Firing on Tiger Shroff : મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પુષ્પા પાર્કમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જો કે, અભિનેતા ટાઈગર શ્રોફ સુરક્ષિત છે, તેને ઈજા થઈ નથી.
આ હુમલામાં તેના ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. હુમલાખોરો ફાયરિંગ કરી ઘટના સ્થળેથી ફરાર થયા હતા. આ ફાયરિંગ કેમ કરાયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.
Maharashtra | A firing incident has been reported under Juhu Police Station. Actor Tiger Shroff is safe and has not sustained any gunshot injuries. Further investigation is underway: Mumbai Police
— ANI (@ANI) October 18, 2026
મુંબઈના જુહૂમાં બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર અંધાધૂંધ ગોળીબાર! હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી #tigershroff #mumbai #firing #lawrencebishnoi #breakingnews https://t.co/HyJkllX43J
— Zee 24 Kalak (@Zee24Kalak) October 18, 2026
સમાચાર એજન્સી ANI અનુસાર, મુંબઈ પોલીસે જણાવ્યું છે કે ફાયરિંગની ઘટનાના અહેવાલો મળ્યા છે. જોકે, ટાઈગર શ્રોફ સુરક્ષિત છે, ફાયરિંગમાં તેને કોઈ ઈજા થઈ નથી. વધુ તપાસ ચાલી રહી છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. આ દાવો ગેંગસ્ટર અનિલ પંડિત અને હરમન સંધુના નામે કરવામાં આવ્યો છે. જેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે અને હાલમાં વિદેશમાં રહે છે. જોકે, આ પોસ્ટ અને તેમાં કરવામાં આવેલા દાવાઓની સત્યતાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે દાવો કર્યો છે કે ટાઈગરને અગાઉ પણ ફોન કરીને ધમકી આપવામાં આવી હતી.
ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસે ગુનેગારોની શોધખોળ તેજ કરી દીધી છે. આ કેસની તપાસ કરવા અને જવાબદારોને પકડવા માટે 12 પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસ આ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. હાલમાં, ફાયરિંગ પાછળનો હેતુ અને તેમાં સીધી રીતે સંડોવાયેલા લોકોની ઓળખ હજુ સ્પષ્ટ થઈ નથી.