• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, વનડેમાં ફટકારી ફાસ્ટેસ્ટ સેન્ચુરી, 28 બોલમાં ફટકારી સદી

વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, વનડેમાં ફટકારી ફાસ્ટેસ્ટ સેન્ચુરી, 28 બોલમાં ફટકારી સદી

Vaibhav Sooryavanshi : એશિયા કપ 'રાઈઝિંગ સ્ટાર્સ' 2026 ટુર્નામેન્ટમાં UAE સામેની એક મહત્વપૂર્ણ મેચમાં વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. વૈભવે UAEના બોલરો સામે એવો આક્રમક પ્રહાર કર્યો કે માત્ર 28 બોલમાં જ તેણે ધમાકેદાર સદી ફટકારી અને ઈતિહાસ રચ્યો છે.

Written ByDilip Chaudhary
Published: Nov 24, 2026, 16:47 IST|Updated: Nov 24, 2026, 16:57 IST
joinshare
વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, વનડેમાં ફટકારી ફાસ્ટેસ્ટ સેન્ચુરી, 28 બોલમાં ફટકારી સદી

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, વનડેમાં ફટકારી ફાસ્ટેસ્ટ સેન્ચુરી, 28 બોલમાં ફટકારી સદી

વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, વનડેમાં ફટકારી ફાસ્ટેસ્ટ સેન્ચુરી, 28 બોલમાં ફટકારી સદી

2

Rahu Ketu Transit 2026: રાહુ-કેતુનું મહાગોચર આવતીકાલે: 18 મહિના સુધી રહેશે અસર, આ 4 રાશિઓના જીવનમાં આવી શકે છે મોટા બદલાવ

3

IPL 2027 પહેલાં પંજાબ કિંગ્સની મોટી જાહેરાત, ટીમમાં વધુ એક મુંબઈ ઈન્ડિયન્સના દિગ્ગજની એન્ટ્રી

4

પ્રોસ્ટેટ કેન્સરની શરૂઆતમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

5

નવેમ્બરમાં સોનું 14000 અને ચાંદી 27000 સસ્તા થઈ ગયા, હવે આગળ ભાવ વધશે કે ઘટશે? આગામી 15 દિવસ મહત્વના

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vaibhav Sooryavanshi : 'રાઈઝિંગ સ્ટાર એશિયા કપ' 2026માં UAE સામે 250 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારત A ટીમના યુવા અને આક્રમક બેટર વૈભવ સૂર્યવંશીએ વિશ્વ ક્રિકેટના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ક્રિઝ પર આવતાની સાથે જ વૈભવે UAEના બોલરો સામે એવો આક્રમક પ્રહાર કર્યો કે માત્ર 28 બોલમાં જ તેણે ધમાકેદાર સદી ફટકારી દીધી. આ અદ્ભુત અને તોફાની ઇનિંગ દરમિયાન, તેણે 14 ગગનચુંબી સિક્સર અને 4 ચોગ્ગા ફટકાર્યા, એટલે કે તેણે સદીના 100 રન માત્ર બાઉન્ડ્રી દ્વારા જ બનાવ્યા.

એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો

આ મેચ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ રહી હોવાથી, વૈભવ સૂર્યવંશીએ વન-ડે અને લિસ્ટ-A ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ પુરુષોની વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સના નામે હતો, જેણે 18 જાન્યુઆરી, 2015ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે 31 બોલમાં સદી પૂરી કરી હતી. વૈભવે 11 વર્ષ જૂના આ વિશાળ રેકોર્ડને 3 બોલના અંતરથી તોડી નાખ્યો છે.

એશિયા કપ 'રાઈઝિંગ સ્ટાર્સ' ટુર્નામેન્ટમાં વૈભવ સૂર્યવંશી બેટિંગમાં પોતાની લય મેળવી શક્યો નહોતો. નેપાળ અને પાકિસ્તાન બંને સામે તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નહોતું. જોકે, યુએઈ (UAE) સામેની એક નિર્ણાયક મેચમાં તેણે પોતાની બેટિંગથી સૌનું દિલ જીતી લીધું. વૈભવે પ્રથમ ઓવરમાં જ ત્રણ સિક્સ ફટકારીને પોતાની તાકાત બતાવી અને માત્ર 28 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો છે. 

પ્રથમ બે મેચમાં કોઈ ખાસ રન નહીં

એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટની શરૂઆત વૈભવ સૂર્યવંશી માટે સારી રહી નહોતી. નેપાળ અને પાકિસ્તાન સામે તેની પાસેથી મોટા સ્કોરની અપેક્ષા હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો. નેપાળ સામે વૈભવ 26 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે પાકિસ્તાન સામે તે 13 બોલમાં માત્ર 11 રન જ બનાવી શક્યો. તે મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 48 રનથી હરાવ્યું હતું. વૈભવ ભારતને મજબૂત શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યો, જે દરેક માટે ચિંતાનો વિષય બની ગયો હતો. જો કે, હવે તે ફોર્મમાં પાછો ફર્યો છે. 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News