Airtel Recharge Plan : ગયા મહિને TRAI દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બાદ એરટેલે તેના યુઝર્સ માટે ત્રણ સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. આ ઓછા ખર્ચવાળા પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેઓ હજુ પણ 2G સિમ કાર્ડનો ઉપયોગ કરે છે અને ડેટા ધરાવતા મોંઘા પ્લાન ખરીદવા માટે સક્ષમ નથી.
ગયા મહિને TRAIએ ટેલિકોમ કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન એક્ટમાં 13મો સુધારો રજૂ કર્યો હતો, જેમાં નિયમનકારે ટેલિકોમ કંપનીઓને એવા સસ્તા પ્લાન લાવવા સૂચના આપી હતી જેમાં ડેટાનો સમાવેશ ન હોય. એરટેલ આવા બજેટ-ફ્રેન્ડલી પ્લાન લોન્ચકરનારી પ્રથમ કંપની છે.
એરટેલના નવા સસ્તા વોઈસ-ઓન્લી રિચાર્જ પ્લાન 185 રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ આવા ત્રણ પ્લાન લોન્ચ કર્યા છે, જેની કિંમત અનુક્રમે 185 રૂપિયા, 203 રૂપિયા અને 206 રૂપિયા છે. આ તમામ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ફ્રી SMSની સુવિધા મળે છે.
એરટેલ પાસે પહેલાથી જ બે અન્ય વોઈસ-ઓન્લી પ્લાન છે, જેની વેલિડિટી અનુક્રમે 84 દિવસ અને 365 દિવસ છે. આ પ્લાન પણ કંપનીએ ગયા વર્ષની શરૂઆતમાં, TRAIના અગાઉના નિર્દેશ બાદ લોન્ચ કર્યા હતા. આ ઉપરાંત કંપની હેલોટ્યુન્સનું કોમ્પ્લિમેન્ટરી સબસ્ક્રિપ્શન પણ આપે છે, જેને યુઝર્સ એરટેલ થેન્ક્સ એપ દ્વારા એક્ટિવેટ કરી શકે છે.
એરટેલનો આ સસ્તો રિચાર્જ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં સમગ્ર ભારતમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગ જેવા લાભો સામેલ છે. વધુમાં આ પ્લાનમાં 300 ફ્રી SMS પણ મળે છે.
ટેલિકોમ ઓપરેટરનો આ બજેટ-ફ્રેન્ડલી રિચાર્જ પ્લાન 30 દિવસની વેલિડિટી આપે છે. તેમાં સમગ્ર ભારતમાં અનલિમિટેડ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને 300 ફ્રી SMS જેવા લાભો મળે છે.
એરટેલનો આ સસ્તો પ્લાન પૂરા એક મહિનાની વેલિડિટી સાથે આવે છે એટલે કે તેની વેલિડિટી કેલેન્ડર મહિના પર આધારિત છે. લાભોની વાત કરીએ તો, યુઝર્સને સમગ્ર ભારતમાં અનલિમિટેડ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને 300 ફ્રી SMS મળે છે.