• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /ટીમ ઈન્ડિયામાં ધાર્મિક ભેદભાવ? સિરાજને લઈને માહોલ ગરમાયો, BCCIને કરવી પડી સ્પષ્ટતા

ટીમ ઈન્ડિયામાં ધાર્મિક ભેદભાવ? સિરાજને લઈને માહોલ ગરમાયો, BCCIને કરવી પડી સ્પષ્ટતા

Mohammed Siraj : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની પ્લેઈંગ ઈલેવનમાંથી મોહમ્મદ સિરાજને બહાર રાખવાને લઈને માહોલ ગરમાયો છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે ટીમ ઈન્ડિયામાં ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો છે. હવે આ મામલે BCCIએ મૌન તોડ્યું છે.

Written ByDilip Chaudhary
Published: Nov 25, 2026, 19:33 IST|Updated: Nov 25, 2026, 19:36 IST
joinshare
ટીમ ઈન્ડિયામાં ધાર્મિક ભેદભાવ? સિરાજને લઈને માહોલ ગરમાયો, BCCIને કરવી પડી સ્પષ્ટતા

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
UP Election Survey: યુપીના લેટેસ્ટ સર્વેમાં ભાજપ-સપા વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને મળી રહી છે કેટલી બેઠકો?

UP Election Survey: યુપીના લેટેસ્ટ સર્વેમાં ભાજપ-સપા વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને મળી રહી છે કેટલી બેઠકો?

2

અમેરિકાનો નવો ટેરિફ બોમ્બ... ભારત સહિત 6 દેશો પર નવા ટેરિફનો પ્રસ્તાવ, ચીન પર સૌથી વધુ

3

ટીમ ઈન્ડિયામાં ધાર્મિક ભેદભાવ? સિરાજને લઈને માહોલ ગરમાયો, BCCIને કરવી પડી સ્પષ્ટતા

4

70થી વધુ વિધાનસભા બેઠકો પર નિર્ણાયક છે પાટીદાર અને આંજણા સમાજ, જાણો વસ્તી, પ્રભાવ અને બેઠકોનું સંપૂર્ણ ગણિત

5

LPG ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 ડિસેમ્બરથી બદલાઈ જશે ગેસ સિલિન્ડરના આ નિયમો!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mohammed Siraj : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાંથી સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બહાર રાખવાને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જે ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની પસંદગીમાં ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

તેમણે એવું પણ કહ્યું કે તેનું નામ 'સિરાજ' હોવાને કારણે કદાચ તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમણે દલીલ કરી કે જો કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરવા છતાં પસંદ ન થાય તો તે સ્પષ્ટપણે ભેદભાવ ગણાય. મામલો વકરતો જોઈને BCCIએ સ્પષ્ટતા કરી છે.

ક્રિકેટમાં અનોખી પહેલ! એક જ ટીમમાં રમશે મહિલા અને પુરુષ ખેલાડીઓ, પૂર્વ ભારતીય ક્રિકેટર લોન્ચ કરશે T20 લીગ!

BCCIએ ભેદભાવના આરોપોને ફગાવી દીધા

BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ મુદ્દા પર વાત કરતા ભેદભાવના આરોપોને ફગાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં ચાર ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતાર્યા હતા, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અંશુલ કંબોજ અને આકાશ દીપ. જોકે સિરાજ પાસે બાકીના ત્રણ ખેલાડીઓ કરતાં વધુ અનુભવ છે, તેમ છતાં તેને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

BCCIએ સ્પષ્ટતામાં શું કહ્યું?

મોહમ્મદ સિરાજને લઈને ચાલી રહેલા હોબાળા અને ધાર્મિક ભેદભાવના આરોપો વચ્ચે BCCIએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ANI સાથે વાત કરતા, BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું તે, એવું નથી કે ટેસ્ટ મેચ માત્ર સિરાજ ન રમ્યો હોવાને કારણે ડ્રો થઈ. મને નથી લાગતું કે સિરાજને આવા વિવાદોમાં ખેંચવો જોઈએ. તેના વિશે આવી વાતો ન થવી જોઈએ. છેવટે તે ટીમનો જ એક ભાગ છે અને ટીમમાં પસંદગી થવી એ જ મોટી વાત છે.

રાજીવ શુક્લાએ વધુમાં જણાવ્યું કે, સિરાજની ટીમમાં પસંદગી તો થઈ હતી, પરંતુ મેદાનમાં કયા અગિયાર ખેલાડીઓ ઉતરશે તેનો નિર્ણય કોચ અને કેપ્ટન લેતા હોય છે. તે પિચની સ્થિતિ અને અન્ય વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને આ પસંદગી કરે છે. માત્ર કોઈ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મેળવી શકે તે કારણસર રાજકીય કે અન્ય પ્રકારના વિવાદો ઊભા કરવા અયોગ્ય છે. આ સિરાજના હિતમાં નથી અને તે પોતે પણ ચોક્કસપણે આવું ઈચ્છશે નહીં.

અઝહરુદ્દીન સિરાજના સમર્થનમાં

આ વિવાદ વચ્ચે ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન મોહમ્મદ સિરાજના સમર્થનમાં આગળ આવ્યા છે. બુધવારે મીડિયા સાથે વાત કરતા તેમણે આ સ્ટાર ફાસ્ટ બોલરના વખાણ કર્યા અને કહ્યું કે સમગ્ર દેશ તેની સાથે છે. અઝહરુદ્દીને સિરાજને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી અને કહ્યું કે જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે તેના જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા જોઈએ.

સિરાજને બીજી ટેસ્ટમાં મળશે સ્થાન?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. 720 રનનો વિશાળ સ્કોર ખડકવા છતાં ભારતીય ટીમ જીત મેળવી શકી નહીં. છેલ્લા દિવસે ભારતીય બોલરો માત્ર 3 વિકેટ જ લઈ શક્યા, જ્યારે જીત માટે 8 વિકેટની જરૂર હતી. સ્ટાર બોલર મોહમ્મદ સિરાજની ગેરહાજરી સ્પષ્ટપણે વર્તાઈ હતી, કારણ કે આવી પરિસ્થિતિઓમાં તે એક વધુ સારો વિકલ્પ સાબિત થઈ શક્યો હોત.

સિરાજ વર્તમાન WTC સાયકલમાં ચોથો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને ભારત માટે આ યાદીમાં મોખરે છે. ચાલુ WTC -સાયકલમાં આ ફાસ્ટ બોલરે 11 ટેસ્ટની 21 ઇનિંગ્સમાં 43 વિકેટ ઝડપી છે. એવી આશા છે કે સિરાજ બીજી ટેસ્ટમાં વાપસી કરશે, જે 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન ક્રાઈસ્ટચર્ચમાં રમાવાની છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News