• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વડોદરા
  • /વડોદરા : જમીન દલાલ સુનિલ બન્યો સમીર, મુસ્લિમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

વડોદરા : જમીન દલાલ સુનિલ બન્યો સમીર, મુસ્લિમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

પ્રેમ અને આકર્ષણ એકબીજાના પુરક પણ છે અને વિરોધી પણ છે, પરંતુ જ્યારે પ્રેમના નામે કોઈ ઠગબાજી થાય ત્યારે માણસને પોતાની જીંદગી નરક સમાન લાગવા લાગે છે. ત્યારે આવી જ એક કંપાવનારી ઘટના વડોદરામાં બની છે. જ્યાં ઓળખ છુપાવીને હવસખોરે એક યુવતીના જીવનમાં આગ લગાવી દીધી છે. જો કે, પોલીસે આરોપીને દબોચી લીધો છે.

Written ByDilip Chaudhary
Published: Oct 04, 2026, 05:37 PM IST|Updated: Oct 04, 2026, 05:40 PM IST
joinshare
વડોદરા : જમીન દલાલ સુનિલ બન્યો સમીર, મુસ્લિમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
"તિલક લગાવો, પૂજા કરો..." ગરબામાં મુસ્લિમ યુવાનોના પ્રવેશ પર બોલ્યા વક્ફ બોર્ડના અધ્યક્ષ, કરી આ અપીલ

"તિલક લગાવો, પૂજા કરો..." ગરબામાં મુસ્લિમ યુવાનોના પ્રવેશ પર બોલ્યા વક્ફ બોર્ડના અધ્યક્ષ, કરી આ અપીલ

2

વડોદરા : જમીન દલાલ સુનિલ બન્યો સમીર, મુસ્લિમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

3

વારંવાર ચેટ મ્યૂટ કરવાની ઝંઝટ ખતમ! WhatsApp લાવી રહ્યું નવું ફીચર, હવે તમે જાતે નક્કી કરી શકશો ક્યારે મળશે નોટિફિકેશન

4

રોહિત-કોહલીના ભવિષ્ય પર કેપ્ટન ગિલે તોડ્યું મૌન, વર્લ્ડ કપ 2027માં રમશે કે નહીં? થઈ ગઈ સ્પષ્ટતા

5

પોસ્ટ ઓફિસની આ યોજના છે કમાલ ધમાલ, ફક્ત વ્યાજ દ્વારા જ 3 લાખ જેટલી કમાણી, કઈ રીતે એ ખાસ જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જયંતી સોલંકી, વડોદરા : કહેવાય છે ને કે પ્રેમમાં માણસ આંધળો બની જાય છે અને પોતાના પ્રિયતમ માટે સર્વસ્વ અર્પણ કરી દે છે, પરંતુ આટલી બધી કુરબાની બાદ પણ જ્યારે હૃદય પર ઠગાઈનું ખંજર વાર કરે છે. ત્યારે ન માત્ર હૃદય પરંતુ વ્યક્તિની જીંદગી પણ તબાહ થઈ જાય છે. વડોદરામાં પ્રેમમાં દગો મળવાની ઘટના બની છે. જ્યાં એક જમીન દલાલે પોતાની ઓળખ છુપાવીને મુસ્લિમ યુવતીને પહેલા તો પ્રેમજાળમાં ફસાવી અને ત્યાર બાદ વારંવાર દુષ્કર્મ આચર્યું.

લગ્નની લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ

આ મામલે વડોદરાના ગોત્રી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પીડિતાના જણાવ્યા મુજબ શહેરના અકોટા, ગોત્રી અને ભાયલી વિસ્તારમાં આવેલી જુદી-જુદી હોટલોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સમીર ઉસ્માનિયા તરીકે આધાર કાર્ડ પણ બનાવ્યું હોવાનો પીડિતાનો આરોપ છે. તો પીડિતાએ બે વખત ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ આરોપી પર લગાવવામાં આવ્યો છે.

પોલીસે આરોપીની કરી ધરપકડ

પોલીસ કમિશનરના આદેશ બાદ ફરિયાદ નોંધાતા પોલીસ તુરંત હરકતમાં આવી અને સુનિલ મહીડાની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લેવામાં આવી. જે બાદ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને પોલીસે રિમાન્ડ પણ મેળવ્યા. હવે આરોપીએ ખરેખર બનાવટી ઓળખના દસ્તાવેજો બનાવ્યા છે કે કેમ, પીડિતા સાથે કરેલા કૃત્ય વગેરે જેવા મામલે તપાસ કરી રહી છે.

વડોદરાની ઘટનામાં ગંભીર આરોપો બાદ ફરિયાદ અને આખરે આરોપીની ધરપકડ તો થઈ ચૂકી છે, પરંતુ હવે પોલીસની તપાસમાં શું તથ્યો સામે આવે છે તેના પર સૌ કોઈની નજર છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News