સર્વિસ અને જાળવણી પર થનાર ખર્ચ પણ બજેટ પર અસર કરી શકે છે. તેવામાં જો તમારૂ બજેટ 10 લાખ રૂપિયા સુધી છે અને તમે ઓછા મેન્ટેનન્સ ખર્ચવાળી કાર ઈચ્છો છો તો બજારમાં ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે. આ કારની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 3.70 લાખ રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ મેન્ટેનન્સ ખર્ચ કારના મોડલ, ઉપયોગ અને સર્વિસિંગ પર નિર્ભર કરે છે.
ઓછા બજેટમાં કાર ખરીદનાર માટે Maruti Suzuki Alto K10 એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ નાની હેચબેક સરળ ડ્રાઇવિંગ અને ઓછા મેન્ટેનન્સ ખર્ચ માટે જાણીતી છે. તેમાં સરળ મિકેનિકલ સિસ્ટમ આપવામાં આવી છે, જેનાથી નિયમિત સર્વિસિંગનો ખર્ચ ઓછો રાખવામાં મદદ મળે છે. ઉપલબ્ધ જાણકારી પ્રમાણે પાંચ વર્ષની તેની નિયમિત સર્વિસિંગ પર આશરે 15000 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. પરંતુ તેમાં ટાયર બદલવા, મોટું રિપેરિંગ અને અન્ય વધારાના ખર્ચ સામેલ નથી. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 3.70 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ વેરિએન્ટની કિંમત લગભગ 5.45 લાખ રૂપિયા સુધી જાય છે.
Maruti Suzuki WagonR તે પરિવારો માટે સારો વિકલ્પ છે, જેને ઓછા બજેટમાં વધુ સ્પેસ જોઈએ. તેની લાંબી ડિઝાઇનને કારણે કેબિનમાં બેસવું અને અને સામાન રાખવો સરળ રહે છે. તેમાં K-Series એન્જિન મળે છે અને કંપનીનું સર્વિસ નેટવર્ક મોટું છે. ઉપલબ્ધ ઓનરશિપ રિપોર્ટ અનુસાર તેનો વાર્ષિક નિયમિત સર્વિસિંગનો ખર્ચ આશરે 3600 રૂપિયા હોઈ શકે છે. પરંતુ આ ખર્ચ કારના વેરિએન્ટ, ચલાવવાની સ્થિતિ અને બીજી સર્વિસિંગની જરૂરિયાત પ્રમાણે બદલાઈ શકે છે. WagonR ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 4.99 લાખ રૂપિયા છે અને ટોપ વેરિએન્ટની કિંમત 7.24 લાખ રૂપિયા સુધી જાય છે.
જો તમે ઓછા બજેટમાં મજબૂત બોડી ઈચ્છા છો તો ટિયાગો પર વિચાર કરી શકો છો. આ હેચબેક પોતાની ડિઝાઇન, સુરક્ષા સુવિધાઓ અને આરામદાયક સફર માટે જાણીતી છે. તેનો નિયમિત સર્વિસિંગનો ખર્ચ બજેટમાં રાખવા માટે નક્કી સમય પર સર્વિસ કરાવવી જરૂરી છે. પરંતુ મજબૂત બનાવટનો મતલબ તે નથી કે કારમાં ક્યારેય સર્વિસની જરૂર નહીં પડે. સ્પેર પાર્ટ્સ, ટાયર અને અન્ય વસ્તુ બદલવાનો ખર્ચ અલગથી થઈ શકે છે. ટિયાગોની શરૂઆતી કિંમત 4.77 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ વેરિએન્ટમાં આશરે 8.62 લાખ સુધી જાય છે.
Hyundai Grand i10 Nios તે લોકો માટે એક વિકલ્પ છે, જે ઓછા મેન્ટેનન્સ ખર્ચની સાથે આરામદાયક અને ફીચરથી ભરપૂર કાર ઈચ્છે છે. તેમાં સ્મુથ એન્જિન, સારી કેબિન અને આરામદાયક સફર મળે છે. Hyundai નું સર્વિસ નેટવર્ક પણ દેશભરમાં ઉપલબ્ધ છે. આ કારની શરૂઆતી કિંમત 5.60 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ વેરિએન્ટની કિંમત લગભગ 8.09 લાખ સુધી જાય છે.
જો તમે હેચબેકની જગ્યાએ એસયુવી જેવી દેખાતી કાર ઈચ્છો છો, તો Nissan Magnite એક વિકલ્પ હોઈ શકે છે. તેની ડિઝાઇન, ઊંચુ ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને ફીચર્સ તેને ઓછા બજેટમાં એસયુવી ખરીદનાર માટે આકર્ષક બનાવે છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર તેનો નિયમિત વાર્ષિક સર્વિસિંગનો ખર્ચ આશરે 3200 રૂપિયા હોઈ શકે છે. જો તે આ સામાન્ય ખર્ચ છે. મહત્વનું છે કે તેના બધા વેરિએન્ટ 10 લાખની કિંમતમાં આવતા નથી. Nissan Magnite ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 5.68 લાખ રૂપિયા છે, જ્યારે ટોપ વેરિએન્ટની કિંમત લગભગ 11.16 લાખ સુધી જાય છે.