IPL 2027 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ ટીમોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. રિટેન્શન ડે પર, તમામ ફ્રેન્ચાઇઝીઓએ જાહેરાત કરી કે તેઓ કયા ખેલાડીઓને પોતાની ટીમમાં જાળવી રાખશે અને કયા ખેલાડીઓને રિલીઝ કરશે. હવે સૌની નજર આવતા મહિને યોજાનાર ઓક્શન પર છે.
આ દરમિયાન, પંજાબ કિંગ્સે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. પારસ મ્હામ્બ્રે ટીમના નવા બોલિંગ કોચ બનશે. તેઓ અગાઉ ભારતીય નેશનલ ટીમ સાથે કોચ તરીકે કામ કરી ચૂક્યા છે, જે સમયગાળા દરમિયાન ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તેઓ રિકી પોન્ટિંગ સાથે મળીને ટીમને આગળ વધારવામાં મદદ કરશે.
કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વ હેઠળની પંજાબ કિંગ્સે જાહેરાત કરી છે કે પારસ મ્હામ્બ્રે ટીમના નવા બોલિંગ કોચ તરીકે જોડાશે, જ્યારે રાજીવ કુમાર ફિલ્ડિંગ કોચ તરીકેની જવાબદારી સંભાળશે. રાજીવ અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાયેલા હતા. આ નિમણૂકો અગાઉના કોચિંગ સ્ટાફ બોલિંગ કોચ જેમ્સ હોપ્સ અને ફિલ્ડિંગ કોચ બ્રેડ હેડિનના વિદાય બાદ કરવામાં આવી છે.
રિકી પોન્ટિંગ હાલ પંજાબ કિંગ્સના હેડ કોચ છે. પારસ મ્હામ્બ્રેએ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સમાં પોન્ટિંગ સાથે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત 2021થી 2024 દરમિયાન જ્યારે રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચ હતા ત્યારે પારસ પણ ભારતીય કોચિંગ સેટઅપનો ભાગ હતા. જ્યારે ભારતીય ટીમે 2024 ICC T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે પહેલાં 2023માં રોહિત શર્માના નેતૃત્વ હેઠળ, ટીમ ઈન્ડિયા ICC ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી.
કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વ હેઠળની પંજાબ કિંગ્સે હાર્દિક પંડ્યાને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળ પંજાબ કિંગ્સે સારું પ્રદર્શન કર્યું છે. એક સમયે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહેતી આ ટીમ, હવે સતત ટોચની ચાર ટીમોમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી રહી છે.
ગયા વર્ષે ટીમે શરૂઆતની મેચો જીતીને મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં તેમનું અભિયાન પાટા પરથી ઉતરી ગયું. એક એવો ઝટકો જેમાંથી તેઓ ફરી બેઠા થઈ શક્યા નહીં અને પરિણામે તેઓ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા. આગામી સીઝન માટે ટીમે ટ્રેડિંગ વિન્ડો દરમિયાન હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રહી ચૂક્યો છે. તેના બદલામાં અર્શદીપ સિંહ પંજાબ કિંગ્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો છે.