• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /Top 6 Gujarat News: પાટીદાર એકતાની હાકલથી લઈને '82' પર રાજકીય વાકયુદ્ધ સુધી; વાંચો આજના 6 મોટા સમાચાર

Top 6 Gujarat News: પાટીદાર એકતાની હાકલથી લઈને '82' પર રાજકીય વાકયુદ્ધ સુધી; વાંચો આજના 6 મોટા સમાચાર

રાજ્યમાં આજે દિવસભર ઘણા મહત્વના સમાચારો સામે આવ્યા. અમે તમને દિવસભરના ટોપ-6 સમાચારો વિશે જણાવીશું. આ સમાચારોમાં પાટીદાર-આંજણા એકતા તો ઘટતી વસ્તી પર સમાજનો નિર્ણ. આ સિવાય બોગસ કોલ સેન્ટરના પર્દાફાશની ઘટના સામે આવી છે.

Written ByGokani Dhaval
Published: Nov 25, 2026, 18:09 IST|Updated: Nov 25, 2026, 18:14 IST
joinshare
Top 6 Gujarat News: પાટીદાર એકતાની હાકલથી લઈને '82' પર રાજકીય વાકયુદ્ધ સુધી; વાંચો આજના 6 મોટા સમાચાર

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
સરકારી કર્મચારીઓના પેન્શન પર મોટું અપડેટ, સરકારે આપી નવી સૂચનાઓ, જાણો

સરકારી કર્મચારીઓના પેન્શન પર મોટું અપડેટ, સરકારે આપી નવી સૂચનાઓ, જાણો

2

સત્તામાં ભાગીદારી છતાં અસંતોષ કેમ? પાટીદાર નેતાઓ કઈ ખામોશીની જાહેરમાં કાઢી રહ્યા છે ભડાશ, કેમ ચર્ચામાં છે પાટીદાર સમાજ

3

જેન્ટલ (Gentle) ભારતમાં લોન્ચ: રોકાણકારોને પોતાના પોર્ટફોલિયો માટે બજારની હલચલ સમજાવશે

4

Top 6 Gujarat News: બંધારણને કોનાથી ખતરો? રવી પાકના વાવેતરમાં ઘટાડો અને WhatsAppના નવા ફીચર સુધીના 6 મોટા સમાચાર

5

SBIનું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો તો થઈ જાઓ સાવધાન.... 1 ડિસેમ્બરથી બદલાઈ રહ્યો છે આ નિયમ, લાગશે ચાર્જ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ગુજરાતમાં ફરી પાટીદાર એકતાની ચર્ચા થઈ રહી છે. આ સિવાય વાત કરવામાં આવે તો પાટીદાર સમાજમાં ત્રીજા સંતાનનો જન્મ થાય તો 51 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરી આંદોલનકારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. તો બેગગ્રોન ડાયમંડના ભાવમાં વધારા માટે ચીનની ચાલાકી સામે આવી છે. આ સિવાય બોગસ કોલ સેન્ટરનું અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે. તમે પણ જાણો રાજ્યના દિવસભરના છ મોટા સમાચાર વિશે વિગતવાર માહિતી...

1. પાટીદાર આંજણા એક થાઓઃ પ્રફુલ પટેલ
 

ચૂંટણી પહેલાં ફરી એકવાર પાટીદાર એકતાને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે... હિંમતનગરમાં યોજાયેલા અર્બુદા મહોત્સવના મંચ પરથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે કડવા, લેઉવા અને આંજણા સહિત પાટીદાર અને ચૌધરી સમાજને એક થવાની હાકલ કરી છે... તેમણે કહ્યું કે, સમાજનો ઇતિહાસ એક છે, આધ્યશક્તિની આરાધના એક છે અને આપણે ભેગા બેસીએ તો રાજકીય નહીં, ભાઈચારાની વાત થાય... ઊંઝા મંદિરના પ્રમુખ મહેન્દ્ર પટેલે પણ આ વિચારને સમર્થન આપ્યું છે... જોકે પ્રફુલ્લ પટેલના નિવેદન સામે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે... કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રફુલ્લ પટેલના નિવેદન સાથે અસહમતિ દર્શાવતા આક્ષેપ કર્યો કે, પાટીદાર સમાજમાં ભાગલા પાડવાનું કામ ભાજપે કર્યું છે... લેઉવા પટેલ અને કડવા પટેલ સહિત તમામ પટેલ એક જ જૂથ છે, ત્યારે ચૌધરી સમાજના મંચ પરથી કરવામાં આવેલી વાતમાં રાજકીય ગંધ આવે છે... બીજી તરફ સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ પણ પાટીદાર શબ્દની વ્યાપકતા અને ખેડૂતોના આંદોલન અંગે નિવેદન આપ્યું છે... ત્યારે સવાલ એ છે કે પ્રફુલ્લ પટેલની પાટીદાર એકતાની હાકલને સામાજિક સમર્થન મળશે કે આ મુદ્દો ચૂંટણી પહેલાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બનશે?

ચૂંટણી પહેલા ફરી પાટીદાર એકતાનો સૂર! પ્રફુલ પટેલે કડવા, લેઉવા અને આંજણા સમાજને એક થવા કરી હાંકલ #prafulpatel #patidarunity #kadwapatidar #gujarat #viralvideo https://t.co/jC44Tpjla4

— Zee 24 Kalak (@Zee24Kalak) November 25, 2026

2. ત્રીજા સંતાનનો જન્મ થશે તો મળશે ઈનામ

પાટીદાર સમાજની ઘટતી વસતિને લઈને કચ્છ કડવા પાટીદાર સમાજે લીધો મોટો નિર્ણય... હવે પરિવારમાં ત્રીજા સંતાનનો જન્મ થશે તો મળશે 51 હજાર રૂપિયાનું ઈનામ મળશે... સૌથી મહત્વની વાત એ છે કે ત્રીજું સંતાન દીકરી હશે તો પણ પરિવારને 51 હજાર રૂપિયા આપવામાં આવશે... હિંમતનગરમાં યોજાયેલા સમૂહ લગ્ન પ્રસંગે કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ છાભૈયાએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે... વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના આહ્વાનને સ્વીકારી કચ્છ સમાજે આ પહેલ કરી છે... પાટીદાર સમાજમાં ઘટતી વસતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યું છે... તો બીજી તરફ રાજકોટના સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ પણ આ જાહેરાતને આવકારી છે... તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પાટીદાર સમાજમાં દીકરીઓની કોઈ ઘટ નથી અને ત્રીજું સંતાન દીકરી જન્મે તો 51 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત આવકારદાયક છે... ત્યારે સમાજની વસતિ વધારવા અને દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે કચ્છ કડવા પાટીદાર સમાજની આ પહેલ કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.

3. ભાજપના પ્રદેશ અધ્યક્ષની ભૂલ ચર્ચાનું કેન્દ્ર બની

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની એક જીભ લપસવાની ભૂલ હવે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની છે... રાજ્યભરમાં 182 વિધાનસભા બેઠકો પર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા હતા... ત્યારે અમદાવાદની નિકોલ બેઠક પર હાજર રહેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તમામ 182 બેઠકો જીતશે તેવું કહેવા જતાં 182માંથી 82 બેઠકો જીતવાની વાત કરી દીધી... અને તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું... હવે કોંગ્રેસે આ નિવેદનને લઈને ભાજપ પર પ્રહાર શરૂ કર્યા છે... કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કટાક્ષ કરતાં કહ્યું કે, થોડા દિવસ પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષની જીભ લપસી હતી અને 182ની જગ્યાએ 82 બેઠકો જીતવાનો સંકલ્પ જાહેર થયો હતો... જોકે આગામી ચૂંટણીમાં ભાજપને 82 બેઠકો પણ નહીં મળે તેવો દાવો પણ સોલંકીએ કર્યો છે... સાથે જ ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત ઉત્તર ભારતમાં ભાજપની સરકારનો સફાયો થવાની વાત કહી છે... આમ, 2027ની ચૂંટણીને હજુ સમય છે, પરંતુ ભાજપના 182 અને કોંગ્રેસના 82ના દાવા વચ્ચે અત્યારથી જ રાજકીય નિવેદનબાજી તેજ બની છે.

4. ગાંધીનગરમાં ફરી આંદોલનકારીઓ મેદાનમાં

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ફરી એકવાર ઉમેદવારોના આંદોલનથી ગરમાઈ છે... એક તરફ વિદ્યાસહાયક ભરતીમાં મેરિટમાં આવ્યા બાદ પણ નિમણૂકથી વંચિત રહેલા 774 ઉમેદવારોએ જિલ્લા પસંદગીની તક અને 774 જગ્યાઓ પર નિમણૂકની માગ સાથે વિરોધ નોંધાવ્યો છે... ઉમેદવારોના જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા છતાં તેમને જિલ્લા પસંદગીથી વંચિત રાખવામાં આવ્યા છે... હાઈકોર્ટના આદેશ બાદ ભરતી બોર્ડે જગ્યાઓ અનામત રાખી હોવાનો પણ ઉમેદવારોનો દાવો છે... તો બીજી તરફ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે TAT-HSના 300થી 400 જેટલા ઉમેદવારો પણ વિરોધ માટે એકત્રિત થયા હતા... પરિણામમાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા હોવાનો અને મૂલ્યાંકનમાં અન્યાય થયો હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે... સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરતાં રોષ ફેલાયો હતો... ઉમેદવારો પરિણામનું નિષ્પક્ષ પુનઃમૂલ્યાંકન કરવાની માગ કરી રહ્યા છે... હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારોના આ બંને આંદોલન વચ્ચે સરકાર શું નિર્ણય લે છે... કારણ કે ઉમેદવારોનો સ્પષ્ટ નિર્ધાર છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

 
5. સુરતમાં લેબગ્રોન ડાયમંડને ઝટકો

સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ચીનનો મોટો ઝટકો... લેબગ્રોન ડાયમંડના રફના ભાવમાં ચીનની કંપનીઓએ સીધો 10 ટકાનો વધારો ઝીંકતા સુરતના હીરા વેપારીઓનું ગણિત ખોરવાવાની ભીતિ સર્જાઈ છે... નવેમ્બર મહિનાથી જ ભાવવધારાનો અમલ શરૂ થઈ ગયો છે... ઉત્પાદન ખર્ચમાં વધારો અને ડોલર સામે ચીની ચલણ મજબૂત બનતા આ ભાવવધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે... એક તરફ પોલીશ્ડ લેબગ્રોન હીરાના બજારમાં તેજીનો માહોલ છે, તો બીજી તરફ રફ હીરા મોંઘા થતાં વેપારીઓની ચિંતા વધી છે... દિવાળીનું વેકેશન ટૂંકાવીને ઉત્પાદન વધારવાની તૈયારી કરી રહેલા વેપારીઓ સામે હવે મોંઘા રફનો પડકાર ઊભો થયો છે... રફના ભાવમાં વધારાની સીધી અસર પોલીશ્ડ હીરાના વેચાણ, ઉત્પાદન ખર્ચ અને વેપારીઓના નફા પર પડી શકે છે... ખાસ કરીને સુરતના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત નાના ડાયમંડ યુનિટ માટે આ ભાવવધારો મુશ્કેલી વધારી શકે છે... ત્યારે લેબગ્રોન હીરાના તેજીના બજારમાં ચીનના આ ભાવવધારાથી સુરતના હીરા ઉદ્યોગ પર કેટલી અસર પડે છે તે જોવું રહ્યું...

6. આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ

રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે... અને આ સમગ્ર ઠગાઈના નેટવર્કમાં અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે... જોધપુરના બાસની વિસ્તારમાં છેલ્લા ચારથી પાંચ મહિનાથી ભાડાની જગ્યામાં ધમધમતા ફેક કોલ સેન્ટર પર પોલીસે દરોડો પાડી અમદાવાદના બે માસ્ટરમાઇન્ડ મૌલિક પંડ્યા અને હરવિજયસિંહ સહિત કુલ 32 આરોપીઓની ધરપકડ કરી છે... આ ગેંગ અમેરિકન નાગરિકોને એપલ કંપનીના નામે નિશાન બનાવતી હતી... મોબાઇલ ફોનના ખાતામાંથી 500 ડોલર કપાવાના હોવાના બલ્ક મેસેજ મોકલી લોકોને ડરાવવામાં આવતા અને પૈસા કપાતા અટકાવવા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનું કહેવામાં આવતું... ત્યારબાદ કોલર, એનાલિસિસ અને એક્ઝિક્યુટિવ એમ ત્રણ અલગ-અલગ ટીમ દ્વારા વિદેશી નાગરિકોને જાળમાં ફસાવી તેમની પાસે ગિફ્ટ કાર્ડ ખરીદાવવામાં આવતા હતા... પોલીસના અંદાજ મુજબ આ ગેંગ દર મહિને અંદાજે દોઢ કરોડ રૂપિયાની ઠગાઈ કરતી હતી... ચોંકાવનારી વાત એ છે કે ગિફ્ટ કાર્ડ મારફતે મેળવેલા નાણાંના તાર ચીન સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે... હવે પોલીસ આ આંતરરાષ્ટ્રીય ઠગાઈના નેટવર્કમાં સામેલ અન્ય લોકો અને નાણાંના વ્યવહારોની તપાસ કરી રહી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News