જો તમે તમારા માટે એક નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, પરંતુ બજેટને લઈને થોડું અસમંજસ છે તો તમે બેટરી-એઝ-અ-સર્વિસ (BaaS) સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. આ રેન્ટલ સ્કીમ હેઠળ ગ્રાહકોએ ગાડી ખરીદવા સમયે બેટરીની સંપૂર્ણ કિંમત આપવાની હોતી નથી. જેની કારણે કારની શરૂઆતી કિંમત સામાન્યના મુકાબલે ઘટી જાય છે. ગ્રાહકે માત્ર ગાડી ચલાવવા પ્રમાણે પ્રતિ કિલોમીટરનો બેટરી રેન્ટલ ચાર્જ આપવાનો હોય છે. ભારતમાં આ સમયે માત્ર 4.69 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં શાનદાર ઈલેક્ટ્રિક કાર ઉપલબ્ધ છે, જે તમારા ખિસ્સા માટે બજેટ-ફ્રેન્ડલી સાબિત થઈ શકે છે.
જો તમારૂ બજેટ લિમિટેડ છે તો ટાટા ટિયાગો ઈવી તમારા માટે બેસ્ટ સાબિત થશે. આ પોપ્યુલર ઈલેક્ટ્રિક હેચબેકને તમે BaaS સ્કીમ હેઠળ માત્ર 4.69 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની શરૂઆતી કિંમત પર ખરીદી શકો છો. ત્યારબાદ તમારે બેટરીના ઉપયોગ માટે પ્રતિ કિલોમીટર પ્રમાણે 2.6 રૂપિયાનો રેન્ટલ ચાર્જ આપવો પડશે. ડિઝાઇનના મામલામાં આ કાર સ્પોર્ટી છે, જેમાં ખાસ ઈવી-બ્લૂ કલરની હાઇલાઇટ્સ મળે છે, જે તેને સામાન્ય પેટ્રોલ મોડલથી અલગ બનાવે છે. કેબિનની અંદર પ્રીમિયમ ડુઅલ-ટોન ઈન્ટીરિયરની સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને હાઈવે પર આરામથી ચાલવા માટે ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે.
સુરક્ષા માટે ટાટાની આ કારમાં બે એરબેગ, ABS ની સાથે EBD, સુરક્ષા માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને પાછળ સરળતાથી પાર્ક કરવા એક રિયર-વ્યૂ કેમેરો આપવામાં આવ્યો છે. પરફોર્મંસની વાત કરીએ તો આ કાર બે બેટરી પેક્સ 19.2 kWh અને 24 kWh ના વિકલ્પ સાથે આવે છે. આ હેચબેક સિંગલ ચાર્જમાં લગભગ 250થી 315 કિમીની શાનદાર ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરે છે.
પ્રીમિયમ લુક અને શાનદાર કમ્ફર્ટ ઈચ્છો છો તો તમારા માટે MG Windsor EV ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ગાડી BaaS વિકલ્પની સાથે 9.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ છે, જેની સાથે તમને 3.99 રૂપિયા પ્રતિ કિલોમીટરનું બેટરી રેન્ટલ આપવું પડે છે. તેની એયરોગ્લાઇડ ડિઝાઇન, બોડીમાં ફ્લશ ડોર હેન્ડલ અને એક મોટા ગ્લાસ રૂફને કારણે રસ્તા પર ખુબ મોંઘી અને ફ્યૂચરિસ્ટિક જોવા મળે છે. તેના ઈન્ટીરિયરની સૌથી મોટી ખાસિયત તેની Aero Lounge રિયર સીટો છે, જેને કોઈ સોફાની જેમ 135 ડિગ્રી સુધી રીક્લાઇન કરી શકાય છે. આ સિવાય કેબિનમાં 15.6 ઇંચની સૌથી મોટી ટચસ્ક્રીન સિસ્ટમ અને વેન્ટિલેટેડ ફ્રંટ સીટ્સ મળે છે.
આ કારમાં છ એરબેગ, ચારેય વ્હીલ પર ડિસ્ક બ્રેક, હિલ સ્ટાર્ટ અસિસ્ટ જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ કારમાં 38 kWh ની બેટરી આપે છે. કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જમાં 449 કિમી ચાલે છે.
રફ-એન્ડ-ટફ એસયુવી લુક પસંદ કરનાર ગ્રાહકો માટે ટાટા પંચ ઈવી શાનદાર પસંદગી છે. આ માઇક્રો-ઈલેક્ટ્રિક એસયુવીને BaaS પ્રોગ્રામ હેઠળ લગભગ 6.59 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતે ખરીદી શકાય છે. ત્યારબાદ પ્રતિ કિલોમીટર ચલાવવા માટે 3.3 રૂપિયા બેટરી રેન્ટલ ચાર્જ આપવો પડે છે. તેની મસ્કુલર ડિઝાઇન, બોનેટ પર મળનાર પહોળી LED DRL અને તેનું ઊંચુ ગ્રાઉન્ડ ક્લીયરન્સ તેને રસ્તા પર એક કિલર લુક આપે છે. તેની કેબિનને હાઈ ટેક બનાવવામાં આવી છે, જેમાં વેન્ટીલેટેડ ફ્રંટ સીટ્સ, 10.25 ઇંચની ટચસ્ક્રીન, ફુલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઈલેક્ટ્રિક સનરૂફ અને વાયરલેસ ફોન ચાર્જર જેવી તમામ શાનદાર સુવિધાઓ સામેલ છે.
સુરક્ષાના મામલામાં પણ પંચ સૌથી આગળ છે. આ ગાડીને ક્રેશ ટેસ્ટમાં શાનદાર 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે અને તે છ એરબેગ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને 360 ડિગ્રી કેમેરા જેવી શાનદાર સુરક્ષાથી લેસ છે. તે SUV 25 kWh અને 35 kWh ના બે અલગ-અલગ બેટરી વિકલ્પમાં આવે છે. આ કાર સિંગલ ચાર્જમાં 315થી 421 કિમીની રેન્જ આપે છે.