ઈમર્જિંગ એશિયા કપ-2026મા ભારતીય ટીમે કમાલનું પ્રદર્શન કરતા યુએઈને હરાવી દીધું છે. ભારતની આ જીતનો હીરો યુવા બેટર વૈભવ સૂર્યવંશી રહ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં રેકોર્ડનો વરસાદ કરતા ભારતને રેકોર્ડબ્રેક જીત અપાવી છે. વૈભવ સૂર્યવંશીએ માત્ર 53 બોલમાં 7 ચોગ્ગા અને 28 છગ્ગા સાથે બેવડી સદી ફટકારી છે. ભારતે 250 રનનો ટાર્ગેટ માત્ર 15મી ઓવરમાં હાસિલ કરી લીધો હતો. ભારતે 14.2 ઓવરમાં 254 રન બનાવી મેચ જીતી લીધી હતી.
યુએઈએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 249 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ વૈભવ સૂર્યવંશીની આક્રમક બેવડી સદીની મદદથી ભારતે આ લક્ષ્ય 14મી ઓવરમાં હાસિલ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. આ સાથે ભારતે ઈમર્જિંગ એશિયા કપ-2026ની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
FASTEST DOUBLE CENTURY IN LIST A CRICKET 🤯💯💯 Take a bow, Vaibhav Sooryavanshi 🫡 Updates ▶️ https://t.co/6Vwvc5BnWQ #TeamIndia | #RisingStarsAsiaCup | #INDAvUAE https://t.co/ZKJcJR9SDv
— BCCI (@BCCI) November 24, 2026
વૈભવ સૂર્યવંશીએ પોતાની ઈનિંગમાં લિસ્ટ-એ ક્રિકેટની સૌથી ઝડપી સદી, સૌથી ઝડપી 150 રન અને સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે સૂર્યવંશીએ લિસ્ટ-એ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો પણ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.
લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીઃ 28 બોલ
લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રનઃ 40 બોલ
લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 રનઃ 52 બોલ
લિસ્ટ-એ ક્રિકેટની એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સઃ 28
2️⃣0️⃣4️⃣ Runs 5️⃣3️⃣ Balls 2️⃣8️⃣ Sixes 7️⃣ Fours 3️⃣8️⃣5️⃣ Strike Rate We are running out of superlatives for Vaibhav Sooryavanshi 👏🫡 Updates ▶️ https://t.co/6Vwvc5BnWQ #TeamIndia | #RisingStarsAsiaCup | #INDAvUAE https://t.co/H3kJoSezGV
— BCCI (@BCCI) November 24, 2026
રનચેઝમાં ભારતની શરૂઆત વિસ્ફોટક રહી હતી. વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ 3.3 ઓવરમાં 68 રનની ભાગીદારી દરમિયાન વૈભવે 8 સિક્સ અને એક ચોગ્ગાની મદદથી માત્ર 16 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ઇબરાર અહમદે અભિષેક શર્મા (12 રન) ને આઉટ કર્યો હતો. અભિષેક આઉટ થયા બાદ વૈભવનો વિસ્ફોટક અંદાજ યથાવત રહ્યો હતો. પરંતુ આ વચ્ચે પ્રભસિમરન સિંહ આઉટ થઈ ગયો હતો.
સૂર્યવંશીએ 28 બોલમાં સદી બનાવી ઈતિહાસ રચ્યો હતો. આ લિસ્ટ એ ક્રિકેટની સૌથી ઝડપી સદી છે. ત્યારબાદ વૈભવે 40 બોલમાં 150 રન પૂરા કર્યાં હતા અને 52 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી.