• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /હાર્દિક પંડ્યા ફરી ઈજાને કારણે બહાર, વિસ્ફોટક ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી!

હાર્દિક પંડ્યા ફરી ઈજાને કારણે બહાર, વિસ્ફોટક ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી!

Ind A vs Aus A: હાર્દિક પંડ્યા લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. તેને ઈન્ડિયા A તરફથી રમીને પોતાની ફિટનેસ સાબિત કરવાની હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા A સામેની અનઓફિશિયલ વન-ડે શ્રેણી શરૂ થાય તે પહેલાં જ તેને ફરીથી ઈજા થઈ છે.

Written ByDilip Chaudhary
Published: Oct 04, 2026, 07:14 PM IST|Updated: Oct 04, 2026, 07:16 PM IST
joinshare
હાર્દિક પંડ્યા ફરી ઈજાને કારણે બહાર, વિસ્ફોટક ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી!

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વિજય દેવરકોંડાએ કર્યો ખુલાસો: દિવસમાં 15 વાર 'I Love You' બોલે છે રશ્મિકા મંદાના, લગ્ન પહેલા કર્યું હતું આ કામ

વિજય દેવરકોંડાએ કર્યો ખુલાસો: દિવસમાં 15 વાર 'I Love You' બોલે છે રશ્મિકા મંદાના, લગ્ન પહેલા કર્યું હતું આ કામ

2

હાર્દિક પંડ્યા ફરી ઈજાને કારણે બહાર, વિસ્ફોટક ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી!

3

નડિયાદમાં ફિલ્મી ઢબે 2.7 કિલો સોનાની લૂંટ, પૂર્વ કર્મચારી જ નીકળ્યો લૂંટનો માસ્ટરમાઈન્ડ

4

"તિલક લગાવો, પૂજા કરો..." ગરબામાં મુસ્લિમ યુવાનોના પ્રવેશ પર બોલ્યા વક્ફ બોર્ડના અધ્યક્ષ, કરી આ અપીલ

5

વડોદરા : જમીન દલાલ સુનિલ બન્યો સમીર, મુસ્લિમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ind A vs Aus A: ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા A સામેની ત્રણ મેચની અનઓફિશિયલ વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ મુંબઈના વિસ્ફોટક ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

IPL 2026 પછી ક્રિકેટથી દૂર રહેલા હાર્દિક પંડ્યાની ગયા મહિને જ આ શ્રેણી માટે ઈન્ડિયા A ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. જોકે, ઈજાને કારણે તે આ સ્થાનિક શ્રેણીમાં રમી શકશે નહીં.

સૂર્યાંશ શેડગેનો ટીમમાં સમાવેશ

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ મુજબ, સૂર્યાંશ શેડગેએ તાજેતરમાં બેંગલુરુમાં BCCIના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. મેડિકલ ટીમ પાસેથી મંજૂરી મળ્યા બાદ, તે તરત જ પુડુચેરી જવા રવાના થયો અને ટીમ સાથે જોડાઈ ગયો છે.

શેડગેએ આ વર્ષે જૂનમાં બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામેની T20 મેચમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. આ ફેરફારને કારણે શેડગે હવે મુંબઈની રણજી ટ્રોફીની શરૂઆતની મેચ ચૂકી જશે, જે 11 ઓક્ટોબરે વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થવાની છે.

નમન ધીરના સ્થાને અનુકુલ રોય

માત્ર હાર્દિક પંડ્યા જ નહીં, નમન ધીર ઓસ્ટ્રેલિયા A સામેની આગામી શ્રેણીમાં પણ રમી શકશે નહીં. 1 ઓક્ટોબરથી શરૂ થનારી વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે વોશિંગ્ટન સુંદરના સ્થાને નમનનો ભારતીય સિનિયર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નમન ધીરના સ્થાને અનુકુલ રોયનું નામ ઈન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યું છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ઈન્ડિયા A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની શ્રેણી 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન પુડુચેરીમાં રમાશે.

ઓસ્ટ્રેલિયા A શ્રેણી માટે ભારતની અપડેટેડ ટીમ

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ (વાઈસ-કેપ્ટન), પ્રિયાંશ આર્ય, સાઈ સુદર્શન, રજત પાટીદાર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, અર્શિન કુલકર્ણી, અરશદ ખાન, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ગુરજાપનીત સિંહ, યશ ઠાકુર અને સૂર્યાંશ શેડગે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News