Gentle Launches in India: છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં રિટેલ રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી છે, પરંતુ તેમના વધતા પોર્ટફોલિયોને ટ્રેક કરવા અને સમજવા માટેનાં સાધનો એ ગતિ સાથે તાલ મિલાવી શક્યાં નથી. રોકાણકારો મોટેભાગે ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો ટ્રેકિંગ માટે અલગ-અલગ એપ્સ પર આધાર રાખે છે.
બીજી તરફ, નાણાકીય સમાચાર સામાન્ય પ્રકારના હોય છે અને તેમના રોકાણો સાથે સંકળાયેલા હોતા નથી. જેન્ટલ આ અંતર દૂર કરવા માટે બનાવવામાં આવ્યું છે. તે એકીકૃત પોર્ટફોલિયો વ્યૂ, ક્યુરેટેડ ન્યૂઝ ફીડ અને સરળ ભાષામાં સમજૂતીઓને એક સાથે લાવે છે. આ સમજૂતીઓ ફક્ત યુઝરના પોતાના રોકાણો સાથે સંબંધિત અપડેટ્સ જ રજૂ કરે છે.
એમ જેન્ટલના સ્થાપક વિશ્વેશ પટેલે જણાવ્યું કે મારા ઓળખીતા મોટાભાગના યુવા ભારતીયો આર્થિક રીતે સારી સ્થિતિમાં છે, છતાં એક સાદા પ્રશ્નનો જવાબ આપી શકતા નથી: શું તમારા પૈસા બરાબર છે? હાલમાં તેમના પૈસા પાંચ એપ્સ, એક એક્સેલ શીટ અને સીએની એક પીડીએફમાં વેરવિખેર પડ્યા છે. અમે જેન્ટલ એટલા માટે બનાવ્યું છે કે આ બધું એક જ જગ્યાએ લાવી શકાય અને સરળ ભાષામાં સમજાવી શકાય કે બજારની હલચલનો તમારા રોકાણ માટે શું અર્થ છે.
જેન્ટલ યુવા ભારતીય રોકાણકારો માટે બનાવાયેલું ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે. તે યુઝરના તમામ રોકાણોને એક જ જગ્યાએ લાવે છે અને સમજાવે છે કે બજારની હલચલનો તેમના પૈસા માટે શું અર્થ છે. જેન્ટલ મની (Gentle Money) હવે iOS અને Android પર ઉપલબ્ધ છે.
Disclaimer: This article is from the Brand Desk. User discretion is advised