• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /પોસ્ટ ઓફિસની આ યોજના છે કમાલ ધમાલ, ફક્ત વ્યાજ દ્વારા જ 3 લાખ જેટલી કમાણી, કઈ રીતે એ ખાસ જાણો

પોસ્ટ ઓફિસની આ યોજના છે કમાલ ધમાલ, ફક્ત વ્યાજ દ્વારા જ 3 લાખ જેટલી કમાણી, કઈ રીતે એ ખાસ જાણો

Post Office Saving Scheme: અત્યારના જમાનામાં જેટલું જરૂરી પૈસા કમાવવાનું છે એટલું જ જરૂરી તે પૈસામાંથી કેટલીક રકમ બાજુ પર મૂકીને ભવિષ્યને સુરક્ષિત કરવાનું છે. જ્યારે પણ સુરક્ષિત રોકાણની વાત આવે એટલે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ નજર સામે તરી આવે. આવી જ એક યોજના વિશે અમે તમને જણાવીશું જે તમને થોડું થોડું કરીને ભવિષ્ય માટે એક સારું એવું ભંડોળ ઊભું કરવામાં મદદ કરી શકે છે.

Written ByViral Raval
Published: Oct 04, 2026, 04:09 PM IST|Updated: Oct 04, 2026, 04:12 PM IST
joinshare
પોસ્ટ ઓફિસની આ યોજના છે કમાલ ધમાલ, ફક્ત વ્યાજ દ્વારા જ 3 લાખ જેટલી કમાણી, કઈ રીતે એ ખાસ જાણો
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રોહિત-કોહલીના ભવિષ્ય પર કેપ્ટન ગિલે તોડ્યું મૌન, વર્લ્ડ કપ 2027માં રમશે કે નહીં? થઈ ગઈ સ્પષ્ટતા

રોહિત-કોહલીના ભવિષ્ય પર કેપ્ટન ગિલે તોડ્યું મૌન, વર્લ્ડ કપ 2027માં રમશે કે નહીં? થઈ ગઈ સ્પષ્ટતા

2

પોસ્ટ ઓફિસની આ યોજના છે કમાલ ધમાલ, ફક્ત વ્યાજ દ્વારા જ 3 લાખ જેટલી કમાણી, કઈ રીતે એ ખાસ જાણો

3

નીટ પ્રોટેસ્ટ વખતે ખુબ ઉપયોગમાં લેવાઈ હતી જેક ડોર્સીની આ એપ, ભારતમાં હવે પાટિયા પડી ગયા!

4

'હું પેલા ગાંજો પીતો હતો', ડ્રગ્સ અને સ્ટીરોઈડના નશામાં પુત્ર બન્યો રાક્ષસ, હસતા-રમતા પરિવારનો પોતાના હાથે કર્યો નાશ!

5

ગણતરીના કલાકોમાં બનશે દુર્લભ ગજકેસરી યોગ, આ 4 રાશિઓને થશે જબરદસ્ત લાભ, ધનના થશે ઢગલા!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રોકાણ કરવું અત્યારના આધુનિક જમાનામાં જરૂરી બની ગયું છે. સુરક્ષિત ભવિષ્ય માટે સુરક્ષિત રોકાણના શાનદાર વ્યાજ માટે લોકો ફાંફાફોળા કરતા હોય છે. આ માટે અનેક સરકારી યોજનાઓ પણ છે. પોસ્ટ ઓફિસની એવી અનેક નાની બચત માટેની યોજનાઓ છે જેમાં થોડું થોડું કરીને તમે સારી એવી મૂડી ભવિષ્ય માટે ઊભી કરી શકો છો. જેમાં રોજ 200 રૂપિયાથી લઈને તમે 10 લાખ રૂપિયા સુધીનું ફંડ ભેગું કરી શકો છો. રોકાણની ખાસ વાત એ છે કે તમને વ્યાજમાંથી જ 3 લાખ રૂપિયા જેટલી આવક થઈ જાય. જાણો  કઈ રીતે.

ઝીરો રિસ્કવાળું રોકાણ!
પોસ્ટ ઓફિસની યોજનાઓ લોકોમાં એટલા માટે લોકપ્રિય હોય છે કારણ કે એક તો સરકારી યોજના હોવાથી તેમાં જોખમ જરાય હોતું નથી. રોકાણ તમે નાનું કરો કે મોટું પરંતુ  યોજનાઓમાં રોકાણ કરનારાઓની મૂડીની સુરક્ષાની જવાબદારી સરકાર પોતે લે છે. એટલે કે તમે જરાય જોખમ લીધા વગર કે પૈસા ભરાઈ જશે એવું વિચાર્યા વગર રોકાણ કરી શકો છો. આ ઉપરાંત સરકાર તરફથી પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પર વ્યાજ પર સારું એવું આપવામાં આવે છે. જે અનેક બેંકોની એફડી પર મળતા વ્યાજ કરતા પણ વધુ છે.

ઓછા રોકાણ પર બંપર ફાયદો!

  • પોસ્ટ ઓફિસની યોજનાઓ પર તમારે એક ઝટકે મોટી રકમ રોકવાની જરૂર રહેતી નથી. 
  • તમે નાની નાની રકમ રોકાણ કરીને પણ સારું એવું ફંડ મેળવી શકો છો. 
  • શરૂઆત ફક્ત 100 રૂપિયાથી પણ ખાતું ખોલાવીને થઈ શકે છે.

સરકાર કેટલું વ્યાજ આપે છે?

  • પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર સરકાર 6.7 ટકા વ્યાજ આપે છે. જ્યાં તમે 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. 
  • મહત્તમ રોકાણ માટે કોઈ લિમિટ નક્કી નથી કરાઈ. એટલે કે તમે ધારો  એટલા પૈસા રોકી શકો છો અને એટલો જ નફો પણ રળી શકો છો.

જોઈન્ટ ખાતામાં શું ધ્યાન રાખવું

  • પોસ્ટ ઓફિસની આરડી યોજનામાં તમે સિંગલ એકાઉન્ટ ઓપન કરાવીને રોકાણ કરી શકો છો.
  • આ સાથે પતિ અને પત્ની પોતાનું જોઈન્ટ રિકરિંગ ખાતું પણ ખોલાવી શકે છે. 
  • આ યોજનામાં રોકાણ માટે મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો છે અને તે પૂરો થતા તમને આગામી પાંચ વર્ષ માટે લંબાવવાની સુવિધા પણ મળે છે. 
  • તેમાં રોકાણ  દરમિયાન કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 
  • જો તમે નિર્ધારિત તારીખ પર પૈસા ભરવાનું ભૂલી જાઓ તો 1 ટકા માસિક પેનલ્ટી પણ લાગે છે. 
  • જો સતત 4 હપ્તા ન ભરો તો પછી આરડી એકાઉન્ટ બંધ થઈ જાય છે.

વ્યાજમાંથી 3 લાખની કમાણી કઈ રીતે?

  • તમને હવે એ જાણવામાં ઉત્સુકતા હશે કે આખરે વ્યાજમાંથી 3 લાખની કમાણી કઈ રીતે થઈ શકે તો તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની આ રિકરિંગ ડિપોઝિટ યોજના દ્વારા ફક્ત વ્યાજ દ્વારા 3 લાખની કમાણીની ગણતરી સરળ છે. 
  • પોસ્ટ ઓફિસ RD કેલ્ક્યુલેટરની મદદથી ગણતરીએ કરીએ તો આ સરકારી યોજનામાં ખાતું ખોલાવીને તમે રોજ ફક્ત જો 200 રૂપિયા બચાવો તો  મહિને તમારી બચત 6000 રૂપિયા જેટલી થશે. 
  • હવે આ રકમને માસિક બચત અને પાંચ વર્ષના મેચ્યુરિટી પીરિયડ સુધી જો તમે રોકાણ કરતા રહો તો આવામાં 5 વર્ષ બાદ તમારું કુલ રોકાણ 360000 રૂપિયા જેટલું થાય અને વ્યાજ સહિત ફંડની રકમ 428197 રૂપિયા થાય. 
  • હવે તમે આ મેચ્યુરિટી પીરિયડ બાદ તમારા રોકાણને વધુ પાંચ વર્ષ માટે આગળ લંબાવો. આમ કરશો તો તમારા જમા કરેલા રૂપિયા 720000 રૂપિયા સુધી પહોંચશે. 
  • જ્યારે ફક્ત વ્યાજની રકમ જ તમારી 3.05 લાખ રૂપિયા થઈ શકે છે. 
  • આવામાં તમારું કુલ ફંડ વધીને 1026131 રૂપિયા થઈ શકે છે. 
Add Zee News as a Preferred Source
TAGS:
Utility News