીનો લાભ લેવા માંગતા નથી, તેઓ સબસિડી વગરના સિલિન્ડરનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ માટે તમારે ઓઈલ કંપનીઓના અધિકૃત માધ્યમો દ્વારા તમારી પસંદગી નોંધાવવી પડશે. સ્ટોકની ઉપલબ્ધતાના આધારે 5 કિલો અને 10 કિલોના સિલિન્ડર મળી શકે છે.

8. ઈ-કેવાયસી ન કરાવાથી ગેસ કનેક્શન બંધ કરવામાં આવશે નહીં

ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. ઈ-કેવાયસી ન કરાવાથી તમારું ગેસ કનેક્શન આપમેળે બંધ થઈ જશે એવો અર્થ થતો નથી. જો કે, તમને સબસિડી મેળવવામાં અથવા સબસિડીયુક્ત ભાવે રિફિલ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES