• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /IPL 2027માં રોહિત શર્મા કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ, હાર્દિક પંડ્યાનનું શું થશે?

IPL 2027માં રોહિત શર્મા કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ, હાર્દિક પંડ્યાનનું શું થશે?

Rohit Sharma : રોહિત શર્મા ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. ટીમ મેનેજમેન્ટ IPL 2027 માટે તેને આ જવાબદારી સોંપી શકે છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાના ટ્રેડ અંગે પણ એક નવી માહિતી સામે આવી છે.

Written ByDilip Chaudhary
Published: Oct 31, 2026, 03:27 PM IST|Updated: Oct 31, 2026, 03:29 PM IST
joinshare
IPL 2027માં રોહિત શર્મા કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ, હાર્દિક પંડ્યાનનું શું થશે?

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ધનતેરસ પર બંધ રહેશે બેંકો? ચેક કરો નવેમ્બરના પહેલા અઠવાડિયાની RBIની હોલીડે લિસ્ટ

ધનતેરસ પર બંધ રહેશે બેંકો? ચેક કરો નવેમ્બરના પહેલા અઠવાડિયાની RBIની હોલીડે લિસ્ટ

2

અર્નબ પછી હવે 'મુરસુ'નો પ્રલય! 48 કલાકમાં ત્રાટકશે વધુ એક ખતરનાક વાવાઝોડું, દરિયાઈ તોફાન મચાવશે તબાહી!

3

Sanjay Gupta: બાથરુમમાં કેવી રીતે પડ્યા સંજય ગુપ્તા, કેવી રીતે થયું મોત ? જાણો ઘટનાની હકીકત

4

ચીનને મળ્યો દુર્લભ ધાતુઓનો મસમોટો ખજાનો, સોના ઉપરાંત ફાઈટર જેટ્સમાં વપરાતું રેનિયમ, નિકલ પણ મળ્યું

5

Evil Eye Remedies: સુખ, સંબંધ કે સમૃદ્ધિને લાગી છે નજર ? તો શનિવારે કરો આ 5 માંથી કોઈ એક ઉપાય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rohit Sharma : IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે કેટલાક મોટા ફેરફારો કર્યા છે. કિરોન પોલાર્ડને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને કોચિંગ સ્ટાફમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. થોડા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ નહીં રહે, જેના કારણે નવો કેપ્ટન કોણ બનશે તે અંગે પ્રશ્નો ઊભા થયા હતા. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેપ્ટનશીપ ફરી એકવાર રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે.

રોહિત શર્મા ફરી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે

2026 ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂર્ણ થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, રોહિત શર્મા હવે મુંબઈ ઈન્ડિયન્સના નવો કેપ્ટન બની શકે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, રોહિત શર્માએ કેપ્ટનશીપ માટે તિલક વર્માના નામનું સૂચન કર્યું હતું, પરંતુ ફ્રેન્ચાઈઝીએ તેને ફરીથી આ જવાબદારી સંભાળવા માટે વિનંતી કરી છે. રોહિત ન્યૂઝીલેન્ડ જવા રવાના થયો તે પહેલાં ઘણી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી અને નવા કોચની નિમણૂક વખતે પણ તેના મંતવ્યો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

IND vs NZ: ભારતની અડધી ટીમ બદલાઈ જશે? કુલદીપ-વરુણ સહિતના આ ખેલાડીઓને મળી શકે છે તક

મુંબઈ ઈન્ડિયન્સ ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે

મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી રોહિત શર્મા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. અહેવાલ મુજબ, કોચિંગ સ્ટાફ અંગેના નિર્ણયો ફાઈનલ થયા પછી ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓના રીટેન્શન અંગે નિર્ણય લેશે. તમામ ટીમોએ નવેમ્બરના મધ્ય સુધીમાં રિલીઝ અને રીટેઈન ખેલાડીઓની યાદી સબમિટ કરવાની હોય છે. રીટેન્શનની સમયમર્યાદા નજીક આવી રહી છે, ત્યારે ટીમ મેનેજમેન્ટ ટૂંક સમયમાં રોહિત શર્માને કેપ્ટન તરીકે જાહેર કરી શકે છે.

હાર્દિક પંડ્યાનું શું થશે?

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડીને ટ્રેડ દ્વારા અન્ય ટીમમાં જોડાઈ શકે છે. જોકે, આવી કોઈ ટ્રેડ શક્ય ન બને, તો તેણે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ રમવું પડી શકે છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, જો ટ્રેડ ન થાય, તો હાર્દિક રોહિતની કેપ્ટનશીપ હેઠળ રમવા માટે સંમત થયો છે. મુંબઈ ઈન્ડિયન્સનું ભવિષ્ય નવેમ્બરના પ્રથમ બે અઠવાડિયામાં સ્પષ્ટ થઈ જશે.

દરમિયાન કિરોન પોલાર્ડે મહેલા જયવર્દનેનું સ્થાન લઈને નવા હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી લીધી છે. ટીમ મેનેજમેન્ટે રોબિન ઉથપ્પાને બેટિંગ કોચ, મિશેલ મેકક્લેનાઘનને બોલિંગ કોચ અને ટી. દિલીપને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત, ધવલ કુલકર્ણીની ડેવલપમેન્ટલ બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News